31 માર્ચના મોટા સમાચાર: વડોદરામાં રામનવમીની યાત્રા પર થયેલ પથ્થરમારો અને ઘર્ષણ મામલે SITની રચના

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 11:52 PM

ટીવી 9 ગુજરાતી ડિજીટલના આ લાઈવ બ્લોગના માધ્યમથી આપ મેળવી શકશો દેશ અને દુનીયાના સમાચારો એક ક્લિક પર.. આ પેજને રિફ્રેશ કરીને આપ મેળવી શકશો તમામ લેટેસ્ટ સમાચાર ગુજરાતીમાં...

31 માર્ચના મોટા સમાચાર: વડોદરામાં રામનવમીની યાત્રા પર થયેલ પથ્થરમારો અને ઘર્ષણ મામલે SITની રચના
Gujarat latest live news and samachar today

દેશ અને દુનિયામાં હલચલ મચી જાય છે, પરંતુ કામની ભીડમાં ઘણી વખત આપણે એવા સમાચારો પણ ચૂકી જઈએ છીએ, જેનાથી આપણે અપડેટ રહેવું જરૂરી છે. ટીવી 9 ગુજરાતી ડિજીટલના આ લાઈવ બ્લોગના માધ્યમથી આપ મેળવી શકશો દેશ અને દુનીયાના સમાચારો એક ક્લિક પર.. આ પેજને રિફ્રેશ કરીને આપ મેળવી શકશો તમામ લેટેસ્ટ સમાચાર ગુજરાતીમાં…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Mar 2023 11:46 PM (IST)

    Gujarat News Live: દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા, વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

    દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે શુક્રવારનો દિવસ ખૂબ મહત્વનો હતો. ખેડૂત સભાસદોની ભારે ઉત્સુકતા વચ્ચે આજે સુગર સંચાલકો દ્વારા ગત સિઝનમાં આવેલ શેરડીના ભાવ નક્કી કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મિટીંગ મળી હતી. જેમાં શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ સૌથી વધુ ગણદેવી સુગરે શેરડીના ટન દીઠ રૂ.3475 ભાવ જાહેર કર્યા છે. જ્યારે બારડોલી સુગરે 3353, સાયણ સુગરે 3206, ચલથાણ સુગરે 3186, મહુવા સુગરે 3125, મઢી સુગરે 3025 અને કામરેજ સુગરે 3151 રૂપિયા જાહેર કર્યા છે. આમ તો દર વર્ષે 2500 થી 2800 ની આજુબાજુ જાહેર થતા ભાવમાં આ વખતે 200 થી 400 રૂપિયા વધારે જાહેર કરવામાં આવતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.

  • 31 Mar 2023 11:21 PM (IST)

    Gujarat News Live: ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત

    ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત

  • 31 Mar 2023 10:59 PM (IST)

    Gujarat News Live: નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આકાશમાં થયો ભવ્ય ડ્રોન શો, ખેલાડીઓ અને ફેન્સ થયા ઈમ્પ્રેસ

    અમદાવાદમાં સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે આઈપીએલની 16મી સિઝનની શરુઆત થઈ હતી. ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ પ્રથમ મેચની શાનદાર શરુઆત થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની પ્રથમ બેટિંગ બાદ બ્રેકના સમયમાં અમદાવાદના આકાશમાં એક અદ્દભુત નજારો જોવા મળ્યો હતો. આ નજારો જોઈને ફેન્સ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આઈપીએલ મેચ દરમિયાન થયેલા આ ડ્રોનો શોનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. આ ડ્રોન શોનો ટ્રાયલ છેલ્લા 2-3 દિવસથી થઈ રહી હતી.

  • 31 Mar 2023 10:28 PM (IST)

    Gujarat News Live: Vadodara : ઇકો સેલે 1કરોડથી વધુની GST ચોરી કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી, બે આરોપી વોન્ટેડ

    ગુજરાતના વડોદરામાં 1 કરોડથી વધુની GST ચોરી કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે આરોપી હજુ વોન્ટેડ છે. જેમાં ભંગારમા વેપારીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કાગળ પર બોગસ પેઢીઓ બનાવી ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવી હતી. આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર નિખિલ રમેશ મિસ્ત્રી અને આસિફ યુસુફ છીપા ફરાર છે. જેમાં આરોપીઓએ પોતાના નામના તથા અન્યના નામે ખોટા અને બનાવટી દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી GST પોર્ટલ ઉપર અપલોડ કરી GSTN નંબર મેળવ્યો હતો. આ પેઢીઓના નામથી કોઇ ધંધો ચાલતો ન હોવા છતાં માત્ર કાગળ પર પેઢીઓ ઉભી કરી ખોટા અને બનાવટી ટેક્ષ ઇનવોઇસ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.

  • 31 Mar 2023 10:06 PM (IST)

    Gujarat News Live: વડોદરામાં રામનવમીની યાત્રા પર થયેલ પથ્થરમારો અને ઘર્ષણ મામલે SITની રચના

    ગુજરાતના વડોદરામાં રામનવમીએ શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા અને ઘર્ષણ કેસમાં શહેર પોલીસ શમશેરસિંઘની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરી છે. જેમાં પોલીસ કમિશ્નરે DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા ના અધ્યક્ષપદે SITની રચના કરી છે. જેમાં ACP ક્રાઇમ , ACP G ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ, અને સીટી પોલીસ મથકના પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. એસઆઇટીની રચના ઘટનાની ઉંડાણ પૂર્વક સચોટ તપાસ થાય અને બાકીના આરોપીઓ પર ઝડપી કડક કાર્યવાહી ના હેતુથી કરવામાં આવી છે.

  • 31 Mar 2023 09:48 PM (IST)

    Gujarat News Live: કોરોનાથી ફફડાટ, ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે કોરોના રસીના 1 લાખ બુસ્ટર ડોઝની માંગ કરી

    ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસના સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે.  આ ઉપરાંત રાજ્ય સરકારે કોરોનાથી સાવચેતીના ભાગરૂપે કેન્દ્ર સરકાર પાસે એક લાખ બુસ્ટર ડોઝની માંગ કરી છે.ગુજરાતમાં કોરોના સંક્રમણમાં રોકેટ ગતિએ ઉછાળો થતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. માર્ચમાં શરૂઆતમાં ડબલ ડિઝિટ બાદ હવે અઠવાડિયાથી 300થી 400 કેસ સામે આવે છે..,, જેના પગલે આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ, ટ્રેકિંગ ટ્રીટમેન્ટ પર ભાર મૂક્યો છે.

  • 31 Mar 2023 09:09 PM (IST)

    Gujarat News Live: Rajkot: RMCના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સામે પોલીસ ફરિયાદ, લગ્નની લાલચ આપી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વિપુલ મકવાણાએ લગ્નની લાલચ આપીને એક મહિલા પોલીસ કોન્સટેબલ પર દુષ્કર્મ ગુજાર્યાની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાઈ છે. વર્ષ 2018માં ડિમોલેશન દરમિયાન બંન્ને મળ્યા હતા અને બાદમાં લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું, પરંતુ લગ્નની વાત આવી ત્યારે પરિવારજનો ના પાડી રહ્યા હોવાનું કહીને સબંધો તોડી નાખ્યા હતા. આ અંગે અંતે મહિલા પોલીસ કર્મીએ વિપુલ મકવાણા વિરુદ્ધ કલમ 379(2) એન, 323, 506 મુજબ ગુનો નોંધાવી હતી. જેના આધારે પોલીસે વિપુલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • 31 Mar 2023 08:56 PM (IST)

    Gujarat News Live: ગુજરાત ના નામને લઈ રવિ શાસ્ત્રીએ કરી દીધી મોટી ભૂલ, હાર્દિક પંડ્યા મોં ફેરવી હસવા લાગ્યો

    રવિ શાસ્ત્રી પ્રેન્ઝેટર ટોસ અંગેની ભૂમિકા દરમિયાન આ ભૂલ કરી હતી. ટોસ માટે હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોની હાજર હતા. આ દરમિયાન શાસ્ત્રીએ ટોસનો સિક્કો ઉછાળતા પહેલા ઔપચારિકતાના ભાગરુપે બંને ટીમોની ઓળખ નામ બોલીને કરી રહ્યો હતો એ વખતે ગુજરાતની ટીમનુ નામ બોલવામાં ભૂલ કરી હતી. શાસ્ત્રીએ વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટીમનુ નામ ભૂલમાં ખોટુ બોલી દીધુ હતુ. ગુજરાત ટાઈટન્સ ટીમના બદલે ગુજરાત જાયન્ટ્સ ટીમ તરીકે ઓળખ આપી દીધી હતી. હકીકતમાં ગુજરાત જાયન્ટ્સ ટીમ એ મહિલા પ્રીમિયર લીગની ટીમ છે. હવે જ્યારે શાસ્ત્રીએ ટીમનુ નામ ખોટુ બોલતા જ હાર્દિક પંડ્યા પોતાનુ હસવુ રોકી શક્યો નહોતો.તે બીજી તરફ મોં ફેરવીને હસવાને રોકવા પ્રયાસ કરી રહ્યો હતો.

  • 31 Mar 2023 08:43 PM (IST)

    Gujarat News Live: સામાન્ય ઘરના વ્યક્તિને GEBએ ફટકાર્યું લાખો રૂપિયાનું બિલ, પરિવાર સર્યો ચિંતામાં

    જીઇબી (ગુજરાત ઇલેક્ટ્રિક સિટી બોર્ડ) વધુ એક વાર તેના છબરડાને કારણે વિવાદનો ભોગ બની છે.  ઘટના એવી છે કે સુરતના અડાજણમાં રહેતા સામાન્ય ઘરના જીગ્નેશ કુંભાણીના ઘરનું લાઈટ બિલ 2.79 લાખનું વીજળીનું બિલ આવ્યું હતું.

    આટલો મોટો આંકડો જોઈને પરિવાર મૂકાયો ચિંતામાં

    આટલું મોટું અધધ બિલ આવતા જીગ્નેશ કુંભાણી તો ગભરાઈ ગયો હતો. જીગ્નેશ કુંભાણીનું બિલ 2 હજારથી 2500 રૂપિયા સુધીનું આવતું હતું અને અચાનક આટલો મોટો આંકડો જોઈને ઘરના સૌ લોકો પણ ચિંતામાં પડી ગયા હતા. લાખો રૂપિયામાં બિલ આવતા સામાન્ય પરિવાર ગભરાઈ ગયો હતો.

  • 31 Mar 2023 08:15 PM (IST)

    Gujarat News Live: પાકિસ્તાનના કરાચીમાં રાશન લેવા માટે નાસભાગ મચી, 12ના મોત

    પાકિસ્તાનના કરાચીમાં ફરી એકવાર ફ્રી રાશન લેવા માટે નાસભાગના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ નાસભાગમાં 12 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટના કરાચીના નૌરસ ચોકમાં આવેલી ફેક્ટરીની જણાવવામાં આવી રહી છે.

  • 31 Mar 2023 08:08 PM (IST)

    પશ્ચિમી મીડિયાનો મોટો ફેસ ‘TIME’ મેગઝીનની ખાલીસ્તાની મુદ્દે ટ્વીટર પર લોકોએ વગાડી દીધી બેન્ડ!

    થોડા દિવસ પહેલા પંજાબમાં ભારત સરકારે 27 મિલિયન લોકો માટે ઈન્ટરનેટ બંધ કરી દીધુ અને પંજાબમાં મુકત રીતે ફરવાના અધિકારને નકારી કાઢ્યો કારણ કે 30 વર્ષીય શીખ રાજકીય કાર્યકર અમૃતપાલ સિંહને પકડવો એ લોકોના માનવાધિકાર કરતાં વધુ મહત્વપૂર્ણ છે તેવો નિર્ણય ભારત સરકારે લીધો.

    ભાગેડુ અને પંજાબના યુવાનોને ગેરમાર્ગે દોરનાર અમૃતપાલ સિંહ હાલના દિવસોમાં નાસભાગ કરી રહ્યો છે. બાતમી મુજબ તે સતત પોતાનો દેખાવ બદલી રહ્યો છે અને પોતાનું સ્થાન પણ બદલી રહ્યો છે. તેની પોલ ખુલ્લી પડતાં જ સુરક્ષા એજન્સીઓ તેની પાછળ લાગેલી છે. ભારત એ લોકશાહી દેશ છે અને આવા દેશ વિરોધી તત્વો સામે કાયદાથી જ કામ લેવામાં આવે છે. દરેક દેશ પોતાના કાયદા મુજબ કામ કરે છે અને તે પ્રમાણે જ એક્શન લેવામાં આવે છે.

  • 31 Mar 2023 07:21 PM (IST)

    ગુજરાતમાં 109 IAS અધિકારીઓની સામૂહિક બદલી, CMO કાર્યાલયમાં મોટો ફેરફાર, જુઓ સમગ્ર યાદી

    રાજ્યમાં આજે 109 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે આ બદલીની યાદી પ્રમાણે આ યાદી પ્રમાણે મુકેશ પુરી ACS હોમ બન્યા છે. તો એક. કે. રાકેશને કૃષિના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે તો કમલ દાયાનીને વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે.

    CMO  કાર્યાલયમાં  મોટો ફેરફાર

    આ  બદલીઓમાં મોટો ફેરફાર સામે આવ્યો છે.  જેમાં CMO  કાર્યાલયમાં  મોટો ફેરફાર  જોવા મળ્યો છે. બદલીઓમાં CM ના OSD નૌમેશ દવેને બદલી કરીને સાબરકાંઠાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

  • 31 Mar 2023 06:51 PM (IST)

    ગુજરાતમાં કોરોનાના નવા 338 કેસ નોંધાયા, એકનું મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 2310એ પહોંચી

    ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 31 માર્ચના રોજ કોરોનાના નવા 338 કેસ નોંધાયા છે  અને એક વ્યક્તિનું અવસાન થયું છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 2310એ પહોંચ્યા છે.

  • 31 Mar 2023 06:11 PM (IST)

    ધોળકાના સરોડા ગામમાં કારમાંથી કાચ તોડી 40 લાખની ચોરી, બે બાઇક સવાર ફરાર

    અમદાવાદ જિલ્લાના ધોળકાના સરોડા ગામમાં કારમાંથી કાચ તોડી 40 લાખની ચોરી થઇ છે . જેમાં ચોરી કરી બે બાઇક સવાર ફરાર થયા છે.

  • 31 Mar 2023 05:07 PM (IST)

    ખેડૂતો માટે રાહતના સમાચાર, રાજ્યમાં 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નહીં

    રાજ્યમાં કમોસમી વરસાદથી ચિંતિત ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર. રાજ્યમાં 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં વાદળા દૂર થતા જ ફરી ગરમીનું જોર વધશે. શનિવારે તાપમાનમાં બે થઈ લઈને ચાર ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. તો અમદાવાદમાં તાપમાન 35 કે 36 ડિગ્રી રહી શકે છે.

    ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોનો ભારે નુકસાન થયુ છે. એક પછી એક કમોસમી વરસાદના રાઉન્ડ આવી ગયા છે. જેના કારણે રાજ્યમાં ખેડૂતોનો પાક બરબાદ થઇ ગયો છે. તો રવિ પાકોમાં બાજરી, ઘઉં, જુવાર, ડુંગળી અને કેરી જેવા અન્ય પાકમાં નુકસાનની શક્યતા છે. જો કે હવામાન વિભાગે આપેલી હાલની આગાહી પ્રમાણે હવે ખેડૂતોને રાહત રહેશે. ગુજરાતમાં આવતીકાથી કમોસમી વરસાદ વરસવાની શક્યતા નહીંવત છે.

  • 31 Mar 2023 04:42 PM (IST)

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટનાના ગાંધીનગર સુધી પડઘા પડ્યા, મોડી રાત સુધી ચાલ્યો બેઠકનો ધમધમાટ

    વડોદરામાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં અલગ અલગ બે સ્થળોએ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેમા ફતેપુરામાં બજરંગદળ દ્વારા નીકળેલી શોભાયાત્રામાં ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી ત્યારે કેટલાક તોફાની ઈસમોએ પથ્થરો ફેંક્યા હતા. ત્યારબાજ સાંજના સમયે ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયે પોલીસે પરિસ્થિતિ પર કાબુ કરવા અને ટોળાને ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. આ બંને ઘટનાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા છે.

  • 31 Mar 2023 04:20 PM (IST)

    દિલ્હીની એક અદાલતે લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપવાનો કર્યો ઇનકાર

    દિલ્હીની એક અદાલતે શુક્રવારે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને વર્ષ 2021-22 માટે આબકારી નીતિના અમલીકરણમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

  • 31 Mar 2023 04:07 PM (IST)

    જયેશ પટેલને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપતા લંડનની કોર્ટે શુ કહ્યું ?

    ભારતના ભાગેડુ અને વોન્ટેડ ગેંગસ્ટર જયેશ રાણપરીયાને હવે ભારત લાવવામાં આવશે. લંડનની કોર્ટે ગુરુવારે જયેશ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. રાણપરિયા 2018થી બ્રિટનમાં છુપાયેલો હતો, પરંતુ ઇન્ટરપોલે તેને 2021માં કસ્ટડીમાં લીધો હતો. અહેવાલ મુજબ, લંડનની એક કોર્ટે ગુરુવારે કેસની સુનાવણી બાદ પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે રાણપરિયા વિરુદ્ધ ગુજરાતમાં કેસ નોંધાયેલા છે, તેથી તેની કસ્ટડી ત્યાં જ જરૂરી છે. કોર્ટે આ મામલો આગળની પ્રક્રિયા માટે યુકે સરકારને મોકલી આપ્યો છે.

  • 31 Mar 2023 03:11 PM (IST)

    Gujarat News Live : PM મોદીની ડિગ્રીની જાણકારી RTI દ્વારા મેળવવાના મુદ્દે કેજરીવાલને હાઈકોર્ટે ફટકાર્યો 25000નો દંડ

    ગુજરાત હાઇકોર્ટે આજે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)ના 2016ના આદેશને ફગાવી દીધો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને "PM નરેન્દ્ર દામોદર મોદીના નામની ડિગ્રીઓ અંગેની માહિતી" આપવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને રૂ.25,000 નો દંડ પણ ફટકાર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ રકમ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

  • 31 Mar 2023 02:16 PM (IST)

    Gujarat News Live : વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

    વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ લક્ષ્મી સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગ કાબુ બહાર જતા, બાજુમાં આવેલ રહેણાંક ફ્લેટના કેટલાક ભાગ પણ આગની ઝપેટમાં આવ્યો હતો. નવાયાર્ડ વિસ્તારમાં આવેલ શ્રીનાથપુરમ રેસીડેન્સી ફ્લેટમાં આગના ધુમાડા પ્રસરી જતા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. મોટાભાગના ફ્લેટના રહીશોને ફ્લેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  • 31 Mar 2023 01:44 PM (IST)

    Gujarat News Live : ગુજરાતમાં કોરોનાના કેસ વધતા, સરકારની વધી ચિંતા, કેન્દ્ર સરકાર પાસે માગ્યા 1 લાખ બુસ્ટર ડોઝ

    ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધતા સરકારની ચિંતામાં વધારો થયો છે. નવા નોંધાતા કેસને લઈને આરોગ્ય વિભાગમાં બેઠકનો દોર શરૂ થયો છે. રાજ્ય સરકારે ટેસ્ટિંગ ટ્રેસિંગ પર ભાર મુક્યો છે. જાહેર સ્થળોમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા આગ્રહ રાખવા જણાવાશે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે 1 લાખ બુસ્ટર ડોઝની માંગ કરી છે. આગામી મહિનામાં રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં મોક ડ્રીલ યોજાશે. વિદેશથી આવનાર પ્રવાસીઓમાં ટેસ્ટિંગ ટ્રેસિંગ પર ભાર મુકાયો છે.

  • 31 Mar 2023 01:34 PM (IST)

    ગોધરામાં નિર્માણાધીન મકાનની માટી ધસી પડતા 3 શ્રમિકો દટાયા, એક શ્રમિકને બચાવી લેવાયો, જુઓ રેસ્ક્યૂનો Video

    પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નિર્માણાધિન મકાનમાં માટી ધસી પડતા કુલ 3 શ્રમિકો દબાયા હતા. ગોધરા શહેરના સૈયદવાડા વિસ્તારમાં પાયાના નિર્માણ માટે માટી ખોદતા શ્રમિકો દબાયા હતા. જો કે ત્રણ શ્રમિકો પૈકી એકને બચાવી લેવાયો છે. ઘટનાની જાણ થતાં પાલિકાના ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ હાથ ધરાયુ છે.

  • 31 Mar 2023 01:33 PM (IST)

    Ahmedabad: પશ્ચિમ રેલવે અમદાવાદ અને પટના વચ્ચે ગ્રીષ્મકાલીન સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવશે

    પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માગ અને સુવિધાનો વિચાર કરીને અમદાવાદ અને પટના વચ્ચે ખાસ ભાડા પર ગ્રીષ્મકાલીન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • 31 Mar 2023 01:31 PM (IST)

    ગોધરા SRP ગ્રુપ 5 ખાતે તાલીમાર્થીઓમાં ફૂડ પોઇઝનિંગ, રાત્રે ભોજન બાદ યુવાનોની તબિયત લથડી

    પંચમહાલમાં ગોધરા SRP ગ્રુપ 5 ખાતે તાલીમાર્થી યુવાનોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. ગઈકાલે રાત્રે રોજિંદા ક્રમ મુજબ ભોજન બાદ 18 યુવાનોને ઉલટી, ઉબકા અને માથું દુખવા સહિતની અસર થઈ હતી. યુવાનોની તબિયત લથડતા તેમને તાત્કાલીક ધોરણે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓ પણ હજી સારવાર હેઠળ છે. હાલમાં તમામ તાલીમાર્થી યુવાનોની તબિયત સુધારા પર છે.

  • 31 Mar 2023 01:28 PM (IST)

    દિલ્હીમાં કોરોના પર CMની બેઠક પૂરી, થોડીવારમાં PC

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કોરોના વાયરસના વધતા જતા કેસોને લઈને મંત્રીઓ અને અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકને લઈને મુખ્યમંત્રી કેજરીવાલ બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.

  • 31 Mar 2023 11:38 AM (IST)

    ગોધરામાં નિર્માણાધીન મકાનની માટી ધસી પડતા 3 શ્રમિકો દટાયા, એક શ્રમિકને બચાવી લેવાયો

    પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નિર્માણાધિન મકાનમાં માટી ધસી પડતા કુલ 3 શ્રમિકો દબાયા હતા. ગોધરા શહેરના સૈયદવાડા વિસ્તારમાં પાયાના નિર્માણ માટે માટી ખોદતા શ્રમિકો દબાયા હતા. જો કે ત્રણ શ્રમિકો પૈકી એકને બચાવી લેવાયો છે. ઘટનાની જાણ થતાં પાલિકાના ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ હાથ ધરાયુ છે.

  • 31 Mar 2023 11:07 AM (IST)

    દિલ્હીના શાસ્ત્રીય પાર્ક વિસ્તારમાં એક જ પરિવારના 6 લોકોના મોતની ઘટના, શ્વાસ રુંધાતા બની ઘટના

    દિલ્હીના શાસ્ત્રીય પાર્ક વિસ્તારમાં એક જ પરિવારના 6 લોકોના મોતની ઘટના, શ્વાસ રુંધાતા ઘટના બની હોવાનું કારણ સામે આવ્યુ છે. મચ્છર મારવા માટેની અગરબત્તી લગાડી હોવાને લઈ શ્વાસ રૂંધાઈ જતા મોતની ઘટના સામે આવી

  • 31 Mar 2023 10:40 AM (IST)

    ફરી કોરોનાના 3 હજારથી વધુ નવા કેસ, દેશમાં 15,208 સક્રિય કેસ

    દેશમાં કોરોના વાયરસ ફરી જોર પકડી રહ્યો છે. સતત બીજા દિવસે 3 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,095 નવા કેસ સામે આવ્યા છે, હવે દેશમાં 15,208 સક્રિય કેસ છે.

  • 31 Mar 2023 10:23 AM (IST)

    Gujarat News Live: Gujarat News Live: વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર, ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે RTPCR ફરજીયાત

    વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે મુજબ આ દેશોમાંથી આવનારા પ્રવાસીઓ માટે નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. આ દેશના મુસાફરો એ એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગ અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખીને આ અંગે જાણ કરવામાં આવી છે.

  • 31 Mar 2023 09:57 AM (IST)

    Gujarat News Live: વલસાડમા અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મ નો પ્રયાસ, બચાવવા વચ્ચે પડેલા યુવકની પણ હત્યા

    વલસાડમાં એક સનસનાટી મચાવનારી ઘટના સામે આવી છે કે જેમાં અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા જતાં યુવકે જીવ ખોયો હોવાનું સામે આવ્યુ છે.કપરાડા તાલુકાના એક ગામની ઘટના છે કે જ્યાં અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હતો જે સમયે નરાધમ હવસખોરે યુવતી ને બચાવવા પડેલ યુવકની હત્યા કરી નાખી હતી. બચાવવા વચ્ચે પડેલા યુવકના ગુપ્તાંગ પર લાતો મારીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી લીધી હતી

  • 31 Mar 2023 09:23 AM (IST)

    લખનઉ જઈ રહેલા BJP MLAનો અકસ્માત, વાહનમાં સવાર 6 થી વધુ લોકોને ગંભીર ઈજા

    બહરાઈચથી લખનૌ જઈ રહેલા ભાજપના ધારાસભ્યના પરિવારજનોની કારને અકસ્માત નડ્યો હતો. વાહનમાં સવાર 6 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ભાજપના નેતા અવધેશ સિંહની હાલત પણ નાજુક હોવાનું કહેવાય છે. તેને ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. તમામ ઘાયલોને સારવાર માટે મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના કૈસરગંજ વિસ્તારના કુંડાસર પાસે બની હતી.

  • 31 Mar 2023 09:01 AM (IST)

    Gujarat News Live: જામનગરના કુખ્યાત અને ભૂમાફિયા જયેશ પટેલને લંડનથી ગુજરાત પરત લવાશે, 40થી વધુ ફરિયાદ નોંધાઈ ચુકી છે

    જામનગરના કુખ્યાત અને ભૂમાફિયા જયેશ પટેલને લંડનથી ગુજરાત પરત લાવામાં આવેશે. લંડનની કોર્ટે જયેશ પટેલના પ્રત્યાપર્ણની મંજૂરી આપી દીધી છે. જેને લઇ જયેશ પટેલને ભારત પરત લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લંડનમાં જયેશ પટેલની ધરપકડ બાદ ભારત પરત લાવવા લંડનની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. દ્વારકા અને જામનગરના SP લંડન કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહ્યાં હતા. મહત્વનું છે કે જયેશ પટેલ વકીલ કિરીટ જોશીની હત્યાનો મુખ્ય આરોપી છે. સૌથી પહેલા વિશાલ માડમ સાથે ભૂમાફિયાગીરી શરૂ કરી હતી.

  • 31 Mar 2023 09:00 AM (IST)

    કાનપુરના કાપડ માર્કેટમાં લાગી આગ, 500થી વધુ દુકાનો બળીને ખાખ

    કાનપુરના બાંસમંડી વિસ્તારમાં આવેલા કાપડ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 50થી વધુ ગાડીઓ, કર્મચારીઓ આગ ઓલવવાના કામે લાગેલી છે. આ આગ ગઈકાલ ગુરુવારે રાત્રે લગભગ 12 વાગે લાગી હતી. આગની ઘટના અંગે માહિતી મળતાં જ, કાનપુર ફાયર બ્રિગેડની ગાડીઓ કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે કામે લાગી ગયા છે. પરંતુ પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈને ઉન્નાવ અને લખનૌના અન્ય જિલ્લાઓમાંથી પણ ફાયર બ્રિગેડના વાહનોને બોલાવવા પડ્યા હતા. હાલમાં 500થી વધુ દુકાનો બળીને ખાક થઈ ગઈ છે અને હજુ સુધી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. પ્રાથમિક તારણ અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.

  • 31 Mar 2023 08:53 AM (IST)

    મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર હિંસા કેસમાં 7ની ધરપકડ

    મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં થયેલા હંગામાના સંબંધમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 500 લોકો સામે કેસ નોંધ્યો છે. અન્ય આરોપીઓની ધરપકડ ચાલુ છે. 30 માર્ચની વહેલી સવારે બંને જૂથો વચ્ચે જોરદાર હંગામો થયો હતો.

  • 31 Mar 2023 07:45 AM (IST)

    ઈન્દોરમાં હવન કરતી વખતે મંદિરની વાવની છત ધસી પડી, 35ના મોત

    ગુરુવારે, મધ્યપ્રદેશના ઇન્દોરમાં જુની પોલીસ સ્ટેશન વિસ્તારના બીલેશ્વર મંદિરમાં મંદિરની વાવ પરની છત અચાનક ધસી પડવાથી 35 લોકોના મોત થયા હતા. હાલ પોલીસ અને SDIRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અને વહીવટી અધિકારીઓની દેખરેખ હેઠળ ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

  • 31 Mar 2023 07:37 AM (IST)

    Gujarat News Live: અમદાવાદમાં પોસ્ટર લગાડવા મુદ્દે આપ પાર્ટીના કાર્યકરો વિરૂદ્ધ 6 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ

    અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોસ્ટર લગાડવા મામલે એરપોર્ટ, ઇસનપુર, વટવા, નારોલ, મણિનગર, વાડજ પોલીસ મથકમાં  ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોસ્ટર પ્રિન્ટિંગ કરવામાં આવ્યા તે પ્રિન્ટિંગ પ્રેસના માલીક વિરૂદ્ધ પણ નોંધાઈ ફરિયાદ. પૂર્વ આયોજિત કાવતરૂ રચી જાહેર મિલકતોને નુકશાન પહોચાડવા સહિતની કલમો લગાડવામાં આવી છે. મળતી માહિતિ પ્રમાણે આપ પાર્ટીના પાંચ જેટલા કાર્યકર વિરૂદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  • 31 Mar 2023 07:08 AM (IST)

    સમગ્ર ઉત્તર ભારતમાં હવામાને પલટો લીધો, 17 ફ્લાઈટ્સ ડાયવર્ટ, IMD એલર્ટ

    દિલ્હી NCR સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. ગુરુવારે સાંજે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. આ સાથે ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે 17 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાંથી 8ને લખનૌ, 8ને જયપુર અને એકને દેહરાદૂન તરફ વાળવામાં આવી છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે રસ્તાઓ જામ થઈ ગયા હતા.

  • 31 Mar 2023 07:07 AM (IST)

    રામનવમી પર બંગાળ, મહારાષ્ટ્ર-ગુજરાતમાં પણ હિંસા ભડકી, પોલીસ એક્શનમાં

    ગુરુવારે રામનવમી પર ઠેર ઠેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી હતી. દરમિયાન, યુપીના લખનૌ, ઝારખંડના ધનબાદ, ગુજરાતના વડોદરા અને બંગાળના હાવડામાં બદમાશોએ પથ્થરમારો કર્યો અને સરઘસોમાં આગ લગાવી. તે જ સમયે પોલીસે હિંસા પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

  • 31 Mar 2023 07:06 AM (IST)

    પંજાબઃ અમૃતપાલ સિંહનો નવો વીડિયો સામે આવ્યો, કહ્યું- હું ભાગેડુ નથી

    ભાગેડુ અમૃતપાલ સિંહે વધુ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેણે દાવો કર્યો છે કે તે જલ્દી જ બધાની સામે આવશે. તેણે કહ્યું કે તે ભાગેડુ નથી. ખાલિસ્તાની નેતાએ નવા વીડિયોમાં પોતાનું વલણ દર્શાવ્યું છે. તેણે કહ્યું છે કે જો કોઈ એવું વિચારે છે કે હું ભાગેડુ બની ગયો છું તો તેણે આ વાત પોતાના મગજમાંથી કાઢી નાખવી જોઈએ.

  • 31 Mar 2023 07:05 AM (IST)

    રામ નવમી પર ઈન્દોરમાં 34ના મોત, બંગાળ સહિત અનેક રાજ્યોમાં હિંસા

    મધ્યપ્રદેશના ઈન્દોરમાં જુની પોલીસ સ્ટેશન વિસ્તારના બેલેશ્વર મંદિરમાં ગુરુવારે મંદિરના પગથિયાં પરની છત અચાનક પડી જવાથી 34 લોકોના મોત થયા છે. હાલ પોલીસ અને SDIRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અને વહીવટી અધિકારીઓની દેખરેખ હેઠળ ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

  • 31 Mar 2023 06:55 AM (IST)

    Gujarat News Live: વડોદરામાં વધારાની પોલીસ ફોર્સ મોકલવામાં આવી,14થી વધુ લોકોની અટકાયત

    વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ઘર્ષણ બાદ મામલો થાળે પડી ગયો છે.ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે રામજીના યાત્રા દરમિયાન ઘર્ષણ થયું હતું.રામનવમી નિમત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી ત્યારે બોલાચાલી થઈ હતી. જો કે, તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો, અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.એક તરફ રમઝાન ચાલી રહ્યા છે.

    બીજી તરફ રામનવમીની શોભાયાત્રા થવાની ત્યારે પુરતો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.જેથી ઘર્ષણ વખતે જ પોલીસે મોરચો સંભાળી લીધો.ગણતરીની મિનિટોમાં જ તોફાની ટોળાઓને વિખેરી દેવાયા હતા.પોલીસે પણ લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરવા અપીલ કરી છે

  • 31 Mar 2023 06:54 AM (IST)

    Gujarat News Live: વડોદરામાં પથ્થરમારાની ઘટનામાં કડક કાર્યવાહીના ગૃહપ્રધાનના સંકેત, કહ્યુ પથ્થરબાજો ભવિષ્યમાં પથ્થર સામે પણ નહીં જુએ

    વડોદરામાં રામનવમીને લઈ નીકળેલી શોભાયાત્રામાં પથ્થર મારવાની ઘટના બની હતી. જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્તરે દોડી આવીને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતેથી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વડોદરાના વડોદરાના પોલીસ કમિશનર રાજ્યના ડીજીપી વિડિયો કોન્ફરન્સથી જ્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર બેઠકમાં જોડાયા હતા. જ્યાં હર્ષ સંઘવી એ કહ્યું કે રામનવમીની શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે નહીં તેવા કડક પગલાં ભરવામાં આવશે.

Published On - Mar 31,2023 6:52 AM

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">