AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રિંકુ સિંહે પિતાને અંતિમ વિદાય આપી, મોટા ભાઈએ કર્યા અંતિમ સંસ્કાર

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું 27 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. રિંકુ સિંહ પિતાના અંતિમ દર્શન માટે અલીગઢ પહોંચ્યો હતો. ખાનચંદ સિંહની અંતિમયાત્રા અને અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Breaking News : રિંકુ સિંહે પિતાને અંતિમ વિદાય આપી, મોટા ભાઈએ કર્યા અંતિમ સંસ્કાર
Rinku SinghImage Credit source: X
| Updated on: Feb 27, 2026 | 5:26 PM
Share

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું 27 ફેબ્રુઆરીની વહેલી સવારે ગ્રેટર નોઈડામાં અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી લીવર કેન્સર સામે લડી રહ્યા હતા. પિતાના નિધનના સમાચાર મળતા જ રિંકુ સિંહ ટીમ ઈન્ડિયાને છોડીને અલીગઢ પહોંચ્યો અને પરિવાર સાથે અંતિમવિધિમાં હાજર રહી પિતાને ભાવુક વિદાય આપી.

રિંકુ સિંહના પિતાનું નિધન

ભારતીય ક્રિકેટ જગતના યુવા સ્ટાર ખેલાડી રિંકુ સિંહ પર દુઃખનું વાદળ છવાઈ ગયું છે. તેના પિતા ખાનચંદ સિંહે 27 ફેબ્રુઆરીના રોજ સવારે આશરે 5 વાગ્યે ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી લીવર કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા અને સારવાર હેઠળ હતા.

લીવર કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા

હોસ્પિટલમાં દાખલ થયા બાદ શરૂઆતમાં તેમની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. પરિવારજનોમાં આશાની કિરણ જાગી હતી, પરંતુ અચાનક તેમની સ્થિતિ ફરી ગંભીર બની ગઈ. 27 ફેબ્રુઆરીની વહેલી સવારે તેમના અવસાનના સમાચાર મળતાં જ પરિવારજનો સહિત નજીકના સગા-સંબંધીઓ અને રિંકુ સિંહના ફેન્સમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

અંતિમયાત્રા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

ખાનચંદ સિંહનું પાર્થિવ શરીર ગ્રેટર નોઈડાથી તેમના વતન અલીગઢ લાવવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકો અને રિંકુ સિંહના ફેન્સ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતિમયાત્રા દરમિયાન શોકમય માહોલ વચ્ચે સૌએ ખાનચંદ સિંહને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પિતાના અંતિમ દર્શન કર્યા

તે સમયે રિંકુ સિંહ ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયા સાથે વ્યસ્ત હતો. પિતાના અવસાનના સમાચાર મળતા જ તેણે તરત જ અલીગઢ જવાનો નિર્ણય લીધો. પરિવાર પ્રત્યેની લાગણી અને જવાબદારીને પ્રાથમિકતા આપતા તે સીધો ઘરે પહોંચ્યો અને પિતાના અંતિમ દર્શન કર્યા.

મોટા ભાઈ સોનુ સિંહે પિતાને અગ્નિદાહ આપ્યો

અંતિમવિધિ દરમિયાન રિંકુ ભાવુક થયો હતો. તેણે પિતાના પાર્થિવ દેહને ખભા પર ઉપાડી અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો. તેના મોટા ભાઈ સોનુ સિંહે પરંપરા મુજબ પિતાને અગ્નિદાહ આપ્યો હતો. આ ક્ષણે પરિવારજનો અને હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

ઝીમ્બાબ્વે સામેની મેચમાં ફરી ટીમ સાથે જોડાયો

ઉલ્લેખનીય છે કે રિંકુ સિંહ અગાઉ પણ પિતાની બગડતી તબિયતને કારણે ચેન્નાઈથી નોઈડા ગયો હતો. ત્યારબાદ તે ફરી ટીમ સાથે જોડાયો હતો. 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામેની સુપર 8 મેચમાં તેને ટીમમાં તક ના મળી. હવે આ મુશ્કેલ સમયમાં પરિવાર સાથે રહી તે પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.

T20 WC Breaking : અર્શદીપ સિંહે ઇતિહાસ રચ્યો, જસપ્રીત બુમરાહને પાછળ છોડી બન્યો નંબર 1

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">