AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Iran Israel War વચ્ચે અદાણીનો ઝટકો, અદાણી ટોટલ ગેસ એ વધાર્યા ભાવ, યુદ્ધની પ્રતિકૂળ અસરો શરૂ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને સ્ટ્રેટ હોર્મુઝમાં અવરોધને કારણે અદાણી ટોટલ ગેસે ગેસના ભાવમાં વધારો કર્યો છે. આ નિર્ણય ઔદ્યોગિક ગ્રાહકોને સીધી અસર કરશે. વૈશ્વિક ઊર્જા પ્રવાહ પર પ્રતિકૂળ અસરો શરૂ થઈ છે, જેના પરિણામે ગેસની ઉપલબ્ધતા ઘટી છે. આ ભાવ વધારો ઉર્જા કિંમતો પર વધુ દબાણ લાવશે અને રશિયાને પણ પરોક્ષ રીતે ફાયદો થઈ શકે છે.

Breaking News: Iran Israel War વચ્ચે અદાણીનો ઝટકો, અદાણી ટોટલ ગેસ એ વધાર્યા ભાવ, યુદ્ધની પ્રતિકૂળ અસરો શરૂ
| Updated on: Mar 05, 2026 | 6:46 PM
Share

Gas Price Hike: અદાણી ટોટલ ગેસ (ATGL) એ એક મોટું પગલું ભર્યું છે. તેણે ગેસ સપ્લાયના ભાવમાં વધારો કર્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આ પગલું લેવાનો નિર્ણય કરાયો છે. યુદ્ધના કારણે ગેસની ઉપલબ્ધતામાં ઘટી છે. આ જ કારણને ટાંકીને, કંપનીએ ઈન્નેડસ્ટ્રીયલ ક્લાયન્ટ્સના સપ્લાયના ભાવમાં તીવ્ર ગતિએ વધારો કર્યો છે. સમાચાર એજન્સી રોઇટર્સે તેના અહેવાલમાં કસ્નેટમર નોટિસને ટાંકીને આ માહિતી આપી છે. અદાણી ટોટલ CNG (સંકુચિત કુદરતી ગેસ), ​​PNG (પાઇપ્ડ કુદરતી ગેસ), ​​LNG (લિક્વિફાઇડ કુદરતી ગેસ), ​​વગેરે વેચે છે. ATGL ના આ પગલાથી ઊર્જાની કિંમતો પર અસર પડશે.

અદાણી ટોટલ ગેસ એ અદાણી ગ્રુપ અને ફ્રેન્ચ તેલ કંપની ટોટલ એનર્જીઝ SE વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

 ભાવ વધારાનું કારણ ગેસ પૂરવઠો

ઈરાન પરના હુમલા અને તેહરાનના બદલામાં થયેલા હુમલાઓએ ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટથી ટ્રાન્જિટને જટિલ બનાવ્યું છે.

આ વિસ્તારમાં કેટલાક જહાજો પર હુમલો થયા બાદ તે લગભગ સ્થગિત થઈ ગયું છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના લગભગ પાંચમા ભાગના તેલ અને મોટા પ્રમાણમાં લિક્વિફાઇડ નેચરલ ગેસનું વહન કરે છે.

અદાણી ટોટલ ગેસે શું કહ્યું? કંપનીએ કહ્યું:

તાજેતરના ભૂરાજકીય વિકાસથી LNG સપ્લાય રૂટ પર અસર પડી છે.

ATGL ને અપસ્ટ્રીમ ગેસ કાપનો સામનો કરવો પડ્યો છે.

આના કારણે ઓપરેશનલ સમસ્યાઓ થઈ રહી છે.

ભાવમાં કેટલો થયો વધારો? નોટિસમાં જણાવાયું છે કે મંગળવારથી, દૈનિક કોન્ટ્રાક્ટ વોલ્યુમના 40% થી વધુ વપરાતા ગેસના ભાવ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર 119 રૂપિયા ($1.30) સુધી વધારી દેવામાં આવ્યા છે.

એક સોર્સે જણાવ્યું હતું કે ભાવ અગાઉ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર 40 રૂપિયાની આસપાસ હતા. આ અંગે અદાણી ટોટલ ગેસે  રોઇટર્સની કમેન્ટ વિનંતીનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.

રશિયાને કેમ થઈ શકે છે ફાયદો ?

ઈરાન યુદ્ધથી મધ્ય પૂર્વમાં ઉર્જા પુરવઠો ખોરવાઈ ગયો છે. વિશ્વભરમાં તેલ અને ગેસના ભાવ વધી રહ્યા છે. આ એક એવુ ડેવલપમેન્ટ છે જેનાથી રશિયાનુ ફાઈનાન્સ મજબુત થઈ શકે છે.  તેનાથી યુક્રેનમાં તેની લડાઈના પ્રયાસોને પરોક્ષ રીતે ટેકો આપી શકે છે.

ન્યૂઝ એજન્સી APના અહેવાલ મુજબ વધતી ઉર્જા કિંમતોના કારમે રશિયાની તેલ અને ગેસથી થનારી એક્સપોર્ટની કમાણી વધી રહી છે. આ ક્રેમલિનના બજેટનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે જે મિલિટ્રી ઓપરેશન સહિત સરકારી ખર્ચાને ફંડ કરવામાં મદદ કરે છે.

વિશ્વના એ 5 દિગ્ગજ ખેલાડીઓ, જેઓએ T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં રમી મોટી ઈનિંગ, આ દિગ્ગજ ભારતીય ખેલાડી પણ સામેલ

Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">