Kheda Video : લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, પથ્થર અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, 8 લોકો ઘાયલ
ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ગોઠાજ ગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે લગ્ન પ્રસંગને લઈને ગંભીર બબાલ. પથ્થરમારા અને લાકડીઓથી હુમલામાં 8થી વધુ લોકો ઘાયલ થયા.
ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ગોઠાજ ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે ગંભીર બબાલ સર્જાઈ હતી. લગ્ન પ્રસંગને લઈ ઉદ્ભવેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં, પથ્થરમારાની ઘટનાઓ તથા લાકડીઓ સાથેનો હિંસક અથડામણનો દ્રશ્ય જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, બંને જૂથો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ થયો હતો. પરિસ્થિતિ એટલી બધી બગડી ગઈ કે, 50થી વધુ લોકોનો ટોળો એકબીજા સામે તૂટી પડ્યો હતો. દંડા તથા લાકડીઓથી હુમલા કરવામાં આવ્યા હતા.
આ હિંસક અથડામણમાં 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બન્ને પક્ષે ગુના દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે. પોલીસ અનુસાર, ઝઘડો લગ્ન પ્રસંગના મુદ્દે થયો હતો અને બન્ને જૂથો કૌટુંબિક સગા હોવાનું બહાર આવ્યું છે. હવે ગામમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને પરિસ્થિતિ કાબૂમાં છે.