AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2026 પહેલા વિરાટ કોહલીએ પસંદ કરી ઓલ ટાઈમ RCB પ્લેઈંગ 11, જાણો કોને-કોને મળ્યું ટીમમાં સ્થાન?

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની મનપસંદ RCB ની ઓલ ટાઈમ પ્લેઈંગ ઈલેવન પસંદ કરી છે. આ ટીમમાં ઘણા એવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમણે અલગ-અલગ સિઝનમાં RCB માટે યાદગાર પ્રદર્શન કર્યું હતું. ટીમ જાહેર થયા પછી ક્રિકેટ ચાહકોમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Breaking News: IPL 2026 પહેલા વિરાટ કોહલીએ પસંદ કરી ઓલ ટાઈમ RCB પ્લેઈંગ 11, જાણો કોને-કોને મળ્યું ટીમમાં સ્થાન?
King Kohli all time RCB 11Image Credit source: X/RCB
| Updated on: Mar 16, 2026 | 3:46 PM
Share

આગામી IPL સિઝન શરુ થતા પહેલા વિરાટ કોહલીએ RCB ની પોતાની મનપસંદ ઓલ-ટાઈમ પ્લેઈંગ ઈલેવન પસંદ કરી છે. આ ટીમમાં એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે ટીમ માટે વર્ષો સુધી સારો દેખાવ કર્યો હતો. RCB એ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોહલીની વીડિયો શેર કર્યો હતો.

ગેલ-કોહલીની આક્રમક ઓપનિંગ જોડી

કિંગ કોહલીએ ઓલ ટાઈમ RCB-11 માં ઓપનિંગ માટે પોતાનું અને વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનું નામ પસંદ કર્યું છે. બંને ખેલાડીઓએ RCB માટે ઘણા મહત્વપૂર્ણ રન બનાવ્યા છે અને ટીમને ઘણી જીત પણ અપાવી છે. બંનેની જોડી IPL ઈતિહાસની સૌથી આક્રમક ઓપનિંગ જોડી માનવામાં આવે છે.

એબી ડી વિલિયર્સ વિના RCB અધૂરી

ત્રીજા ક્રમે કોહલીએ ટીમના દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સને સ્થાન આપ્યું છે. એબી ડી વિલિયર્સ લાંબા સમય સુધી RCB માટે મેચ વિનર ખેલાડી રહ્યો હતો અને તેમની બેટિંગને ચાહકોને ખૂબ પસંદ હતી. એબી ડી વિલિયર્સની ભારત, બેંગ્લોર અને RCB ફેન્સમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ઓલ-ટાઈમ પ્લેઈંગ ઈલેવનમાં એબી ડી વિલિયર્સ વિના RCB અધૂરી છે.

મિડલ ઓર્ડરમાં 3 સ્ટાર ભારતીય બેટ્સમેન

મિડલ ઓર્ડરમાં કોહલીએ કેએલ રાહુલને ચોથા ક્રમના બેટ્સમેન તરીકે સામેલ કર્યો છે. કેએલ રાહુલે પોતાના શરૂઆતના IPL સિઝનમાં RCB માટે સારું પ્રદર્શન કર્યું હતું. પાંચમાં ક્રમે IPL 2025 ની વિજેતા RCB ટીમના કેપ્ટન રજત પાટીદારને સ્થાન આપ્યું છે જ્યારે છઠ્ઠા ક્રમે અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને વિકેટકીપર બેટ્સમેન તરીકે સામલે કર્યો છે.

ફાસ્ટ બોલરોની ત્રિપુટી

સાતથી અગિયારમાં ક્રમે બોલિંગ વિભાગમાં પણ કોહલીએ મજબૂત ખેલાડીઓ પસંદ કર્યા છે. ફાસ્ટ બોલર તરીકે મિચેલ સ્ટાર્ક, ડેલ સ્ટેન અને હર્ષલ પટેલને ટીમમાં સામલે કર્યા છે. આ બોલરો RCB માટે ઘણી મેચોમાં અસરકારક સાબિત થયા હતા.

કુંબલે-ચહલની સ્પિન જોડી

સ્પિન બોલિંગ માટે કોહલીએ અનિલ કુંબલે અને યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન આપ્યું છે. બંને બોલરો RCB માટે ખૂબ જ સફળ રહ્યા છે. કોહલીની આ ટીમ સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Breaking News: અભિષેક-શુભમન બાદ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો યુવરાજ સિંહનો શિષ્ય, IPL 2026 પહેલા લીધી ખાસ ટ્રેનિંગ

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">