Gujarati video: જામનગરમાં આખલાઓએ ધીંગાણું કરતા વાહનોને પહોંચાડયું નુકસાન, જુઓ વાયરલ Video

જામનગર શહેરના મુખ્ય માર્ગ પર રખડતા ઢોરનો આંતક યથાવત રહ્યો છે. ગુરુદ્વારા ચોકડી પાસે બે આખલા બાખડ્યા હતા. આખલાઓએ  બાખડતા બાખડતા  ત્રણ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આખલાઓને  બાખડતા  બાખડતા 20 મિનિટ સુધી ટ્રાફિકજામ થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 11:52 PM

ગામ હોય કે શેરી કે પછી મહાનગરોના રસ્તા ગુજરાતમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી ગયો છે અને હવો તો આ આખલાઓ રસ્તા મૂકીને દરિયામાં પણ પહોંચી ગયા છે રખડતા આખલાઓ સામાન્ય નાગરિકથી માંડીને રાજનેતાઓને પોતાની હડફેટે લઈ ચૂકયા છે.હવે  જામનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર આખલા ધીંગાણે ચઢેલા જોવા મળ્યા હતા. જામનગર શહેરના મુખ્ય માર્ગ પર રખડતા ઢોરનો આંતક યથાવત રહ્યો છે. ગુરુદ્વારા ચોકડી પાસે બે આખલા બાખડ્યા હતા. આખલાઓએ  બાખડતા બાખડતા  ત્રણ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આખલાઓને  બાખડતા  બાખડતા 20 મિનિટ સુધી ટ્રાફિકજામ થયો હતો.

 

JAMNAGAR AAAKHLA. jpg

આખલાના કારણે રાજયમાં અનેક  લોકો ઇજાનો ભોગ બન્યા છે. તેમજ કેટલાક લોકોતો આખલા કે ગાયના હુમલાને કારણે મોતને પણ ભેટ્યા છે.

ગુજરાતમાં તો ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ વરતાય છે ગામ, શેરી કે પછી દુકાનો હવે દરેક જગ્યાએ રખડતાં ઢોરોએ માઝા મૂકી છે અને રખડતા ઢોરનો ત્રાસ ત્યાં સુધી વધ્યો છે કે તેણે રાજકીય નેતાઓને પણ પોતાની હડફેટે લેવાનું મૂક્યું નતી. ગુજરાતમાં ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલેને પણ  ભૂતકાળમાં રખડતા ઢોરે નીચે પાડી દીધા હતા તો અન્ય એક ઘટનામાં ગુજરાતની ચૂંટણીના સમયે નેતાની ચાલુ સભામાં રખડતા ઢોર ઘૂસી આવતા રાજકીય સભામાં અફરાતફરી મચી ગઈ હતી.

આ પણ વાંચો  Viral video: હવે રસ્તો મૂકીને રખડતા ઢોર પહોંચ્યા દરીયાકાંઠે, જુઓ દરીયાની વચ્ચોવચ્ચ જામેલા આખલા યુદ્ધનો વાયરલ Video

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">