Breaking News : વનડે સીરિઝ માટે ટીમની જાહેરાત, કે એલ રાહુલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો
ભારતીય ટીમ વનડે સીરિઝમાં કેપ્ટન શુભમન ગિલ વગર મેદાનમાં ઉતરશે. જેમને સાઉથ આફ્રિકા વિરુદ્ધ કોલકાતા ટેસ્ટ મેચ દરમિયાન ઈજા થઈ હતી. આ વનડે સીરિઝ 30 નવેમ્બરથી શરુ થશે. જેમાં 3 મેચ રમાશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝ બાદ વનડે ક્રિકેટ રમાશે. આ સીરિઝ માટે હવે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. ગુવાહાટીમાં બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે સિલેક્શન કમિટીની મીટિંગ થઈ હતી. જેમાં કે.એલ રાહુલને વનડે સીરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રાહુલને આ જવાબદારી શુભમન ગિલ અને શ્રેયસ અય્યરની ગેરહાજરી બાદ આપવામાં આવી છે. ટીમના કેપ્ટન ગિલને કોલકાતા ટેસ્ટમાં ઈજા થઈ હતી. જ્યારે વાઈસ કેપ્ટન અય્યરને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વનડે સીરિઝમાં ઈજા થઈ હતી. ત્યારથી તે મેદાનથી બહાર છે.
રાહુલ 2 વર્ષ બાદ કેપ્ટન બન્યો
રવિવાર 30 નવેમ્બરથી રાંચીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની આ સીરિઝની શરુઆત થશે. પરંતુ આ વખતે ટીમની કમાન રાહુલ સંભાળશે. ટીમના વિકેટકીપર-બેટ્સમેન રાહુલ 2 વર્ષ બાદ આ ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2023માં વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી.
સ્કવોડની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી અને રોહિત શર્માની ટીમમાં પસંદગી થઈ છે પરંતુ આ સિવાય 4 ખેલાડીઓ આ ફોર્મમાં વાપસી કરી રહ્યા છે. જેમાં સૌથી મોટું નામ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું છે. ચેમ્પિયન ટ્રોફીમાં ટીમનો ભાગ રહેલા રવિન્દ્ર જાડેજાની ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પસંદગી થઈ ન હતી. ત્યારબાદ તેના વનડે કરિયર પર સવાલ ઉઠી રહ્યા હતા પરંતુ ચીફ સિલેક્ટર અજીત અગરકરે ત્યારે આ અટકળોને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે, જાડેજા પણ આ યોજનાનો ભાગ હતો.
NEWS #TeamIndia‘s squad for @IDFCFIRSTBank ODI series against South Africa announced.
More details ▶️https://t.co/0ETGclxAdL#INDvSA pic.twitter.com/3cXnesNiQ5
— BCCI (@BCCI) November 23, 2025
અક્ષર પટેલ બહાર
જાડેજાની જેમ ઋષભ પંત પણ એક મોટું નામ છે. ચેમ્પિયન ટ્રોફી 2025 બાદ પંત પહેલી વખત આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા પરત ફર્યો હતો. તેમણે ચેમ્પિયન ટ્રોફીમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. રાહુલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. હવે એ જોવાનું રહે છે કે, શું આ સીરિઝમાં તેને તક મળશે કે કેમ. આ સિવાય 2023 બાદ ઋતુરાજ ગાયકવાડની પહેલી વખત વનડે ટીમમાં વાપસી થઈ રહી છે. જ્યારે મિડિલ ઓર્ડરના બેટ્સમેન તિલક વર્માને પણ તક આપવામાં આવી છે.
ODI સીરિઝ માટે ભારતીય ટીમ
કે.એલ રાહુલ, રોહિત શર્મા, યશસ્વી જ્યસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા,ઋષભ પંત,વોશિગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ,નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા,ઋતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ અને અર્શદીપ સિંહ
