Vadodara : મંજુસર ગામે GIDC આવેલી એક કંપનીમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વડોદરાના સાવલીના મંજુસર ગામે GIDCમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફિમ ચોકડી પાસેની AMS કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વડોદરાના સાવલીના મંજુસર ગામે GIDCમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફિમ ચોકડી પાસેની AMS કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઈટરનો આગ પર કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ દુર્ધટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહીં હોવાનું સામે આવ્યું છે. જો કે હજી પણ આગ ક્યાં કારણોસર આગ લાગી હતી તેની કોઈ પણ માહિતી પ્રાપ્ત થઈ નથી.
કડોદરા ચાર રસ્તા નજીક ટ્રકમાં લાગી આગ
બીજી તરફ આ અગાઉ સુરતના કડોદરા ચાર રસ્તા નજીક ટ્રકમાં આગ લાગી હતી. ઉંભેળ ગામની સીમમાં ટ્રાન્સપોર્ટ પાર્કિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. બારડોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના કર્મચારી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કીટના કારણે આગ લાગ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.