Gujarati Video : રાજ્યમાં વીજ ચેકિંગ મેગા ડ્રાઈવમાં 404 કેસો કરાયા, કુલ 272.74 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો
ગુજરાતમાં વીજ ચોરી કરનારા પર પોલીસ વિભાગ અને જીઇબી દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દાહોદ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને પાલનપુરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 1 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાયેલા વીજ ચેકિંગ મેગા ડ્રાઈવમાં કુલ 404 કેસો કરવામાં આવ્યા છે
ગુજરાતમાં વીજ ચોરી કરનારા પર પોલીસ વિભાગ અને જીઇબી દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દાહોદ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને પાલનપુરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 1 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાયેલા વીજ ચેકિંગ મેગા ડ્રાઈવમાં કુલ 404 કેસો કરવામાં આવ્યા છે. આ દરમ્યાન કુલ ક 2,195 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી છે. તેમજ કુલ 272.74 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જેમાં જીઇબીની કુલ 157 ટીમો કામે લાગી હતી.
જેમાં ઝડપાયેલી ગેરરીતિના પ્રકારમાં ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ, વગર મીટરે પાવર વપરાશ, રિસેલિંગ પાવર, લોડ વધારો, સિલ ટેમ્પર વગેરે જોવા મળ્યા હતા.

લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા

પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો

દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો

કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
