Breaking News : ગોંડલના ગુંદાળા રોડ પર બંગડીના સ્ક્રેપના કારખાનામાં લાગી ભીષણ આગ, રાજકોટથી પણ બોલાવામાં આવ્યુ ફાયર બ્રિગેડ
ગુંદાડા રોડ પર આવેલુ ભગવતી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં આગ લાગી છે. જેની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલીક ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પોંહચી હતી.
ગોંડલના ગુંદાળા રોડ પર બંગડીના સ્ક્રેપના કારખાનામાં ભયંકર આગ લાગી છે. ગુંદાડા રોડ પર આવેલુ ભગવતી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં આગ લાગી છે. જેની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલીક ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પોંહચી હતી. અને આગને કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
પરંતુ આગ બેકાબૂ બનતા રાજકોટ ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. ભીષણ આગ લાગવાથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. પરંતુ હજી આગ લાગવાનું કારણ અકબંધ છે.સદનશીબે હજુસુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
રાજ્યમાં બનેલી અન્ય આગની ઘટના
ગઈ કાલે સવારે ભરૂચ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોધામ મચી હતી. પ્લાસ્ટિકના વેરહાઉસમાં લાગેલી આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતીકે જ્વાળાઓ અને ધુમાડા બે થી ત્રણ કિમિ દૂરના અંતરેથી પણ સ્પષ્ટ નજરે પડતા હતા.
ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઈટર બે ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. પ્લાસ્ટિક એ પેટ્રોકેમ મટીરીયલ હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવવો પડકાર સમાન બન્યો હતો. સદનશીબે હજુસુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
આ અગાઉ સુરતના પલસાણામાં તુલસી પેપર મિલના વેસ્ટ ગોડાઉનના ભીષણ આગ લાગી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા સ્થળ પર પહોંચી હતી. પેપર વેસ્ટ અને ખુલ્લી હવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેમાં સંપૂર્ણ ગોડાઉનમાં આગ ન ફેલાય તે માટે બારડોલી ફાયર ટિમ દ્વારા રેસ્ક્યુ હાથ ધર્યું હતુ.
આગ ને કાબુ મેળવા માટે એક કલાકથી ભારે મહેનત ફાયર વિભાગ કરી રહ્યું હોવા છતાં આગ કાબુમાં આવી ન હતી. જયારે બારડોલી અને PEPLની ફાયરની ટિમના 5 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પોંહચી હતી. તેમજ હાલ જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા ન હતા.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Latest News Updates





