ગાયકવાડી નગરીને ખાડા નગરી બનાવનાર ઇજનેરોની ઝાટકણી, વડોદરા મ્યુનિસિપલ કમિશનર આકરા મૂડમાં, જુઓ Video
વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે ત્યારે શહેરના મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુ એ ઇજનેરોની ક્લાસ લીધો અને આઠ ઇજનેરોને યોગ્ય કામગીરી નહીં કરી હોવાના લઈ નોટીસ પાઠવી છે. શહેરમાં સત્તાવાર રીતે 1500થી વધુ ખાડાઓ

વડોદરા શહેરમાં દિન પ્રતિદિન રસ્તાઓ કરતા ખાડાઓ સૌથી વધારે જોવા મળી રહ્યા છે. હદ તો ત્યારે થાય છે કે, વડોદરા શહેરના રોડ વિભાગના ઇજનેરોની જગ્યાએ ફાયર વિભાગને ખાડાઓ શોધવાની જવાબદારી સોંપવામાં આવી રહી છે.
આ જવાબદારીના ભાગરૂપે ફાયર વિભાગ જ્યારે ખાડાઓનું લિસ્ટ જે તે ઝોન જે તે વોર્ડ અને જે તે વિભાગને આપે છે. તેમ છતાં ખાડાઓના પુરાણની યોગ્ય સમયે પૂર્ણ નહીં થતાં કમિશનર રીવ્યુ બેઠકમાં આકરા પાણીએ દેખાયા હતા અને આઠ ઈજનેરો વિરુદ્ધ નોટિસ પાઠવવાનો આદેશ કરી દીધો હતો.
ત્રણ ડેપ્યુટી ઇજનેર ને નોટિસ
કમિશનરે રોડ વિભાગના ડેપ્યુટી ઇજનેર ભાર્ગવ પંડિત એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર ચિરાગ પટેલ દક્ષિણ ઝોનના ડેપ્યુટી ઇજનેર કૃણાલ શાહ ઉત્તર ઝોનના બે વોર્ડના ડેપ્યુટી ઇજનેર તથા પૂર્વ ઝોનના ત્રણ વોર્ડના ત્રણ ડેપ્યુટી ઇજનેર ને નોટિસ પાઠવી દીધી હતી..
ચોમાસાના સમયમાં રસ્તાઓ પર ખાડાઓ વધારે પડી રહ્યા છે. ત્યારે કામગીરી ફક્ત ઓફિસમાં બેસીને જ નહીં પરંતુ ફિલ્ડમાં નીકળીને કરવા માટેના પણ આદેશ આપ્યા છે જેને લઇ કર્મચારીઓ હવે નોટિસ મળતા જ કામગીરી પર લાગી ગયા છે…
નાગરિકો દ્વારા આવતી ફરિયાદો અને સતત થઈ રહેલી ઉપેક્ષા ને લઈ ફાયર વિભાગના ડેસ કેમ વાળી વાહનોનો ઉપયોગ કરી ખાડાઓ શોધવાની તજવીજ હાથ ધરાઇ હતી. જેમાં અત્યાર સુધી ફાયર વિભાગને છેલ્લા એક અઠવાડિયામાં 1500થી વધુ ખાડાઓ વડોદરા શહેરમાં સત્તાવાર રીતે દેખાયા હતા જેને પુરાણ કરવા માટે જે તે વિભાગના અધિકારીને તેઓ દ્વારા રિપોર્ટ મોકલાવ્યો હતો..
આ રિપોર્ટના આધારે રોડ વિભાગ અને ઝોનના અધિકારીઓને કામગીરી કરવા અને ઓફિસથી બહાર નીકળવા કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે.