Rajkot : KBZ ફૂડ નામની કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટના KBZ ફૂડ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે આ કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. આગથી કંપનીને અંદાજીત 50 કરોડનું નુકસાન થયું છે.

આગથી કંપનીને અંદાજીત 50 કરોડનું નુકસાન પહોંચ્યું છે. આગ ક્યા કારણોસર લાગી તે અંગે હાલ પણ રહસ્ય છે. કંપની પાસે ફાયર સેફટીના સાધનો, ફાયર NOC હોવાનું પણ સામે આવ્યું છે. આધુનિક સિસ્ટમ હોવા છતાં આગ તરત ન ઓલવી શકાય તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આગની ઘટનાને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કડોદરા ચાર રસ્તા નજીક ટ્રકમાં લાગી આગ
બીજી તરફ આ અગાઉ સુરતના કડોદરા ચાર રસ્તા નજીક ટ્રકમાં આગ લાગી હતી. ઉંભેળ ગામની સીમમાં ટ્રાન્સપોર્ટ પાર્કિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. બારડોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના કર્મચારી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કીટના કારણે આગ લાગ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતુ.