મુંબઈમાં મોરેશિયસના વડાપ્રધાનના કાફલામાં બે યુવકોએ ઘૂસવાનો પ્રયાસ કર્યો, પોલીસે કરી અટકાયત

મુંબઈ પોલીસે (Mumbai Police) મોરેશિયસના વડાપ્રધાન (Mauritius Prime Minister) પ્રવિંદ જુગનાથની કાફલામાં દારૂના નશામાં ઘૂસવાનો પ્રયાસ કરનારા બે લોકોની ધરપકડ કરી છે. જોકે બાદમાં તેને છોડી મુકવામાં આવ્યો હતો.

મુંબઈમાં મોરેશિયસના વડાપ્રધાનના કાફલામાં બે યુવકોએ ઘૂસવાનો પ્રયાસ કર્યો, પોલીસે કરી અટકાયત
Mauritius Prime Minister Pravind Kumar Jugnauth and Prime Minister Narendra Modi.Image Credit source: PIB
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 7:42 PM

મુંબઈમાં (Mumbai) મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથના (Mauritius Prime Minister Pravind Jugnauth) સુરક્ષા કાફલામાં દારૂના નશામાં તેમની કાર લઈ જવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. આ ઘટના સોમવારે રાત્રે 1.50 કલાકે બની હતી, જ્યારે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથનો કાફલો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી બાંદ્રા વર્લી સી લિંક તરફ આગળ વધી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે રસ્તાની ઉત્તર-તરફ જતા ભાગ પર તૈનાત એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે કાફલાને પસાર થવા માટે ટ્રાફિક અટકાવ્યો હતો, પરંતુ એક કારમાં બેઠેલા બે લોકોએ હોર્ન વગાડવાનું શરૂ કર્યું હતું અને કાફલામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ બંનેની ઓળખ આકાશ અનિલ શુક્લા (24) અને સંતોષ ગિંડે (22) તરીકે થઈ છે.

પોલીસ સાથે કર્યો દુર્વ્યવહાર

પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યારે પોલીસે બંનેને કારમાં આગળ વધતા રોક્યા તો કારમાં બેઠેલા ગુંડાઓએ તેમની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો અને મોબાઈલથી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. જ્યારે કાર ચલાવી રહેલા અનિલ શુક્લાએ પોલીસ અધિકારીઓ પર ગાડી ચડાવવાનો અને અને વિદેશી મહાનુભાવો માટે બનાવેલા માર્ગમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.

તબીબી પરીક્ષણમાં નશામાં હોવાની પુષ્ટિ થઈ

જ્યારે કારે સી-લિંક તરફ જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને રોકી દેવામાં આવી અને બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા. કારમાં સવાર બંને યુવકોને ભાભા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના મેડિકલ ટેસ્ટમાં પુષ્ટિ થઈ હતી કે તેઓ દારૂના નશામાં હતા. બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર મોટર વાહન અધિનિયમની અન્ય કલમો સિવાય ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં 186 (જવાબદારીના વહનમાં જાહેર કર્મચારીને અવરોધ ઉભો કરવો), 279 (રેશ ડ્રાઇવિંગ) અને 336 (જીવનને જોખમમાં મુકવું) નો સમાવેશ થાય છે. બાદમાં બંનેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આ પણ વાંચો :  INS Vikrant Fund Case: બોમ્બે હાઈકોર્ટે કિરીટ સૌમેયાના પુત્રને આપી વચગાળાની રાહત, 28 એપ્રિલ સુધી નીલ સૌમેયાની ધરપકડ ટળી

g clip-path="url(#clip0_868_265)">