Breaking News : વડોદરામાં રામનવમીની યાત્રા પર થયેલ પથ્થરમારો અને ઘર્ષણ મામલે SITની રચના

વડોદરામાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં અલગ અલગ બે સ્થળોએ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેમા ફતેપુરામાં બજરંગદળ દ્વારા નીકળેલી શોભાયાત્રામાં ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી ત્યારે કેટલાક તોફાની ઈસમોએ પથ્થરો ફેંક્યા હતા.

Breaking News : વડોદરામાં રામનવમીની યાત્રા પર થયેલ પથ્થરમારો અને ઘર્ષણ મામલે SITની રચના
Vadodara Police SIT
Follow Us:
| Updated on: Mar 31, 2023 | 10:55 PM

ગુજરાતના વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.ત્યારે હવે સમગ્ર ઘટનાની તપાસ માટે પોલીસ કમિશનર શમશેરસિંહની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.પોલીસ કમિશનર, DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરી છે.જેમાં ACP ક્રાઇમ, ACP G ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને સીટી પોલીસ મથકના પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે…એસઆઇટીની રચના ઘટનાની ઉંડાણ પૂર્વક સચોટ તપાસ થાય અને બાકીના આરોપી પર ઝડપી કડક કાર્યવાહીના હેતુથી કરાઇ છે.મહત્વનું છે કે શોભાયાત્રામાં અલગ અલગ બે સ્થળે પથ્થરમારાની ઘટના સામે આવી હતી.

જેમા ફતેપુરામાં બજરંગદળની શોભાયાત્રામાં કેટલાક તોફાની ઈસમોએ પથ્થરો ફેંક્યા હતા.ત્યાર બાદ સાંજના સમયે કુંભારવાડામાં શોભાયાત્રા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.આ સમયે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા લાઠીચાર્જ કર્યો હતો.આ બંને ઘટનાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા હતા અને ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મોડી રાત સુધી બેઠકોનો દૌર ચાલ્યો હતો.  આ સમગ્ર ઘટનાનો 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા માટે ગૃહ વિભાગને આદેશ કરાયો છે.

બંને ઘટનાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા

વડોદરામાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં અલગ અલગ બે સ્થળોએ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેમા ફતેપુરામાં બજરંગદળ દ્વારા નીકળેલી શોભાયાત્રામાં ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી ત્યારે કેટલાક તોફાની ઈસમોએ પથ્થરો ફેંક્યા હતા. ત્યારબાજ સાંજના સમયે ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયે પોલીસે પરિસ્થિતિ પર કાબુ કરવા અને ટોળાને ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. આ બંને ઘટનાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

24 કલાકમાં ઘટનાનો અહેવાલ રજૂ કરવા ગૃહ વિભાગને આદેશ

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મોડી રાત સુધી બેઠકોનો દૌર ચાલ્યો હતો. સમગ્ર ઘટનાનો 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા માટે ગૃહ વિભાગને આદેશ કરાયો છે અને જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલા લેવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશનર સાથે વાત કરી હતી અને સ્થિતિને કડક હાથે કાબુમાં લેવા સૂચના આપી હતી. પથ્થરમારો કરનારા ઈસમો સામે કડક હાથે પગલા લેવા પણ આદેશ કર્યો હતો.

આ પણ વાંચો : Breaking News: ગુજરાતમાં કોરોનાના નવા 338 કેસ નોંધાયા, એકનું મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 2310એ પહોંચી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">