Breaking News : વડોદારામાં નશામાં ધૂત થઈ અકસ્માત સર્જનાર પૂર્વ ક્રિકેટરનું લાઈસન્સ થઇ શકે છે રદ
વડોદરામાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ કરવામાં આવી છે.દારૂ પીને અકોટામાં મોડી રાત્રે જેકોબે અન્ય વાહનોને ટક્કર મારી હતી, અકસ્માત બાદ નશામાં ધૂત જેકોબ માર્ટિન કાર લઈ ફરાર થઈ ગયો હતો, હવે પૂર્વ ક્રિકેટરોની મુશ્કેલીમાં વધારો થયો છે.
વડોદરામાં અકસ્માત કેસમાં પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. રાત્રે જેકોબ માર્ટિને દારૂના નશામાં બેફામ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો.જેમાં તેણે પાર્કિંગમાં ઉભેલી 3 કારને ટક્કર મારીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. અકસ્માત બાદ નશામાં ધૂત જેકોબ માર્ટન કાર લઇને ફરાર થયો હતો. જો કે અકોટા પોલીસે તેની ધરપકડ કરી ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિતના ગુના નોંધી તપાસ હાથ ધરી હતી.
ડ્રાઈવિંગ લાઇસન્સ રદ થવાના એંધાણ
પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની મુશ્કેલીમાં વધારો થયો છે. જેકોબ માર્ટિનનું ડ્રાઈવિંગ લાઇસન્સ રદ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. અકસ્માત સર્જી ફરાર થઈ જવાના કેસમાં વડોદરા પોલીસ મોટું એક્શન લઈ શકે છે.વડોદરા પોલીસ લાઈસન્સ રદ કરવા RTOને ભલામણ કરી શકે છે.જેકોબે OP રોડ પુનિત નગર પાસે નશાની હાલતમાં ત્રણ લોકોને અડફેટે લીધા હતા. પોલીસે જેકોબની કાર કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
બરોડા ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું
જેકબ જોસેફ માર્ટિનનો જન્મ 11 મે 1972ના રોજ વડોદરામાં થયો છે. તે એક પૂર્વ ભારતીય ક્રિકેટર છે. તે જમણા હાથનો મધ્યમ ક્રમનો બેટ્સમેન છે. માર્ટિન 21મી સદીના અંતે ભારત માટે 10 વખત વન ડે ઇન્ટરનેશનલ (ODI) સ્તરે રમી ચૂક્યો છે. તેણે ભારતીય સ્થાનિક સર્કિટમાં બરોડા ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું હતું.ક્રિકેટ છોડ્યા પછી, તે કોચ બન્યો. પરંતુ આ સમય દરમિયાન, તે વિવાદોમાં ફસાયેલ રહ્યો. 2011માં 8 વર્ષ જૂના માનવ તસ્કરીના કેસમાં તેની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી.તેમને 2016-17 રણજી ટ્રોફી સીઝન માટે બરોડા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
માર્ટિને 1999 થી 2001 દરમિયાન ભારત માટે 10 વધુ ODI મેચ રમી છે, જેની સરેરાશ 22.57 હતી. ઘરેલુ ક્રિકેટમાં, તેમણે બરોડા અને રેલવેનું પ્રતિનિધિત્વ કર્યું છે.