Ahmedabad : પનીર વિક્રેતાઓને ત્યાં મનપાની તવાઈ, 263 કિલો પનીરનો જથ્થો કરાયો સીઝ, જુઓ Video
ગુજરાતમાં અનેક વાર નકલીની ભરમાળ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક વાર અમદાવાદમાંથી નકલી પનીર અને ભેળસેળયુક્ત પનીર ઝડપાયું છે. અમદાવાદમાં વધુ એક વાર મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પનીર વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે
ગુજરાતમાં અનેક વાર નકલીની ભરમાળ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક વાર અમદાવાદમાંથી નકલી પનીર અને ભેળસેળયુક્ત પનીર ઝડપાયું છે. અમદાવાદમાં વધુ એક વાર મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પનીર વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. 2 દિવસમાં 263 કિલો પનીરનો જથ્થો સિઝ કરવામાં આવ્યો છે.
3 એકમનો 245 કિલો પનીરનો જથ્થો વેચાણ અર્થે સ્થગિત કરવામાં આવ્યો છે. હાથીજણનું વસંતીબેન મહિલા ગૃહઉદ્યોગ પણ સિલ કરાયું છે. જ્યારે લાઈસન્સ ન હોવાથી અને અનહાઈજેનિક કન્ડિશન હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવી છે.
2 દિવસમાં 263 કિલો પનીરનો જથ્થો કરાયો સિઝ
મહત્ત્વનું છે કે મનપાની ટીમ દ્વારા પનીર વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં હાથીજણનું વસંતીબેન મહિલા ગૃહઉદ્યોગમાં પાસે લાઇસન્સ ન હોવાથી અને અનહાઇજેનિક કન્ડિશન હોવાના કારણે તેને સીલ કરવામાં આવ્યો છે. જો કે 2 દિવસમાં 263 કિલો પનીરનો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો. તેમજ 3 એકમનો 245 કિલો પનીરનો જથ્થો વેચાણ અર્થે સ્થગિત કરવામાં આવ્યો છે.