AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જો તમારી ફ્લાઈટ અમદાવાદથી છે તો સમય પહેલા ઘરેથી નીકળી જજો, મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ઉડાન પહેલાના ચેકીંગ માટે વહેલી તકે એરપોર્ટ પહોંચવા એરપોર્ટની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જો તમારી પણ ફ્લાઈટની ટિકિટ છે તો સમય પહેલા પહોંચી જજો.

Ronak Varma
| Edited By: | Updated on: Jan 23, 2026 | 1:48 PM
Share

અમદાવાદ શહેરની સ્કૂલને આજ સવારથી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે.શહેરની 15થી વધુ સ્કૂલોને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.સેંટ ઝેવિયર્સ, DPS બોપલ, સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચને મળ્યો મેલ.ઘાટલોડિયાની કેલોરેક્સ અને સ્વયમ સ્કૂલને પણ ધમકી મળી છે. આ વચ્ચે પ્રજાસત્તાક દિવસ પહેલા અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર

પ્રજાસત્તાક દિવસને લઈ એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે.ઉડાન પહેલાના ચેકિંગ માટે વહેલા આવવા સૂચના આપવામાં આવી છે. એરપોર્ટ પર આવતા-જતા પેસેન્જરોનું સઘન ચેકિંગ કરાશે. ફ્લાઈટમાં બેસતા પહેલાં પેસેન્જરના હેન્ડ લગેજનું બે વખત ચેકિંગ કરાશે.

સુરક્ષાને ધ્યાને રાખીને જરૂરી તપાસ માટે અનુકૂળ સમય લઈને ચાલવા એરપોર્ટ તરફથી સૂચના આપવામાં આવી છે. ટુંકમાં જો તમારી પણ ફ્લાઈટની ટિકિટ છે. તો સમયે પહેલા એરપોર્ટ પર પહોંચી જજો. બાકી ફ્લાઈટ ચૂકવાનો પણ વાળો આવી શકે છે. કારણ કે, ચેકિંગમાં વધુ સમય લાગી શકે છે.સુરક્ષાના ભાગ રુપે સમય કરતા વહેલા આવવાનું કહ્યું છે.

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">