AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુખ્યમંત્રી જશે વડોદરા, વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીની કરશે સમીક્ષા- Video

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરાની મુલાકાતે જશે. વિશ્વામિત્રી નદીને પહોંળી કરવાની કામગીરીનો પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સીએમ આવતીકાલે રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરશે.

Anjali oza
| Edited By: | Updated on: May 01, 2025 | 8:21 PM
Share

વડોદરામાં ગત વર્ષે ચોમાસા દરમિયાન વિશ્વામિત્રીના પાણી સમગ્ર શહેરમાં ફરી વળતા અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. અનેક લોકોને ભારે નુકસાની અને ખાનખરાબ વેઠવાનો વારો આવ્યો હતો. જે બાદ શહેરીજનોએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. શહેરીજનોને આવી પૂરનો ફરી સામનો કરવો ન પડે તે માટે વિશ્વામિત્રીમાં થયેલા દબાણોને દૂર કરી નદીમાં વાઈડનિંગની કામગીરી ચાલી રહી છે.

આ કામગીરીની સમીક્ષા માટે આવતીકાલે(02.05.2025) સીએમ ભૂપેન્દ્ર પટેલ વડોદરા જશે અને નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરશે. વિશ્વામિત્રી નદી શહેરમાંથી 24 કિલોમીટર લાંબી પસાર થાય છે. નદીના વિસ્તરણ અને સુધારણા માટે પુરઝડપે કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રી આ કામગીરીનો સમીક્ષા કરશે અને અધિકારીઓ સાથે ચર્ચા કરશે. તેમની મુલાકાત દરમિયાન મંગલ પાંડે બ્રિજની પણ મુલાકાત લેવાની શક્યતા છે. મુખ્યમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને વડોદરા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વિકાસ કાર્યો શહેરના પાણીના નિકાલ અને પર્યાવરણ સુધારણામાં મહત્વનો ભાગ ભજવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
g clip-path="url(#clip0_868_265)">