AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs LSG, IPL 2025: ભારે રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટસે રાજસ્થાન રોયલ્સને 2 રનથી હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2025 | 11:21 PM

આજે 19 એપ્રિલને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

RR vs LSG, IPL 2025: ભારે રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટસે રાજસ્થાન રોયલ્સને 2 રનથી હરાવ્યું
RR vs LSG

આજે 19 એપ્રિલને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Apr 2025 11:20 PM (IST)

    લખનૌએ રાજસ્થાનને હરાવ્યું

    ભારે રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટસે રાજસ્થાન રોયલ્સને 2 રનથી હરાવ્યું

  • 19 Apr 2025 11:15 PM (IST)

    3 બોલમાં 6 રનની જરૂર

    રાજસ્થાન રોયલ્સને પાંચમો ઝટકો, હેતમાયર આઉટ, 3 બોલમાં 6 રનની જરૂર

  • 19 Apr 2025 11:02 PM (IST)

    પરાગ 39 બનાવી આઉટ

    રાજસ્થાન રોયલ્સને ચોથો ઝટકો, રિયાન પરાગ 39 રન બનાવી આઉટ

  • 19 Apr 2025 10:57 PM (IST)

    યશસ્વી 74 રન બનાવી આઉટ

    રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો, યશસ્વી જયસ્વાલ 74 રન બનાવી આઉટ, આવેશ ખાને કર્યો ક્લીન બોલ્ડ

  • 19 Apr 2025 10:55 PM (IST)

    યશસ્વી-રિયાનની મજબૂત પાર્ટનરશિપ

    રાજસ્થાન રોયલ્સનો સ્કોર 150 ને પાર, યશસ્વી-રિયાન વચ્ચે મજબૂત પાર્ટનરશિપ

  • 19 Apr 2025 10:38 PM (IST)

    રાજસ્થાનનો સ્કોર 100 ને પાર

    રાજસ્થાન રોયલ્સનો સ્કોર 100 ને પાર, યશસ્વી-રિયાનની આક્રમક બેટિંગ

  • 19 Apr 2025 10:22 PM (IST)

    રાજસ્થાનને બીજો ઝટકો

    રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, નીતિશ રાણા સસ્તામાં આઉટ, શાર્દૂલ ઠાકુરે લીધી વિકેટ

  • 19 Apr 2025 10:15 PM (IST)

    વૈભવ સૂર્યવંશી આઉટ

    14 વર્ષના વૈભવ સૂર્યવંશીની આક્રમક ઈનિંગ સમાપ્ત, ડેબ્યૂ મેચમાં 34 રન બનાવી થયો આઉટ

  • 19 Apr 2025 10:14 PM (IST)

    જયસ્વાલની આક્રમક ફિફ્ટી

    યશસ્વી જયસ્વાલની આક્રમક ફિફ્ટી, રાજસ્થાન રોયલ્સ 100 રનની નજીક

  • 19 Apr 2025 09:54 PM (IST)

    રાજસ્થાનનો સ્કોર 50 ને પાર

    રાજસ્થાન રોયલ્સનો સ્કોર 50 ને પાર, વૈભવ-યશસ્વીની આક્રમક શરૂઆત, વૈભવ-યશસ્વીએ બે-બે સિક્સર ફટકારી મચાવ્યો કહેર

  • 19 Apr 2025 09:45 PM (IST)

    વૈભવ સૂર્યવંશીએ કરી સિક્સરથી શરૂઆત

    14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ડેબ્યૂ મેચના પહેલા જ બોલ પર જોરદાર સિક્સર ફટકારી

  • 19 Apr 2025 09:16 PM (IST)

    રાજસ્થાનને જીતવા 181 નો ટાર્ગેટ

    લખનૌ સુપર જાયન્ટસે રાજસ્થાન રોયલ્સને જીતવા 181 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ ઓવરમાં અબ્દુલ સમદે સંદીપ શર્માને ચાર સિક્સર ફટકારી

  • 19 Apr 2025 09:05 PM (IST)

    LSGની અડધી ટીમ પોવેલિયન ભેગી

    લખનૌ સુપર જાયન્ટ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, આયુષ બદોની ફિફ્ટી ફટકારી થયો આઉટ

  • 19 Apr 2025 08:52 PM (IST)

    માર્કરામ 66 રન બનાવી આઉટ

    લખનૌ સુપર જાયન્ટ્સને ચોથો ઝટકો, માર્કરામ 66 રન બનાવી થયો આઉટ, હસરંગાએ લીધી વિકેટ

  • 19 Apr 2025 08:33 PM (IST)

    માર્કરામની ફિફ્ટી

    માર્કરામની મજબૂત ફિફ્ટી, લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 100 ને પાર

  • 19 Apr 2025 08:05 PM (IST)

    લખનૌનો સ્કોર 50 ને પાર

    લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 50 ને પાર, માર્કરામની મજબૂત બેટિંગ

  • 19 Apr 2025 07:57 PM (IST)

    પૂરન સસ્તમાં આઉટ

    લખનૌને બીજો ઝટકો, નિકોલસ પૂરન પણ સસ્તમાં થયો આઉટ

  • 19 Apr 2025 07:48 PM (IST)

    લખનૌને પહેલો ઝટકો

    લખનૌની ખરાબ શરૂઆત, મિચેલ માર્શ ત્રીજી જ ઓવરમાં થયો આઉટ, લખનૌને પહેલો ઝટકો, જોફ્રા આર્ચરે મિચેલ માર્શને કર્યો આઉટ

  • 19 Apr 2025 07:30 PM (IST)

    લખનૌએ ટોસ જીત્યો

    રાજસ્થાન સામે લખનૌએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, કેપ્ટન સંજુ સેમસન બહાર

  • 19 Apr 2025 02:49 PM (IST)

    અમદાવાદ: મિત્ર સાથે પ્રેમ સંબંધ યુવતીને ભારે પડ્યો

    અમદાવાદમાં એક યુવતીને તેના પૂર્વ મિત્ર સાથેના પ્રેમસંબંધ ભારે  પડ્યો છે. યુવતીની ફરિયાદ મુજબ, આરોપીએ તેણીને ફરવા ગયા ત્યારે લીધેલા ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને તેના પર દુષ્કર્મ આચર્યું. યુવકે બળજબરીથી લગ્ન કર્યા હોવાનો પણ આરોપ છે. યુવતી દ્વારા આરોપીને સોશિયલ મીડિયા પર બ્લોક કર્યા પછી તેણે ફોટા વાયરલ કરી દીધા હતા. ફરિયાદીના પિતાએ આરોપીને 20 હજાર રૂપિયા આપી ફોટો અને વીડિયો ડિલીટ કરાવ્યા હતા. આરોપીએ યુવતીની બહેનને પણ સોશિયલ મીડિયા પર અશોભનિય મેસેજ કર્યાનો દાવો છે. આખરે, નારોલ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે.

  • 19 Apr 2025 10:14 AM (IST)

    ગેરકાયદે રીતે ચાલતા માટી ખનન પર દરોડા

    ભરૂચઃ ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગેરકાયદે રીતે ચાલતા માટી ખનન પર દરોડા પાડ્યા, વાગરાના નાદીડા ગામે ખનિજ વિભાગના દરોડા પાડવામાં આવ્યા.હીટાચી મશીન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. ખાણ ખનિજ વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં રોષ છે.

  • 19 Apr 2025 09:29 AM (IST)

    દિલ્લી: મુસ્તફાબાદમાં 4 માળની ઈમારત ધરાશાયી, દુર્ઘટનામાં 4 લોકોના મોત

    મુસ્તફાબાદના શક્તિ વિહારમાં ગત મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ભયાવહ દુર્ઘટના ઘટી. એક ચાર માળની ઈમારત એકાએક ધરાશાયી થઈ ગઈ. આ સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થઈ ગયો છે. સમાચાર મળતા જ NDRF, ફાયર વિભાગ અને પોલીસની ટીમ બચાવ માટે પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશન કરી 18 લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા. જેમાં 4 લોકો મૃત હાલતમાં મળ્યા હતા. જ્યારે 14 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

  • 19 Apr 2025 07:27 AM (IST)

    બનાસકાંઠાઃ SP પર આક્ષેપ કરનાર ASI સસ્પેન્ડ

    બનાસકાંઠાઃ SP પર આક્ષેપ કરનાર ASI સસ્પેન્ડ થયા. દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સસ્પેન્ડ થયા. વીડિયો બનાવી SP સામે માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો હતો. હેરાનગતિને કારણે કેનાલમાં પડી આપઘાત કરવાનું નિવેદન કર્યું હતું. બે દિવસ બાદ ASI ઘરે પહોંચ્યા અને નિવેદનોને ખોટા ગણાવ્યા. SPએ આ કરતૂત સામે પગલા લેતા ASIને સસ્પેન્ડ કર્યા.

Published On - Apr 19,2025 7:24 AM

Follow Us:
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
g clip-path="url(#clip0_868_265)">