AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓપરેશન સિંદૂર બાદ પહેલી વાર વતનમાં આવી રહ્યાં છે PM મોદી, પોલીસ વિભાગની તડામાર તૈયારી, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 26 અને 27 મેના ગુજરાત પ્રવાસના ભાગરૂપે વડોદરા પહોંચી રહ્યા છે. વડોદરા શહેરની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને સ્થાનિક પોલીસે વ્યાપક આયોજન હાથ ધર્યું છે.

ઓપરેશન સિંદૂર બાદ પહેલી વાર વતનમાં આવી રહ્યાં છે PM મોદી, પોલીસ વિભાગની તડામાર તૈયારી, જુઓ Video
Anjali oza
| Edited By: | Updated on: May 24, 2025 | 10:59 PM
Share

વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી કે પીએમ મોદી 26 મેના રોજ સવારે 9:30 કલાકે હરણી એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ, એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી લગભગ 1 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેર તથા જિલ્લાની અનેક બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

સુરક્ષાની મજબૂત વ્યવસ્થા

પીએમના પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તે માટે મોટા પાયે તૈયારીઓ હાથ ધરાઈ છે. પોલીસ વિભાગ દ્વારા 7 ડી.સી.પી., 15 એ.સી.પી., 70 પીઆઈ સહિત કુલ 2000થી વધુ પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે નિમણૂક કરવામાં આવી છે. સાથે જ એસ.પી.જી., એન.એસ.જી. અને ચેતક કમાન્ડોની ટુકડીઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ થનાર છે.

શહેરમાં 24 કલાક માટે ડ્રોન પર પ્રતિબંધ ફરમાવાયો છે અને વડોદરાને ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.

ટ્રાફિક ડાયવર્ઝન અને મુસાફરો માટે સૂચનાઓ

PM ના રોડ શો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં પણ ફેરફાર લાવવામાં આવશે. 26 મેના રોજ સવારે 7 વાગ્યાથી અમુક વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન લાગુ પડશે. એરપોર્ટ તરફ જતા માર્ગ પર વાહન વ્યવહાર નિયંત્રિત રહેશે.

જે મુસાફરોની એર ટિકિટ બુક થયેલી છે તેઓ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે. આવા મુસાફરોને વિનંતી છે કે તેઓ પહેલા જ યોજનાબદ્ધ આયોજન કરે અને ઉડાનના નક્કી સમયગાળાથી ઓછામાં ઓછા બે કલાક અગાઉ એરપોર્ટ પર હાજર રહે. મુસાફરોએ ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓને પોતાની ટિકિટ દર્શાવવી રહેશે જેથી જરૂરી સહાય મળી શકે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">