ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેઇક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરતા PM MODI

PMએ જણાવ્યું કે, દાહોદ મેઇક ઇન ઇન્ડિયાનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. ગુલામીકાળ ખંડના લોકોમેટિવ સ્ટીમ એન્જીનના કારખાનાને હવે રૂ. 20 હજાર કરોડના ખર્ચથી આધુનિક બનાવવામાં આવી રહ્યું છે.

ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેઇક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરતા PM MODI
PM Modi's call to make tribal areas of Gujarat the focal point of Make in India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 7:56 PM

Dahod: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) ગુજરાતના આદિવાસી વિસ્તારોને(Tribal areas) મેઇક ઇન ઇન્ડિયાનું (Make in India)કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અંબાજીથી ઉમરગામ સુધીના ગુજરાતના આદિવાસી બેલ્ટમાં પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, સિંચાઇ જેવી પ્રાથમિક સુવિધાઓથી સંપન્ન બનાવ્યા બાદ હવે આ વિસ્તારને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવી રહ્યો છે. દાહોદ જેવા વિસ્તારમાં રૂ. 20 હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દાહોદ મેઇક ઇન ઇન્ડિયાનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. ગુલામીકાળ ખંડના લોકોમેટિવ સ્ટીમ એન્જીનના કારખાનાને હવે રૂ. 20 હજાર કરોડના ખર્ચથી આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. અહીં 9 હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રીક લોકોમેટિવ રેલ્વે એન્જીન બનાવવામાં આવશે. જે મેઇક ઇન ઇન્ડિયાને ગતિ આપવાની સાથે દુનિયાના દેશોની ઇલેક્ટ્રીક રેલ્વે એન્જીનની માંગ પૂરી કરવામાં દાહોદ મહત્વની ભૂમિકા અદા કરશે.

વડાપ્રધાન મોદીએ આજે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે યોજાયેલ વિશાળ આદિજાતિ મહાસંમેલનમાં દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને રૂ. 1809.79 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાને પંચમહાલ જિલ્લામાં જન સુખાકારી અને જન સુવિધાના રૂ. 159.71 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રેલ્વે દ્વારા દાહોદ વર્કશોપમાં અંદાજે રૂ.20 હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર નવ હજાર હોર્સ પાવરના ઈલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કર્યો હતો. મેઇક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરતા આ પ્રોજેક્ટ થકી દાહોદ અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો નોકરીની તકો ઉભી થશે. વડાપ્રધાને દાહોદ જિલ્લામાં કુલ રૂ. 21969.50 કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું.

તેમણે ઉમેર્યું કે, ભારત વિશ્વના ચુનંદા દેશો પૈકીનો એક દેશ છે કે જે 9 હજાર હોર્સ પાવરના લોકોમેટિવ રેલ્વે એન્જીન બનાવે છે. દાહોદમાં આ આધુનિક રેલ્વે એન્જીન બનાવવાનું શરૂ થતાં આસપાસના વિસ્તારોમાં આર્થિક ગતિવિધિમાં વધારો થવાની સાથે આ મૂડી રોકાણથી હજારો યુવાનોને રોજગારીની વ્યાપક તકો મળશે. તેની સાથે, નિષ્પ્રાણ બની રહેલા દાહોદના પરેલ વિસ્તાર પણ ધમધમતો થશે.

આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર ખભેખભા મિલાવીને કામ કરી રહી છે, તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ, કૃષિ, આવાસ, ગેસ ચૂલા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. જેના પરિણામે અનેક આદિવાસી પરિવારો આર્થિક પ્રગતિના માર્ગ પર દોડવા લાગ્યા છે. પ્રગતિ, વિકાસની નવી દિશા અમે કંડારી છે.

આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજનાના સુદ્રઢ અમલીકરણ વિશે જણાવતા શ્રી મોદીએ ઉમેર્યું કે, પાણીની સમસ્યા હોઇ ત્યારે તેને સૌથી વધુ સહન આપણી માતા અને બહેનોએ કરવું પડે છે. એક સમય હતો જ્યારે, પાણી માટે દરદર ભટકવું પડતું હતું. પણ હવે નલ સે જલ મિશન હેઠળ ઘરેઘરે નળમાં પાણી આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોના ૫ લાખ ઘરોમાં નળ જોડાણ આપવામાં આવ્યા છે. દેશમાં છેલ્લા અઢી વર્ષમાં ૬ કરોડથી પણ વધુ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે. પાણીની મોટી સમસ્યા હલ થતાં માતાઓના આશીર્વાદ અમને મળી રહ્યા છે.

મોદીએ આરોગ્ય સેવાઓ અંગે જણાવતા કહ્યું કે, હું અહીં મુખ્યમંત્રી હતો ત્યારે મને આદિવાસી વિસ્તારોમાંથી એવી રજૂઆત મળતી કે ઝેરી સાંપ કરડવાના કારણે માનવ મૃત્યું થાય છે. ત્યારે અમે 108 એમ્બ્યુલન્સ સેવામાં એન્ટી વેનમ ઇન્જેક્શનની સુવિધા પણ રખાવી હતી. હવે તેની સામે આદિવાસી ક્ષેત્રોમાં વેલનેસ સેન્ટર પણ ખુલી રહ્યા છે. દૂરદરાજના ગામોના લોકોને ઘરથી નજીક આરોગ્યલક્ષી સેવા મળી રહી છે.

આદિવાસી યુવાનો અને યુવતીઓ ડોક્ટર, ઇજનેર બને તે માટે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે આદિવાસી બેલ્ટના દરેક તાલુકા મથકે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરાવી હતી. આજે આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ, નર્સિંગ કોલેજો શરૂ કરવામાં આવી છે. આદિવાસી છાત્રો ભણીને તબીબ અને ઇજનેર બની રહ્યા છે. એટલું જ આ છાત્રો સરકારની સહાયથી વિદેશમાં પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે, આદિવાસી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળે તેની ચિંતા કરી દેશમાં 750 એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. સાત દાયકા પૂર્વે દેશમાં માત્ર 18 આદિવાસી સંશોધન કેન્દ્રો હતા, તેની સાપેક્ષે માત્ર છેલ્લા સાત વર્ષમાં 9 સંશોધન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનિમિયાની ગંભીર સમસ્યા છે. તેની સૌથી વધુ અસર યુવાનો ઉપર થાય છે. આ બિમારી સામે લડવા માટે વૈજ્ઞાનિક સંશોધનો કરી રહ્યા છે. એ દિશામાં કામગીરી પણ રાજ્ય સરકાર કરી રહી છે.

તેમણે જણાવ્યું કે, આદિવાસી ક્ષેત્રના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અહીંના પ્રાકૃતિક ખેત ઉત્પાદનો મોટા શહેરોમાં વધુ કિંમતથી વેચાઇ રહ્યા છે. જેના પરિણામે ખેડૂતોની આવક વધી છે. એક સમય હતો જ્યારે દાહોદની ફૂલની ખેતી ખૂબ જ વખણાતી હતી. દાહોદના ફૂલો છેક મુંબઇ સુધી જતાં અને ત્યાં આ ફૂલોથી પૂજાબંદગી થતી હતી. હવે તેના સ્થાને પ્રાકૃતિક ખેતી કૃષિકારો અપનાવી રહ્યા છે.

વડાપ્રધાને જણાવ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. સાત દાયકા સુધી આઝાદીના મૂળ લડવૈયાઓને અવગણના કરવામાં આવી. આવા વીરોના ઇતિહાસને ભૂલવાડવાનો પ્રયાસ થયો છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જૂના પંચમહાલના આદિવાસીઓ અંગ્રેજો સામે લડતા લડતા ખપી ગયા હતા. માનગઢ હત્યા કાંડ તો જલિયાવાલા બાગ કરતા પણ ભયાનક હતો. ગોવિંદ ગુરુ અને તેમના અનુયાયીઓની અંગ્રેજો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આવા અનેક આદિવાસી સ્વાતંત્ર્ય વીરોને ઉચિત સન્માન આ સરકારે બક્ષ્યું છે. માનગઢમાં ગોવિંદ ગુરુનું સ્મારક, રાંચીમાં ભગવાન બિરસા મુંડાનું સંગ્રહાલય બનાવાયું છે. જે ભાવિ પેઢીને ઇતિહાસ બોધ આપતું રહેશે.

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શિક્ષણજગત્તને આહ્વાન કરતા મોદીએ કહ્યું કે, આવા અનેક અનામી સ્વાતંત્ર્ય વીરોની ગાથા રજૂ કરતા કાવ્યો, નાટકો, ગીતો લખવામાં આવે અને તેનું મંચન કરવામાં આવે. આ કરવાથી ભાવિ પેઢીને આ સેનાનીઓના યોગદાનની જાણકારી મળશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પૂર્વ પટ્ટીના આદિવાસી જિલ્લાઓમાં 75 મોટા તળાવો બનાવવાનું બિડું ઉઠાવવા હાકલ કરી હતી. જેનાથી ચોમાસામાં વહી જતાં જળનો સંગ્રહ કરી શકાશે. ખાસ કરીને આજના યુવાનો જ્યારે દેશની આઝાદીની શતાબ્દિ કાળે આ તળાવો થકી પોતાનું યોગદાન અંકિત કરી શકશે.

કોરોના મહામારી અને બીજી તરફ વૈશ્વિક અશાંતિ વચ્ચે પણ દેશ મક્કતાપૂર્વક આગળ વધી રહ્યો છે, તેમ કહેતા શ્રી મોદીએ ઉમેર્યું કે, કોરોના મહામારીમાં મારા ગરીબ, આદિવાસી, દલિત અને પછાતવર્ગના લોકોના ઘરના ચુલા સળગતા રહે એ માટે સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવી રહ્યું છે. ગરીબોની જઠરાગ્નિ તૃપ્તિનો વિક્રમી યજ્ઞ છે.

જ્યાં રહીએ તે સ્થાનનો પ્રભાવ જીવનમાં આવે છે, ઉક્તિ કહેતા મોદીએ કહ્યું કે, મારા પ્રારંભિક જાહેરજીવનમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ જ પ્રવાસ રહ્યો છે. આદિવાસીઓ વચ્ચે રહી તેમની સમસ્યા ઓળખી છે. આદિવાસીઓનું જીવન નજીકથી જોયું છે. આદિવાસીઓ પાણી જેવા પવિત્ર અને કૂંપળ જેવા સૌમ્ય હોઇ છે. આ સમાજે મને ઘણું શીખવાડ્યું છે. તેમના આશીર્વાદ મને સતત મળતા રહે છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ આટલી વિશાળ સભા જોઇ નહોતી. આ વિરાટ જનસાગરના દર્શન કરવા મારા સૌભાગ્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ સી. આર. પાટીલે કમાલ કરી છે.

આ પણ વાંચો :મુંબઈમાં મોરેશિયસના વડાપ્રધાનના કાફલામાં બે યુવકોએ ઘૂસવાનો પ્રયાસ કર્યો, પોલીસે કરી અટકાયત

જયારે રણબીર કપૂરને તેની એક્સ ગર્લફ્રેન્ડના કારણે પોતાનું ઘર છોડવાનો વખત આવ્યો હતો !

g clip-path="url(#clip0_868_265)">