દેશના 9 રાજ્યો અને નેપાળમાં 27000 મેગાવોટના ક્લીન એનર્જી પ્રોજેક્ટ શરૂ કરશે NHPC

દેશના 9 રાજ્યો અને નેપાળમાં 27000 મેગાવોટના ક્લીન એનર્જી પ્રોજેક્ટ શરૂ કરશે NHPC
Clean Energy (symbol photo)

અભય કુમાર સિંહે કહ્યું કે નેપાળે NHPC સાથે સંયુક્ત સાહસમાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સમાં રસ દાખવ્યો છે. તેઓ તેમની તાજેતરની નેપાળ મુલાકાત દરમિયાન પડોશી દેશના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને પણ મળ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Dec 19, 2021 | 11:49 PM

DELHI : સરકારી પાવર કંપની National Hydroelectric Power Corporation – NHPCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) અભય કુમાર સિંઘે જણાવ્યું હતું કે કંપનીએ દેશના નવ રાજ્યો અને પડોશી દેશ નેપાળમાં 27,000 મેગાવોટથી વધુના નવા હાઇડ્રો અને સોલાર પાવર પ્રોજેક્ટ્સ (hydro and solar power projects) સ્થાપવાની યોજના બનાવી છે.

આ પ્રોજેક્ટમાં રસ દાખવતા રાજ્યો સાથે વાતચીત ચાલી રહી છે

NHPC ના સીએમડી અભય કુમાર સિંહે  એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં નવી ક્ષમતાઓ ઉમેરવામાં આવશે. તેમણે કહ્યું કે NHPC આ પ્રોજેક્ટ્સમાં રસ દર્શાવતા કેટલાક રાજ્યો સાથે પણ વાતચીત કરી રહી છે, જ્યારે અન્ય રાજ્યો સાથે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

3500 કરોડ રૂપિયાના નફામાં આ પાવર કંપની 

અભય કુમાર સિંહે કહ્યું કે નેપાળે NHPC સાથે સંયુક્ત સાહસમાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સમાં રસ દાખવ્યો છે. તેઓ તેમની તાજેતરની નેપાળ મુલાકાત દરમિયાન પડોશી દેશના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને પણ મળ્યા હતા.

આ પ્રોજેક્ટ્સ માટે ભંડોળની ઉપલબ્ધતા વિશે પૂછવામાં આવતા, અભય કુમાર સિંહે કહ્યું, “હાલમાં, NHPCને 10,000 કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ કરવામાં કોઈ સમસ્યા થશે નથી. અમે આશરે  3,500 કરોડ રૂપિયાના નફામાં છીએ અને આ આગળ વધીને  5,000 કરોડ રૂપિયા થઈ જશે. આનાથી અમને અમારા મૂડી ખર્ચને 13,000 કરોડ રૂપિયા સુધી વધારવામાં મદદ મળશે.

પૂર્વોત્તરમાં અટકેલા પ્રોજેક્ટ શરૂ કરવાના પ્રયાસો

તેમણે કહ્યું કે NHPCના કેટલાક પ્રોજેક્ટ, ખાસ કરીને પૂર્વોત્તરમાં લાંબા સમયથી અટકેલા હતા, જેને ફરીથી શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. સરકારી વીજ કંપની આસામ અને અરુણાચલ પ્રદેશમાં 2,000 મેગાવોટના સુબાનસિરી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પર સારી પ્રગતિ કરી રહી છે.

NHPCના સીએમડીએ કહ્યું કે દિબાંગમાં પણ તમામ અવરોધો સમાપ્ત થઈ ગયા છે અને 2,880 મેગાવોટ ડેમ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે કહ્યું કે NHPC હાલમાં કુલ 6,000 મેગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ સિવાય કંપનીના 9,000-10,000 મેગાવોટના અન્ય પ્રોજેક્ટ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચો :  Super Typhoon Rai: ફિલિપાઈન્સમાં વાવાઝોડાએ તબાહી મચાવી, અત્યાર સુધીમાં 100 લોકોના મોત, 3 લાખ લોકો ઘર છોડવા મજબૂર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati