અર્જુન કપૂર
અર્જુન કપૂરનો જન્મ 26 જૂન 1985ના રોજ મુંબઈમાં થયો હતો. તે એક બોલિવુડ સ્ટાર છે. કપૂર પરિવારમાં જન્મેલા અર્જુન કપૂર ફિલ્મ નિર્માતા બોની કપૂર અને મોના શૌરીનો પુત્ર છે. અર્જુન કપૂરે 2012 માં ઇશ્કઝાદે ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી, આ ફિલ્મ હિટ રહી હતી અને તેને શ્રેષ્ઠ પુરુષ ડેબ્યૂ માટે ઝી સિને એવોર્ડ મળ્યો હતો. અર્જુન કપૂરે 2014ની ફિલ્મો ગુન્ડે અને 2 સ્ટેટ્સમાં વધુ સફળતા મેળવી હતી. આ પછી કોમેડી-ડ્રામા ફિલ્મ કી એન્ડ કા (2016)માં જોવા મળ્યો હતો.
અર્જુન પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ઓછી અને પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. અર્જુન કપૂર બોલિવૂડના કપૂર પરિવારનો પુત્ર છે જેના પરિવારના લગભગ તમામ સભ્યો ફિલ્મોમાં છે, તેમના પિતા બોની કપૂર ફેમસ ફિલ્મ નિર્માતા છે જ્યારે તેમના કાકા અનિલ કપૂર બોલિવૂડના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ફિલ્મ અભિનેતાઓમાંના એક છે. અર્જુનની બહેનો સોનમ (કઝીન) અને જાહ્નવી કપૂર અને ખુશી કપુર (સાવકી બહેન) પણ ફિલ્મોમાં એન્ટ્રી કરી ચૂકી છે.
અર્જુન કપૂર ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાને લઈને ચર્ચામાં રહે છે. અર્જુન અને મલાઈકા લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ આ બંન્ને હજુ સુધી લગ્નને લઈ કોઈ વાત કરી નથી.