સુરતના આ મંદિરે ફૂલ કે નારિયેળ નહીં, પરંતુ સિગારેટ ચડાવવાની માન્યતા, જાણો

તમે અલગ અલગ મંદિરોએ ઘણી અલગ વસ્તુઓ ચડતી હોવાનું જાણ્યું હશે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે વાત કરીશું જ્યાં સિગારેટ ચડાવવાની માન્યતા છે.

Parul Mahadik
| Edited By: | Updated on: Jul 05, 2021 | 4:38 PM
સામાન્ય રીતે તબીબી નિષ્ણાંતો લોકોને ધુમ્રપાનથી દુર રહેવાની સલાહ આપતા હોય છે. પણ સુરતમાં કતારગામ વિસ્તારમાં આવેલું એક મંદિર એવું પણ છે જ્યાં ભગવાનને ફૂલ, હાર, નારિયેળ કે બીજું કંઈ નહીં પણ સિગારેટ ચડે છે.

1 / 8
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા મામદેવ મંદિરમાં રોજના 40 થી 50 પેકેટ સિગારેટના ચડાવવામાં આવે છે.

2 / 8
ભક્તો નજીકના ગલ્લા પરથી બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ બ્રાન્ડની સિગારેટના પેકેટ ખરીદીને મામાદેવ મંદિરને ચડાવે છે.

3 / 8
મામાદેવના મંદિરમાં ખાસ કરીને અમાસના દિવસે આ સિગારેટ ચડાવવાનો વિશેષ મહિમા છે.

4 / 8
છેલ્લા ઘણા વર્ષોથી અહીં લોકો આરોગ્ય, ધન, પારિવારિક સમસ્યાઓ સંબધિત પ્રશ્નોને લઈને માનતા માંગે છે. અને અહીં સિગારેટ ચડાવે છે.

5 / 8
માન્યતા છે કે જો સિગારેટ અધ વચ્ચે ઓલવાઈ ગઈ તો સમજવાનું કે માનતા પૂર્ણ નહિ થાય અને જો સિગારેટ આખી સળગીને પુરી થઈ જાય તો તેની માનતા પણ પૂર્ણ થઈ જશે એવી વાયકા છે.

6 / 8
મંદિરના તિવારી મહારાજે જણાવ્યું હતું કે મામાદેવ પ્રેતાત્મા હતા. જે પછીથી દેવાત્મા થઈ ગયા હતા. તેમને વિરભદ્રનો બીજો અવતાર પણ કહેવાય છે. લોકોના દુઃખ દૂર કરવાનો તેમને આશીર્વાદ મળ્યો છે.

7 / 8
ભક્તોને પણ કોપરા કે સાકરદાણાના પ્રસાદ સાથે સિગારેટની રાખ પણ આપવામાં આવે છે. આમ મોજીલા મામાદેવ એવા એકમાત્ર ભગવાન હશે જેમને આ રીતે સિગારેટ ચડાવવામાં આવે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">