પિતાએ 38 કિલો, તો દીકરાએ 10 કિલો વજન ઘટાડ્યુ, ટ્રાસફોર્મેશન જર્ની વીડિયોમાં શેર કરી, જુઓ વીડિયો
નૌશાદ તેમના ક્રિકેટર પુત્ર સરફરાઝના પગલે ચાલે છે, 6 મહિનામાં 38 કિલો વજન ઘટાડીને એક વીડિયોમાં પોતાની ટ્રાન્સફોર્મેશન જર્ની શેર કરી છે. જુઓ વીડિયો

દીકરાના શાનદાર વેટ લોસ ટ્રાન્સફોર્મેશનથી પ્રેરિત થઈ ક્રિકેટર સરફરાજ ખાનના પિતા નૌશાદ ખાને પણ માત્ર 6 મહિનામાં 38 કિલો વજન ઘટાડ્યું છે. તેમજ પોતાની ફિટનેસ ટ્રન્સફોર્મેશન જર્ની ચાહકો સાથે શેર કરી છે. સરફરાઝ ખાનના પિતા, જેમણે પોતાના બંન્ને દીકરા સરફરાઝ ખાન અને મુશીર ખાનના કરિયર માટે મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે આ વર્ષની શરુઆતમાં પોતાના દીકરાની સાથે વજન ઘટડાવાની જર્ની શરુ કરી હતી.
ટ્રાન્સફોર્મેશન જર્ની શેર કરી
મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાને માત્ર દોઢ મહિનામાં અંદાજે 10 કિલો વજન ઘટાડ્યું હતુ. કારણ કે, તે ઈન્ડિયા એ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ફિટ થઈ શકે. કારણ કે, મુખ્ય ભારતીય ટીમમાં તેનો સમાવેશ ન થયો હોવાથી, સરફરાઝ સતત તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે જેથી તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં પાછો ફરી શકે.સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી નૌશાદ ખાને પોતાની ટ્રાન્સફોર્મેશન જર્ની શેર કરી બધાને ચોંકાવી દીધા છે. નૌશાદે પહેલા ખુલાસો કર્યો હતો કે, તેમણે સરફરાઝ ખાનને પોતાની ફુડની આદતો સંપૂર્ણ રીતે બદલી છે અને એક હેલ્ધી લાઈફ અપનાવી છે.
View this post on Instagram
નૌશાદે કહ્યું અમે અમારા ડાયટ પર ખુબ નિયંત્રણ કર્યું છે. અમે રોટલી અને ચાવલ ખાવાના બંધ કર્યા છે. છેલ્લા દોઢ મહિનાથી ઘરમાં રોટલી અને ચાવલ ખાધા નથી. માત્ર બ્રોકલી, ગાજર, કાકડી, સલાડ અને લીલા શાકભાજી ખાધા છે. આ સાથે ગ્રીન ટી અને ગ્રીન કોફી પણ પીતા હતા.
10 કિલો વજન ઓછું કર્યું
નૌશાદે કહ્યું અમે એવોકાડો અને સ્પ્રાઉટ ખાતા હતા પરંતુ સૌથી જરુર વાત એ છે કે, અમે રોટલી ,રાઈસ, ખાંડ અને મેંદાથી દુર રહ્યા હતા. નૌશાદે કહ્યું કે, સરફરાઝ ખાને દોઢ મહિનામાં અંદાજે 10 કિલો વજન ઓછું કર્યું છે. તે વજન ઘટાડવા પર કામ કરી રહ્યો છે. મે પણ 12 કિલો વજન ઘટાડ્યું છે. કારણ કે, મને ઘુંટણની સમસ્યા હતી. હાલમાં સરફરાઝ ખાન મુંબઈની રણજી ટ્રોફી ટીમનો ભાગ છે અને આગામી સીઝનમાં રમવા માટે તૈયાર છે.
