AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Vadodara: રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં 23 લોકો સામે નોંધાયો ગુનો

Vadodara: વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટના સંદર્ભે 23 લોકો સામે સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમા 20 લોકો સામે નાગજોગ ગુનો નોંધાયો છે.

Breaking News: Vadodara: રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં 23 લોકો સામે નોંધાયો ગુનો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 3:17 PM
Share

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટના સંદર્ભે 23 લોકો સામે સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમા 20 આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદી બની પથ્થરમારો અને તોડફોડ કરનારા ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ઘર્ષણ બાદ મામલો થાળે પડી ગયો છે.ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે રામજીના યાત્રા દરમિયાન ઘર્ષણ થયું હતું.રામનવમી નિમત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી ત્યારે બોલાચાલી થઈ હતી. જો કે, તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો, અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.એક તરફ રમઝાન ચાલી રહ્યા છે.

બીજી તરફ રામનવમીની શોભાયાત્રા થવાની ત્યારે પુરતો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. જેથી ઘર્ષણ વખતે જ પોલીસે મોરચો સંભાળી લીધો.ગણતરીની મિનિટોમાં જ તોફાની ટોળાઓને વિખેરી દેવાયા હતા.પોલીસે પણ લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરવા અપીલ કરી છે.

વડોદરામાં રામ નવમીની વધુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જેમાં ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે  ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો.

જો કે ઘટનાને પગલે તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે. તેમજ સ્થિતી પર કડક હાથે કાબુ લેવા સુચના આપવામાં આવી છે. પથ્થરમારો કરનારાઓ સામે કડક પગલા ભરવા આદેશ કર્યો છે.વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ શહેરમાં વધુ પોલીસ કાફલો ભરૂચ અને ખેડાથી પોલીસ બોલાવાયો  છે.

આ પણ વાંચો: Gujarati Video : વડોદરામાં પથ્થરમારા બાદ પોલીસનું કોમ્બિંગ, 15 લોકોની અટકાયત, જુઓ Video

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારા બાદ બીજા દિવસે  શાંતિ જણાઈ છે. બજારોમાં દુકાનો પણ રાબેતા મુજબ ખુલી છે.

ઈનપુટ ક્રેડિટ- યુનુસ ગાઝી- વડોદરા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">