AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amritpal Singh Audio: ભાગેડું અમૃતપાલ સિંહે વીડિયો કલીપ બાદ આ ઓડિયો જાહેર કરીને કર્યો આવો દાવો

Amritpal Singh Audio: વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહને પકડવા માટે પંજાબ પોલીસનું સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. આ પહેલા બુધવારે અમૃતપાલ સિંહે એક વીડિયો જાહેર કર્યો હતો. ઓડિયોમાં અમૃતપાલે કહ્યું, મારો વીડિયો પોલીસે નથી બનાવ્યો, મારા પર વિશ્વાસ કરો.

Amritpal Singh Audio: ભાગેડું અમૃતપાલ સિંહે વીડિયો કલીપ બાદ આ ઓડિયો જાહેર કરીને કર્યો આવો દાવો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 6:59 PM
Share

Amritpal Singh Audio: ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે. પોલીસ તેને સતત શોધી રહી છે. દરમિયાન, અમૃતપાલ સિંહે ગુરુવારે (30 માર્ચ) પોતાનો એક ઓડિયો રિલીઝ કર્યો છે. આ પહેલા બુધવારે અમૃતપાલ સિંહે પણ એક વીડિયો જાહેર કર્યો હતો. ઓડિયોમાં અમૃતપાલે કહ્યું, “મારો વીડિયો પોલીસે નથી બનાવ્યો, મારા પર વિશ્વાસ કરો. ઘણા લોકો આવી વાત કરી રહ્યા છે. ફોન સારો ન હોવાને કારણે અને ઓડિયોની ગુણવત્તા યોગ્ય ન હોવાને કારણે મૂંઝવણ ઊભી થઈ છે.” રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ખાલિસ્તાની સમર્થકે વધુમાં કહ્યું, “કેટલાક લોકો મારા વિડિયો નિવેદન અંગે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેં ધરપકડ માટે શરતો મૂકી છે. આ બધું જુઠ્ઠું છે. આવી કોઈ શરત મૂકવામાં આવી નથી. મારી તબિયત થોડી નાદુરસ્ત છે. એક સમયે ખાવાના કારણે થોડી નબળાઈ ચોક્કસ આવે છે, પરંતુ આ વીડિયો કોઈ મજબૂરી કે પોલીસના દબાણમાં નથી બનાવાયો.”

અમૃતપાલનો વીડિયો એક દિવસ પહેલા સામે આવ્યો હતો

અમૃતપાલ ઓડિયો મેસેજમાં વારંવાર સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને સંગતને પોતાનો સંદેશ મોકલવાની વાત કરી રહ્યો છે. આ પહેલા બુધવારે અમૃતપાલ સિંહનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેમને શીખ સમુદાય સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બૈસાખી પર ‘સરબત ખાલસા’નું આયોજન કરવાની હાકલ કરતા સાંભળવામાં આવ્યા હતા.

આ દાવો વીડિયોમાં કરવામાં આવ્યો છે

ભાગેડુ અમૃતપાલ વીડિયોમાં કહેતો સંભળાયો છે કે જો પંજાબ સરકાર તેની ધરપકડ કરવા માંગતી હોત તો તેઓ તેના ઘરે આવ્યા હોત અને તેણે આત્મસમર્પણ કર્યું હોત. તેણે દાવો કર્યો કે તેની સામે પોલીસની કાર્યવાહી શીખ સમુદાય પર હુમલો છે.

આ પણ વાચો: Karnataka Election Breaking News: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરતુ ચૂંટણી પંચ, 10 મે ના રોજ ચૂંટણી ,પરિણામ 13 મે ના રોજ

અમૃતપાલ સિંહ 18 માર્ચથી ફરાર છે

તમને જણાવી દઈએ કે 18 માર્ચે પંજાબ પોલીસે અમૃતપાલ અને તેના સંગઠન વારિસ પંજાબ દેના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે અમૃતપાલના ઘણા સહયોગીઓની ધરપકડ કરી હતી, જોકે તે ફરાર હતો. ત્યારથી, તેના ઘણા વીડિયો અને ચિત્રો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં તેને એકલા અને તેના સહયોગીઓ સાથે જુદા જુદા વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યા છે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">