Breaking News: પંચમહાલમાં શહેરા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે. બી. સોલંકીનો કલેક્ટર કચેરીમાં શરીર પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પંચાયતના વિરોધ પક્ષના નેતા જે. બી. સોલંકીએ કલેક્ટર કચેરીમાં શરીર ઉપર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આમ કરવા પાછળની ઘટના એવી હતી કે શહેરા તાલુકાના વલ્લવ પૂર ગામના સરકારી તળાવને પૂરવાનો ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવતા કરી હતી અનેક રજૂઆતો થઈ હતી.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પંચાયતના વિરોધ પક્ષના નેતા જે. બી. સોલંકીએ કલેક્ટર કચેરીમાં શરીર ઉપર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આમ કરવા પાછળની ઘટના એવી હતી કે શહેરા તાલુકાના વલ્લવ પૂર ગામના સરકારી તળાવ ને પૂરવાનો ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવતા કરી હતી અનેક રજૂઆતો થઈ હતી. સરકારી તળાવ પૂરી દેવાના ગ્રામપંચાયતના ઠરાવ ને રદ્દ કરવા માટે અનેક રજૂઆતો બાદ કોઈ કાર્યવાહી ન થતાં જે.બી. સોંલકીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સાથે જ આ ઘટનામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિવિધ સરકારી કામમાં ગેરરીતિ થયાની રજૂઆત કલેકટરે સાંભળી નથી.
આપઘાતના પ્રયાસની ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવ્યો હતો. તેમજ જિલ્લા કલેકટર સહિત સરકારી વિભાગ રજૂઆત ન સાંભળતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું જે.બી. સોલંકીએ જણાવ્યું હતું.
વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વડોદરામાં બિલ્ડર દ્વારા ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાની કોશિસ કરવામાં કરવામાં આવી છે. બિલ્ડર જયેશ પારેખને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે. 3 કરોડ જેટલું દેવું થઈ જતા આર્થિક સંકળામણ ઉભી થઇ જતા આ પગલુ ભર્યુ હતુ.
વ્યાજખોરોની ધાકધમકીથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ
મળતી માહિતી પ્રમાણે બિલ્ડર જયેશ પારેખે ગોત્રીમાં સ્થિત પોતાની ઓફિસમાં 30 થી વધુ ઊંઘની ગોળીઓ ખાઇ લીધી હતી. વ્યાજખોરોની ધાકધમકીથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. લક્ષ્મણ ભરવાડ, રમેશ પ્રજાપતિ નામના શખ્સો દ્વારા ધાકધમકી આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે.
પરિવારજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપ
બિલ્ડર જયેશ પારેખ જમીન માલિક અને વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યા કરવા મજબૂત થયા હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. બિલ્ડરના માથે 3 કરોડ જેટલું દેવું થઈ જતા આર્થિક સંકળામણ ઉભી થઇ હતી. વ્યાજખોર લક્ષ્મણ ભરવાડને બે કરોડથી વધુ રકમ ચૂકવી હોવા છતાં ત્રાસ આપતો હતો.
વ્યાજખોરો વારંવાર ધાક ધમકી આપતા હોવાનો આક્ષેપ
જમીન મલિક રમેશ પ્રજાપતિ બાંધકામ ચાલુ હોવા છતાં સાઈટ લોક કરી દઈ બાનાખત થવા દેતા નહીં હોવાનો આક્ષેપ પણ બિલ્ડરના પરિવારજનોએ લગાવ્યો છે. રૂપિયા ઉઘરાવવા માટે અચાનક આવતા હોવાનો ,ઓફીસ અને ઘરે આવી અચાનક આવી ધાકધમકી આપતા હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.