AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghambhira Bridge Collapse : દુર્ઘટનાના 24 કલાક બાદ પણ સર્ચ ઑપરેશન યથાવત, નદીના પ્રવાહને લીધે મુશ્કેલીઓ વધી, હજુ પણ અનેક લોકો નદીના પાણીમાં હોવાની આશંકા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં 14 લોકોના મોત નિપજ્યાં હોવાનું સત્તાવાર સામે આવ્યું હતુ. ત્યારે દુર્ઘટનાના 24 કલાક બાદ પણ મહિસાગર નદીમાં સર્ચ ઓપરેશન યથાવત છે.

Ghambhira Bridge Collapse : દુર્ઘટનાના 24 કલાક બાદ પણ સર્ચ ઑપરેશન યથાવત, નદીના પ્રવાહને લીધે મુશ્કેલીઓ વધી, હજુ પણ અનેક લોકો નદીના પાણીમાં હોવાની આશંકા
Ghambhira Bridge Collapse
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jul 10, 2025 | 9:49 AM
Share

વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં 14 લોકોના મોત નિપજ્યાં હોવાનું સત્તાવાર સામે આવ્યું હતુ. ત્યારે દુર્ઘટનાના 24 કલાક બાદ પણ મહિસાગર નદીમાં સર્ચ ઓપરેશન યથાવત છે. ગઈકાલે સવારે અચાનક જર્જરિત ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી પડતા અનેક વાહનો સાથે માણસો પણ નદીમાં ખાબક્યા હતા. જેમાં 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટના બન્યા બાદ તાત્કાલિક ધોરણે સર્ચ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનને 24 કલાક થયા છતા પણ NDRF દ્વારા સતત સર્ચ ઑપરેશન કરવામાં આવી રહ્યું છે.

નદીમાં પાણીનો પ્રવાહ વધતા મુશ્કેલી !

મળતી માહિતી અનુસાર આજે પૂનમ હોવાના કારણે દરિયામાંથી પાણી બેક મારતું હોવાથી મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. નદીમાં ભારે માત્રામાં કાંપ હોઈ વાહનો કાઢવામાં પણ મુશ્કેલી આવી રહી છે. જો કે હજી પણ અનેક લોકો નદીના પાણીમાં હોવાની આશંકા છે. અનેક પરિવારના સ્વજનોની હજુ પણ ભાળ મળી નથી.

મહીસાગરમાં સર્ચ ઑપરેશન યથાવત

ઉલ્લેખનીય છે કે બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે સરકારે કરી કમિટીની રચના કરી છે. બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની કરશે તપાસ કરશે. સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં આવશે.ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે સૂચનો આપશે . માર્ગ-મકાન વિભાગના અધિક સચિવ, મુખ્ય ઈજનેરનો કમિટીમાં સમાવેશ કરાયો છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">