Unseasonal Rain: પંચમહાલના કાલોલમાં અચાનક વાતાવરણમાં પલટા બાદ વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોમાં ભારે ચિંતા

ગઈ કાલે રાત્રે ગીર સોમનાથમાં ગીરગઢડામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. જેમાં ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.

Unseasonal Rain: પંચમહાલના કાલોલમાં અચાનક વાતાવરણમાં પલટા બાદ વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોમાં ભારે ચિંતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 7:52 AM

પંચમહાલના કાલોલમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ માવઠુ થયુ હતું. કમોસમી વરસાદને લીધે ખેડૂતોમાં ચિંતા વધી છે. ઘઉં, દિવેલા જેવા પાકને નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈ કે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.

ગઈ કાલે રાત્રે ગીર સોમનાથમાં ગીરગઢડામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. જેમાં ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. જેમાં કેસર કેરી, ઘઉં, તલ, બાજરા સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarat weather News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ધરતીપુત્રોની ચિંતામાં થયો વધારો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

16થી 19 માર્ચ દરમિયાન વરસાદની તૈયારી, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ફરી એકવાર 16થી 19 માર્ચ દરમિયાન વરસાદની તૈયારી રાખજો. સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કરા સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતી કાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી સિસ્ટમ ઓછી થશે. જો કે કેટલાક વિસ્તારમાં વરસાદ રહી શકે છે. સાથે જ 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફુંકાશે.

સુરેન્દ્રનગરના લીંબડીમાં કરા સાથે વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગરના લીંબડીમાં કરા સાથે વરસાદ પડ્યો છે. લીંબડી શહેર તેમજ ચુડામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનથી ખેડૂતોને ભારે નુકસાન થયુ છે. કમોસમી વરસાદથી ઘઉં, જીરું, ચણા, રાયડા સહિતના પાકોમાં ભારે નુકસાન થયુ છે. આ સાથે ભારે પવન ફૂંકાતા વરિયાળીના પાકમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

આગામી 5 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી હવામાને વિભાગે કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડી શકે છે. તો બીજી તરફ ભરૂચ, સુરત, નવસારી, તાપી, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">