IND vs ENG : 10 કિલો વજન ઘટાડ્યું, ટીમ ઈન્ડિયાના ખેલાડીની ઈંગ્લેન્ડ પ્રવાસ માટે અનોખી તૈયારી
ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સખત તૈયારી કરી રહ્યો છે. આ ખેલાડીએ પોતાનો ડાયેટ બદલ્યો છે અને સખત મહેનત કરી 10 કિલો વજન પણ ઘટાડ્યું છે. આ ખેલાડીને ઈંગ્લેન્ડ લાયન્સ સામે રમાનારી સીરિઝ માટે ઈન્ડિયા A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ભારતીય સિનિયર ટીમમાં પસંદગી પામવા માટે પણ એક મોટો દાવેદાર છે.

ટીમ ઈન્ડિયા આવતા મહિને ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ જશે. આ સીરિઝ પહેલા, ઈન્ડિયા A ઈંગ્લેન્ડ લાયન્સ સામે બે ચાર દિવસીય મેચ રમશે. BCCIએ આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી. જેમાં સામેલ એક ખેલાડી ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સખત તૈયારી કરી રહ્યો છે અને આ ખેલાડીએ 10 કિલો વજન પણ ઘટાડ્યું છે.

ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન સરફરાઝ ખાન ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સખત મહેનત કરી રહ્યો છે. તેણે 2024માં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ સરફરાઝને હજુ સુધી વિદેશમાં ટેસ્ટ મેચ રમવાની તક મળી નથી.

આવી સ્થિતિમાં, તેનું ધ્યાન હવે ઈંગ્લેન્ડ લાયન્સ સામે મજબૂત પ્રદર્શન કરવા પર રહેશે, જેથી તે સિનિયર ટીમનો ભાગ પણ બની શકે. આ પ્રવાસ માટે સરફરાઝ ખાને વજન ઘટાડ્યું છે અને તે કડક ડાયેટ પ્લાન પણ ફોલો કરી રહ્યો છે.

ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, સરફરાઝ ખાને ફિટ રહેવા માટે બાફેલા શાકભાજી અને ચિકનનો કડક ડાયેટ પ્લાન ફોલો કર્યો છે, જેના કારણે તે 10 કિલો વજન ઘટાડવામાં સફળ રહ્યો છે.

આ ઉપરાંત, તે દિવસમાં બે વાર પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. જેમાં તેનું મુખ્ય ધ્યાન સ્ટમ્પની બહાર જતાં બોલને ટેકનિકની સાથે રમવાનું છે, જે ઈંગ્લેન્ડની સ્વિંગિંગ પરિસ્થિતિઓમાં સફળતાની ચાવી માનવામાં આવે છે.

સરફરાઝ ખાને અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 6 ટેસ્ટ મેચ રમી છે, તેણે આ બધી મેચ ફક્ત ભારતમાં જ રમી છે. જેમાં તેણે 37.10ની સરેરાશથી 371 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે એક સદી અને 3 અડધી સદી પણ ફટકારી છે. તે છેલ્લે ટીમ ઈન્ડિયા માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે રમ્યો હતો. આ મેચ નવેમ્બર 2024માં રમાઈ હતી. (All Photo Credit : PTI / Getty Images / INSTAGRAM)
સરફરાઝ ખાને ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ સફળતા મેળવી છે. 2024માં તેણે ડેબ્યૂ ટેસ્ટ સીરિઝમાં સેન્ચુરી ફટકારી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસમાં તેના પર નજર રહેશે. સરફરાઝ ખાન સાથે જોડાયેલ તમામ સસમચાર વાંચવા અહી ક્લિક કરો
