અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાના લગ્ન કોની સાથે અને ક્યાં થયા ?
અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે, તેના બેચમેટ સાથે લગ્ન કર્યા છે. ગુરુવારે દિલ્હીની શાંગરી-લા હોટેલમાં એક ખાનગી સમારોહમાં સગાઈ થઈ હતી. જેમાં પરિવાર અને પસંદગીના મહેમાનો હાજર રહ્યા.

આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે IIT બેચમેટ સંભવ જૈન સાથે લગ્ન કર્યા છે. આ દંપતીના લગ્ન દિલ્હીના કપૂરથલા હાઉસમાં થયા હતા, જ્યાં બંનેના પરિવાર, કેટલાક સંબંધીઓ સિવાય, ફક્ત થોડા પસંદગીના લોકો જ ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલા યોજાયેલા સગાઈ સમારોહમાં કેજરીવાલ અને તેમની પત્ની સુનિતા ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત ઘણા મંત્રીઓ અને નેતાઓએ હાજરી આપી હતી. સગાઈ પછી, આજે હર્ષિતા અને સંભવ જૈનના લગ્ન થયા. બંનેના લગ્ન કપૂરથલા હાઉસમાં થયા. લગ્નમાં ખૂબ જ મર્યાદિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સંભવ જૈન શું કરે છે?
સંભવ જૈન એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંભવ જૈન અને હર્ષિતાએ થોડા મહિના પહેલા એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. બંને એકબીજાને પહેલાથી જ ઓળખે છે અને હવે તેઓએ લગ્ન કર્યાં છે. શાંગરી-લા હોટેલમાં આયોજિત સગાઈ સમારોહમાં બંને પરિવારના નજીકના લોકો જ હાજર રહ્યા હતા.
સગાઈ સમારોહમાં કોઈ સેલિબ્રિટીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ સમારોહમાં હાજર નહોતા. આ સમારોહમાં દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને તેમના પત્ની પણ હાજર રહ્યા હતા.
20 એપ્રિલે રિસેપ્શન
સૂત્રોના જણાવ્યા અનુસાર, હર્ષિતા કેજરીવાલ અને સંભવ જૈનના રિસેપ્શનનો કાર્યક્રમ, રવિવારને 20 એપ્રિલના રોજ યોજાશે. જોકે, નવ દંપતીના સ્વાગત સમારોહ (રિસેપ્શન કાર્યક્રમ) ક્યાં યોજાશે તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 29 વર્ષીય હર્ષિતા, અરવિંદ કેજરીવાલની મોટી પુત્રી છે અને IIT દિલ્હીની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. હર્ષિતાના ભાઈ પુલકિતે પણ JEE માં સફળતા મેળવી છે. અરવિંદ કેજરીવાલ પોતે પણ IIT ખડગપુરના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.
કેમિકલ એન્જિનિયરિંગનો સ્નાતક
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે નોઈડાની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને 2014માં IIT-JEE એડવાન્સ્ડ પરીક્ષામાં 3,322મો ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ હર્ષિતાએ IIT દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું, જ્યાં તેણી તેના વિભાગમાં ત્રીજા સ્થાને રહી. અભ્યાસ દરમિયાન તેમને ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓ તરફથી નોકરીની ઓફર મળી હતી.
આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજન અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને લગતા સમાચાર જાણવા માટે તમે અમારા ટોપિક પર ક્લિક કરો.