16 વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યું, હાર્ટ એટેકથી EX પતિનું નિધન થયુ મિલકતમાં હિસ્સો માંગ્યો,આવો છે કરિશ્મા કપૂરનો પરિવાર
કરિશ્માનો જન્મ 25 જૂન 1974 ના રોજ કપૂર પરિવારમાં થયો હતો, કરિશ્મા એ બોલીવુડ સ્ટાર્સમાંથી એક રહી છે જેમણે બોલીવુડમાં અભિનેત્રીઓનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આવો છે કરિશ્મા કપૂરનો પરિવાર

બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રી કરિશ્મા કપૂર દર વર્ષે 25 જૂને પોતાનો જન્મદિવસ ઉજવે છે. 90ના દાયકાની શરૂઆતમાં ફિલ્મી કારકિર્દી શરૂ કરનારી કરિશ્માએ 90 ના દાયકામાં બોલીવુડ પર રાજ કર્યું છે.તો આજે આપણે કરિશ્મા કપૂરના પરિવાર વિશે વાત કરીશું.

બોલીવુડમાં કરિશ્મા કપૂરનો એક સમય હતો. તેમના આખા પરિવાર બોલિવુડમાં સક્રિય રહી ચૂક્યો છે અને અભિનેત્રીએ પણ બોલીવુડમાં પોતાની કારકિર્દી સારી બનાવી છે.

અભિનેત્રી કરિશ્મા કપૂરનો જન્મ 25 જૂન 1974 ના રોજ મુંબઈમાં અભિનેતા રણધીર કપૂર અને અભિનેત્રી બબીતા કપૂરને ત્યાં થયો હતો. ચાલો તમને બોલિવુડ ક્વીન કરિશ્મા કપૂરના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

કરિશ્મા કપૂર 90 ના દાયકામાં, કરિશ્મા સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક પણ હતી. કરિશ્માને 'રાજા બાબુ', 'રાજા હિન્દુસ્તાની', 'દિલ તો પાગલ હૈ', 'ઝુબૈદા' જેવી ફિલ્મોએ તેમને સફળતા અપાવી હતી.

કરિશ્મા કપૂરે બોલિવૂડમાં કારકિર્દી બનાવવા માટે પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. બાળપણમાં, કરિશ્મા શ્રીદેવી અને માધુરી દીક્ષિત જેવી મોટી અભિનેત્રીઓથી પ્રેરિત હતી. કરિશ્માએ માત્ર 16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેની પહેલી ફિલ્મ 'પ્રેમ કૈદી' હતી જે 1991માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

કરિશ્મા કપૂરને તેમના ઘરે "લોલો" કહીને બોલાવવામાં આવે છે. તેમના પિતા પંજાબી અને માતા બ્રિટિશ વંશની છે. તેમના માતાપિતા 1988 માં અલગ થઈ ગયા. તેનો ઉછેર તેમની માતા દ્વારા કરવામાં આવ્યો હતો, ઘણા વર્ષો સુધી અલગ રહ્યા પછી, 2007 માં આ દંપતીનું સમાધાન થયું.

કરિશ્મા કપૂરે મુંબઈની કેથેડ્રલ અને જોન કોનન સ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી થોડા મહિના માટે સોફિયા કોલેજ ફોર વુમન, મુંબઈમાં અભ્યાસ કર્યો.બોલિવુડમાં કામ કરવા માટે તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો.

કરિશ્મા કપૂરના દાદા અભિનેતા અને ફિલ્મ નિર્માતા રાજ કપૂર હતા, જ્યારે તેમના નાના અભિનેતા હરિ શિવદાસાની હતા. અભિનેતા ઋષિ કપૂર અને રાજીવ કપૂર તેમના કાકા, જ્યારે અભિનેત્રી નીતુ સિંહ તેમના કાકી છે. તેમના પિતરાઈ ભાઈઓ અભિનેતા રણબીર કપૂર અને ઉદ્યોગપતિ નિખિલ નંદા છે.

કરિશ્મા કપૂરની નાની બહેન, કરીના કપૂર, એક બોલિવુડ અભિનેત્રી છે, જેમણે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. કરીના અને સૈફ અલી ખાનને પણ 2 બાળકો છે.

તમને જણાવી દઈએ કે, કરિશ્મા કપૂર બચ્ચન પરિવારની વહુ બનવાની હતી. કરિશ્મા કપૂરની સગાઈ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન સાથે થઈ હતી. આ પછી, સગાઈ તૂટી ગઈ અને તેનું કારણ કરિશ્માની માતા બબીતા હતી.

આ પછી, અભિનેત્રીએ વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા. પરંતુ આ સંબંધ પણ 13 વર્ષ પછી વર્ષ 2016 માં છૂટાછેડા સાથે સમાપ્ત થયા. આ લગ્નથી કરિશ્માને બે બાળકો છે, પુત્ર કિયાન કપૂર અને પુત્રી સમાયરા કપૂર છે.

દેશના જાણીતા બિઝનેસમેન અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિં સંજય કપૂરનું 12 જૂન ગુરુવારના રોજ હાર્ટ એટેકથી નિધન થયું છે. સંજય કપૂર પોલો રમવા માટે ઈંગ્લેન્ડના ગાર્ડસ પોલો ક્લબમાં પોલો રમી રહ્યો હતો. અચાનક તેનું હાર્ટ એટેકથી નિધન થયું છે.

કરિશ્મા કપૂરની 5 પેઢીઓ ફિલ્મોમાં સક્રિય રહી છે. સૌથી મોટા ફિલ્મ પરિવારમાં જન્મ લીધો હોવા છતાં, તેનું બાળપણ ખૂબ જ સામાન્ય રહ્યું છે.તેણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો.બાળપણમાં અમને ખ્યાલ નહોતો કે હું આટલા મોટા પરિવારમાં જન્મી છું.

કરિશ્મા કપર 51 વર્ષની છે. પરંતુ આજે પણ સ્ટાઈલ મામલે બોલિવુડની યંગ અભિનેત્રીઓને ટકકર આપે છે.

કપૂર પરિવાર અવાર-નવાર એક સાથે જોવા મળતો હોય છે. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટએ કરિના અને કરિશ્મા કપૂરની ભાભી છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
