હવે ટ્રેનમાં લગેજ મોકલવો વધુ સરળ અને સુરક્ષિત બન્યો, PMS સિસ્ટમ લાગુ કરાઈ, જાણો ફાયદા

હવે ટ્રેનમાં લગેજ મોકલવો વધુ સરળ અને સુરક્ષિત બન્યો, PMS સિસ્ટમ લાગુ કરાઈ, જાણો ફાયદા
પાર્સલની તમામ માહિતી ગ્રાહકના મોબાઈલ પર ઉપલબ્ધ રહેશે

પાર્સલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે PMS પશ્ચિમ મધ્ય રેલવેના ઘણા સ્ટેશનોના પાર્સલ વિભાગમાં દાખલ કરવામાં આવી છે. જબલપુર રેલ્વે વિભાગમાં જબલપુર પ્રથમ સ્ટેશન હતું જ્યાં આ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Mar 03, 2022 | 7:32 AM

રેલવે (Railway)દ્વારા હવે પાર્સલ વિભાગ(Railway Parcel Service)માં લગેજ બુકિંગ(luggage booking) અત્યંત સરળ બનાવી દેવામાં આવ્યું છે. પાર્સલ મેનેજમેન્ટ સિસ્ટમ(parcel management system) એટલે કે પીએમએસ(PMS)ની મદદથી ગ્રાહકો હવે તેને ખૂબ જ સરળતાથી ટ્રેક(Parcel Tracking) કરી શકે છે. આ અંતર્ગત પાર્સલના બુકિંગથી લઈને તેને ટ્રેનમાં મોકલવા સુધીની માહિતી અને ડિલિવરીના સ્થાન પર ડિલિવરીજી જાણકારી ઓનલાઈન ઉપલબ્ધ થશે. રેલવેની આ આધુનિક સિસ્ટમ લગેજ બુકીંગ કરાવનારને માલની ડીલીવરીની ચોકસાઈની ખાતરી કરાવે છે તો રેલવે વિભાગને સુવિધા સચોટ ઉપલબ્ધ કરાવવામાં સરળતા રહે છે. સમાન રવાના થવાથી લઈ માર્ગમાં અટકવો અને ડિલિવરીના સ્થાન સુધી પહોંચવા સુધી તમામ માહિતી હવે મોબાઈલ પર SMS દ્વારા ઉપલબ્ધ થશે.

ગ્રાહકના મોબાઈલ પર તમામ માહિતી ઉપલબ્ધ રહેશે

પાર્સલ વિભાગમાં સામાન બુક કરાવ્યા પછી ટ્રેનમાં ચડવાથી લઈને ડિલિવરી સુધીની તમામ માહિતી ગ્રાહકના મોબાઈલ પર ઉપલબ્ધ રહેશે. એટલું જ નહીં સામાન લઈને જતી ટ્રેનની માહિતીથી લઈને તેના લોકેશન અને ડિલિવરીના સ્થળે પહોંચવાના સમય સુધીની આ તમામ માહિતી હવે મોબાઈલ પર SMS દ્વારા ઉપલબ્ધ થશે. હવે જ્યારે તમે તમારો સામાન બુક કરો ત્યારે તેને ટ્રેક કરવાનું વધુ સરળ છે.

પશ્ચિમ મધ્ય રેલવેએ પાર્સલ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરી

પાર્સલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે PMS પશ્ચિમ મધ્ય રેલવેના ઘણા સ્ટેશનોના પાર્સલ વિભાગમાં દાખલ કરવામાં આવી છે. જબલપુર રેલ્વે વિભાગમાં જબલપુર પ્રથમ સ્ટેશન હતું જ્યાં આ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી. આ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કર્યા પછી પાર્સલ બુક કરવાની મેન્યુઅલ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તેને PMS સાથે લિંક કરવામાં આવી છે.

તમામ માહિતી ઓનલાઈન મળી જશે

આ અંતર્ગત પાર્સલના બુકિંગથી લઈને તેને ટ્રેનમાં મોકલવા સુધીની માહિતી અને ડિલિવરીના સ્થાન પર ડિલિવરી ઓનલાઈન ઉપલબ્ધ થશે. પાર્સલ મેનેજમેન્ટ સિસ્ટમમાં સામાનના કારણ માટે કોમ્પ્યુટરની મદદથી બારકોડ જનરેટ થાય છે. આ બારકોડ્સ પાર્સલમાં મૂકવામાં આવે છે અને તેની માહિતી બુક કરનારને આપવામાં આવે છે. ટ્રેનમાં સામાન ચઢતાની સાથે જ વ્યક્તિને મોબાઈલ પર માહિતી મળે છે કે તેનો સામાન સંબંધિત ટ્રેનમાં લોડ થઈ ગયો છે. જેવો સામાન ડિલિવરીના સ્થાન પર પહોંચે છે તેની માહિતી વ્યક્તિના મોબાઈલ પર પહોંચી જાય છે. જો જરૂરી હોય તો તે મોબાઇલ નંબર દ્વારા પણ ડિલિવરીના સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. એટલું જ નહીં સમાન જે ટ્રેનમાંથી જઈ રહ્યો છે તેના લોકેશનની માહિતી મેળતી રહે છે.

હાલની સિસ્ટમ મુશ્કેલી ઊભી કરતી હતી હવે સરળતા રહેશે

હાલમાં અત્યાર સુધી મુસાફરોએ પાર્સલ વિભાગમાં જવું પડે છે અને સામાન બુક કરાવવા માટે તેનું વજન કરાવવું પડે છે. ત્યારબાદ સંબંધિત વ્યક્તિને એક રસીદ આપવામાં આવે છે અને પછી ટ્રેનમાં ચડવાથી લઈને ડિલિવરીના સ્થાન સુધીના તેના સામાન વિશેની માહિતી વ્યક્તિને આપવામાં આવતી નથી. તેને ફક્ત સમયસર ડિલિવરીના સ્ટેશન પર પહોંચવા માટે જાણ કરવામાં આવે છે. કેટલીકવાર પાર્સલ ખોટી જગ્યાએ પહોંચી જાય છે જેને શોધવા માટે સંબંધિત વ્યક્તિ અને વિભાગના અધિકારીઓને ઘણી મહેનત કરવી પડે છે. ક્યારેક તેને શોધવામાં લમ્બો સમય પણ લાગી જાય છે.

આ પણ વાંચો : સાડી પ્રત્યેના તેમના અનન્ય પ્રેમને કારણે આજે આ બંને બહેનોએ રૂ.50 કરોડથી પણ મોટી બ્રાન્ડ બનાવી

આ પણ વાંચો : રશિયા-યુક્રેન સંકટની ભારત પર થશે ઊંડી અસર, 30 ટકા સુધી ઘટી શકે છે શેર બજાર

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati