ભારતીય ટીમ માટે ખતરાની ઘંટી! મિડલ ઓર્ડર બેટ્સમેન સતત બે ઇનિંગ્સમાં રહ્યો ‘ફ્લોપ’, શું ન્યુઝીલેન્ડ સામે પણ આવું જ પ્રદર્શન કરશે?
ભારતીય ટીમ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે. જો કે, ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા જ ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ગઈ છે.

ભારતીય ટીમે ટૂંક સમયમાં ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ODI શ્રેણી રમવાની છે. એવામાં સિરીઝને હવે થોડા જ દિવસો બાકી છે અને એક ખેલાડી રન બનાવવામાં સંઘર્ષ કરી રહ્યો છે, જે ટીમ ઈન્ડિયા માટે એક મોટી ચિંતા છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. BCCI એ આ સિરીઝ માટે ઈન્ડિયા ટીમની જાહેરાત કરી દીધી હતી. જણાવી દઈએ કે, આ શ્રેણી પહેલા ભારતીય ખેલાડીઓ વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યા છે.
કયા બેટ્સમેને વધારી ચિંતા?
મંગળવારે કેએલ રાહુલ ટુર્નામેન્ટની પોતાની બીજી મેચ માટે મેદાનમાં ઉતર્યો, ત્યારે બધાનું ધ્યાન તેના પર હતું, કારણ કે તે પહેલી ઇનિંગમાં ખાસ કમાલ કરી શક્યો નહોતો. જો કે, હવે તે બીજી ઇનિંગમાં પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો.
ટુર્નામેન્ટની પહેલી મેચમાં જ ‘ફ્લોપ’
BCCI એ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે, જસપ્રીત બુમરાહ સિવાય ભારત તરફથી રમનારા બધા ખેલાડીઓએ વિજય હજારે ટ્રોફીની ઓછામાં ઓછી બે મેચ રમવાની રહેશે. એવામાં જ્યારે કેએલ રાહુલ 3 જાન્યુઆરીએ ટુર્નામેન્ટની પહેલી મેચ માટે મેદાનમાં ઉતર્યો, ત્યારે તેણે ત્રિપુરા સામે ફક્ત 35 રન બનાવ્યા હતા.
રાજસ્થાન સામે પણ ‘ફેલ’
આ પછી, જ્યારે તે 6 જાન્યુઆરીએ રાજસ્થાન સામે મેદાનમાં ઉતર્યો, ત્યારે તે ફક્ત 25 રન બનાવીને આઉટ થયો હતો. આનો અર્થ એ થયો કે, તેણે બે મેચમાં ફક્ત 60 રન બનાવ્યા છે. હવે તે ત્રીજી મેચ રમશે કે નહીં તેના પર પણ સવાલો ઊભા થયા છે. રાહુલના આવા પ્રદર્શન બાદ ઈન્ડિયાની પણ ચિંતા વધી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આગામી ODI શ્રેણી માટે BCCI ની ટીમમાં બે વિકેટકીપર-બેટ્સમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટૂંકમાં, ટીમની અંદર રાહુલ અને ઋષભ પંતની પસંદગી કરવામાં આવી છે.
પ્લેઇંગ-11 માં પહેલી પસંદ કોણ?
બધા જાણે છે કે, કીપર-બેટ્સમેન તરીકે કેએલ રાહુલ પ્લેઇંગ ઇલેવનમાં પહેલી પસંદ છે અને પંતને બેકઅપ તરીકે જોડવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે, રાહુલ ન્યુઝીલેન્ડ સામે રમશે તે નિશ્ચિત છે પરંતુ તેનું વર્તમાન ફોર્મ ખરેખરમાં ટીમ માટે ચિંતાનો વિષય છે.

