Narmada : સરદાર સરોવર નર્મદા ડેમ 88.64 ટકા ભરાયો, જળસ્તર જાળવવા ડેમના 23 દરવાજા ખોલાયા
નર્મદા ડેમની (Narmada Dam) જળસપાટી 135.24 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી સારા વરસાદથી (Rain) ડેમમાં પાણીની આવક થઇ રહી છે.

ગુજરાત (Gujarat) માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની (Narmada Dam) જળસપાટી વધી છે અને આ સાથે જ કુલ 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમની જળસપાટી 135.24 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી સારા વરસાદથી ડેમમાં પાણીની આવક થઇ રહી છે. જેના પગલે સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની આવક વધી રહી છે. જેથી જળસ્તર જાળવી રાખવા 1.95 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ડેમનું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે. જેના કારણે નર્મદા ડેમનો નજારો અદભુત જોવા મળી રહ્યો છે.
ડેમ 88.64 ટકા ભરાયો
મધ્યપ્રદેશમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 135.24 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાંથી 1.95 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. જળસ્તર જાળવી રાખવા નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. નર્મદા ડેમમાંથી હાલ 4.56 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જળસ્તર જાળવી રાખવા 1.95 લાખ પાણી છોડાઇ રહ્યું છે. મહત્વનું છે કે નર્મદા ડેમની ભયજનક સપાટી 138.64 મીટર છે. અત્યાર સુધી નર્મદા ડેમ 88.64 ટકા ભરાયો છે.
બે વર્ષ બાદ ડેમના 23 દરવાજા ખોલાયા
ગુજરાતના સરદાર સરોવર ડેમના કુલ 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. મધ્યપ્રદેશમાં ખૂબ જ સારો એવો સરદાર સરોવર ડેમમાંથી હાલ 1.95 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાથે જ રિવરબેડ પાવરહાઉસથી 44 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. આ અગાઉ બે વર્ષ પહેલા અગાઉ 30 ઓગષ્ટ 2020ના રોજ અને તે જ વર્ષે 17 સપ્ટેમ્બર 2020ના રોજ નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ વર્ષે સારા વરસાદના પગલે ડેમમાં પાણીની સારી આવક છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ હિલ સ્ટેશન જેવો માહોલ
વરસાદી માહોલ વચ્ચે નર્મદા જિલ્લામાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાતપુડા અને વિંદ્યાચલની ગિરીકન્દ્રા વચ્ચે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ આહલાદક દ્રશ્યો સર્જાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી માહોલ વચ્ચે પ્રવાસીઓનો ધસારો પણ વધી રહ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નયન રમ્ય નજારો માણવા લોકો દુર દુરથી આવી રહ્યા છે.