Indian Railway: ટ્રેનમાં લગાવેલા પંખા ક્યારેય ચોરાઈ શકતા નથી, તેની પાછળનું જાણો આ મોટું કારણ

Indian Railway: ટ્રેનમાંથી પંખાની ચોરી કરી શકાતી નથી. તેની પાછળ રેલ્વેની ખાસ ટેકનોલોજી છે. રેલ્વેએ પંખાને એવી રીતે ડિઝાઇન કર્યા છે કે તેઓ ઘરમાં ચાલી શકતા નથી. ચાલો તેના વિશે વિગતવાર સમજાવીએ.

Indian Railway: ટ્રેનમાં લગાવેલા પંખા ક્યારેય ચોરાઈ શકતા નથી, તેની પાછળનું જાણો આ મોટું કારણ
fans installed in the train can never be stolen this is the big reason behind it(Image-newsncr)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 2:43 PM

ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં (Train) પ્રવાસ કરે છે. ટ્રેનને દેશની લાઈફલાઈન માનવામાં આવે છે. તમે સાંભળ્યું હશે કે પહેલા ટ્રેનોમાં ઘણી ચોરીઓ થતી હતી. ચોર ટ્રેનમાંથી પંખા, બલ્બ જેવી વસ્તુઓની ચોરી કરતા હતા. પહેલાના જમાનામાં ટ્રેનમાંથી પંખા ચોરાઈ જવા સામાન્ય વાત હતી. આ પછી રેલવેએ (Indian Railway) તેની સાથે કેવો વ્યવહાર કરવો તેનો રસ્તો શોધી કાઢ્યો. જેના પછી ચોર ઇચ્છે તો પણ ટ્રેનના પંખાની ચોરી કરી શક્યા નહીં. ચાલો જણાવીએ આ કઈ પદ્ધતિ છે.

ટ્રેનના પંખાઓ ટ્રેનની બહાર બિનઉપયોગી

વાસ્તવમાં ચોરીના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ પોતાનું મગજ ચલાવ્યું અને પંખાને એવી રીતે ડિઝાઇન કર્યા કે, તેઓ ઘરમાં ચાલી ન શકે. આ પંખા ત્યાં સુધી જ પંખા છે, જ્યાં સુધી તેઓ કોચમાં લગાવેલા હોય. જો તેમને કોચમાંથી બહાર કાઢી દેવામાં આવે તો તેઓ ભંગાર બની જાય છે.

રેલવે આ ટેક્નોલોજીનો કરે છે ઉપયોગ

સામાન્ય રીતે આપણે ઘરોમાં બે પ્રકારની વીજળીનો ઉપયોગ કરીએ છીએ. પહેલું AC (અલ્ટરનેટિવ કરંટ) અને બીજું DC (ડાયરેક્ટ કરંટ) છે. જો ઘરમાં AC વીજળીનો ઉપયોગ થતો હોય તો મહત્તમ પાવર 220 વોલ્ટ હશે. બીજી તરફ જો DCનો ઉપયોગ કરવામાં આવે તો પાવર 5, 12 કે 24 વોલ્ટનો હશે. જ્યારે ટ્રેનોમાં લગાવવામાં આવેલા પંખા 110 વોલ્ટના બનેલા છે, જે માત્ર DC પર ચાલે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઘરોમાં આટલી ક્ષમતા વાળી વિજળી હોતી નથી

ઘરોમાં વપરાતી DC પાવર 5, 12 અથવા 24 વોલ્ટથી વધુ હોતી નથી, તેથી તમે તમારા ઘરોમાં આ પંખાનો ઉપયોગ કરી શકતા નથી. તેથી ટ્રેનમાં લગાવવામાં આવેલા પંખા ટ્રેનમાં જ ચાલી શકે છે. તેથી લોકો માટે આ પંખાની ચોરી કરવી નકામી છે.

ચોરી માટે 7 વર્ષની જેલ

ટ્રેન રાષ્ટ્રીય સંપત્તિ છે. આમાં ચોરી કરવાનો અર્થ છે રાષ્ટ્રીય સંપત્તિની ચોરી. આમ કરવાથી આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 380 હેઠળ કેસ નોંધવામાં આવી શકે છે. જો દોષી સાબિત થાય તો 7 વર્ષ સુધીની જેલ અને દંડ પણ થઈ શકે છે. નોંધનીય બાબત એ છે કે આવા કેસમાં વહેલા જામીન મળતા નથી.

આ પણ વાંચો: Railway Recruitment 2022: ભારતીય રેલ્વેમાં 2.65 લાખથી વધુ જગ્યાઓ ખાલી, જાણો ક્યાં કેટલી સીટો

આ પણ વાંચો: ધ્યાન રાખજો ! ટ્રેનમાં બેઠેલા અન્ય મુસાફરોની ઊંઘ બગાડવી હવે ભારે પડશે, Railwayએ જાહેર કરી ગાઈડલાઈન

g clip-path="url(#clip0_868_265)">