Breaking News : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યૂની કામગીરી દરમિયાન વધુ 2 મૃતદેહ મળી આવ્યા, મૃત્યુઆંક 20 થયો
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સતત ત્રણ દિવસથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે ત્રીજા દિવસે રેસ્ક્યુ કામગીરી દરમિયાન વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે. જે પછી મૃત્યુઆંક 20 થયો છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સતત ત્રણ દિવસથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે ત્રીજા દિવસે રેસ્ક્યુ કામગીરી દરમિયાન વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે. જે પછી મૃત્યુઆંક 20 થયો છે. મળતી માહિતી અનુસાર મૃતદેહ કાદવની અંદર ખૂંપેલા હતા. જેના કારણે મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ છે. કેમ કે મૃતદેહોની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ છે.
આણંદ જિલ્લામાં આવેલા વડોદરાના પાદરાને જોડતો 40થી વધુ જૂનો પુલ ધરાશાયી થવાની ઘટનામાં નદીમાંથી 20 મૃતદેહ મળી આવ્યા છે. જો કે હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાની માહિતી છે. આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલ અને આર.ટી.પટેલ તથા મદદનીશ ઇજનેર જે.વી.શાહને ફરજમોકૂફ કરાયા છે.
Vadodara Bridge Collapse: 2 More Bodies Found, Death Toll Reaches 20 | TV9Gujarati#GambhiraBridgeCollapse #VadodaraTragedy #MahisagarRiver #RescueOperation #DeathToll20 #GujaratNews #TV9Gujarati pic.twitter.com/mI2PBc4GKj
— Tv9 Gujarati (@tv9gujarati) July 11, 2025
વરસાદ એક મોટો પડકાર બન્યો
વરસાદ અને નદીમાં ઊંડા પાણીના કારણે બચાવ કામગીરી પડકારજનક બની ગઈ છે. કારણ કે આવી સ્થિતિમાં કોઈ મશીન કામ કરી રહ્યું નથી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે પુલ તૂટી પડવાના સંદર્ભમાં કાર્યવાહી કરી અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા.
ગુજરાતમાં પહેલા પણ આવા અકસ્માતો બન્યા છે
2021 થી ગુજરાતમાં પુલ તૂટી પડવાની ઓછામાં ઓછી છ મોટી ઘટનાઓ બની છે. સૌથી ભયાનક ઘટના ઓક્ટોબર 2022 માં બની હતી જ્યારે મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલા બ્રિટીશ યુગના ઝૂલતા પુલ તૂટી પડવાથી 135 લોકો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત બાદ સરકાર એક્શન મોડમાં છે. આ જ કારણ છે કે સરકારે ઉતાવળે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.