Ahmedabad Video : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ સોનાની દાણચોરી, દુબઈથી આવેલી મહિલા પાસેથી ઝડપાયું 34 લાખનું સોનું
અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણચોરી ઝડપાઈ છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ છે. એર ઇન્ટેલિજન્સ યુનિટએ સોનાની દાણચોરી કરતી મહિલાને ઝડપી પાડી છે. દુબઈથી આવેલી મહિલા પાસેથી 34 લાખનું સોનું ઝડપાયું હતું.
અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણચોરી ઝડપાઈ છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ છે. એર ઇન્ટેલિજન્સ યુનિટએ સોનાની દાણચોરી કરતી મહિલાને ઝડપી પાડી છે. દુબઈથી આવેલી મહિલા પાસેથી 34 લાખનું સોનું ઝડપાયું હતું. અમદાવાદ એરપોર્ટ પર રાજકોટની મહિલા સોના સાથે પકડાઈ છે. મહિલા પેસેન્જર પેન્ટમાં સંતાડીને સોનું લાવી હોવાની માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી છે. કેમિકલ સાથે ગોલ્ડ સ્પ્રે પેસ્ટ અને 382 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયું હતુ 7 કરોડનું સોનું
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું સોનું ઝડપવામાં આવ્યું હતુ. DRIએ અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ત્યારે કરોડોના હીરા ઝડપાયા હતા. DRIએ અમદાવાદથી વિયેતનામ જતા વ્યક્તિની ધરપકડ કરી હતી.
DRIએ ડાયમેડના 2 પેકેટ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ ગુપ્ત ભાગે હીરા સંતાડ્યા હોવાનું સામે આવ્યું હતુ. હીરા બજારમાં મંદીના કારણે તસ્કરી તરફ આરોપી વળ્યો હતો. આરોપીને વિયેતનામની ટ્રિપ અને 20 હજારની ઓફર મળી હતી. 20 હજારની લાલચમાં હીરાની તસ્કરી કરવા જતો હોવાનો ખુલાસો થયો હતો.