AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતાએ 2 વખત લગ્ન કર્યા, તો દીકરાનું 51 વર્ષની અભિનેત્રી સાથે હતું અફેર, આવો છે અભિનેતાનો પરિવાર

અભિનેતા અર્જુન કપૂર માત્ર તેની એક્ટિંગ અને ફિલ્મો માટે જ નહીં પરંતુ તેમની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ફિલ્મી પરિવાર સાથે સંકળાયેલો આ અભિનેતા ક્યારેક તેની લવ લાઈફને કારણે તો ક્યારેક પારિવારિક સમસ્યાઓને કારણે ચર્ચામાં રહી ચૂક્યો છે.

| Updated on: Jun 27, 2025 | 7:12 AM
બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરની બોલિવુડની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. આ અભિનેતાએ વર્ષ 2012માં અભિનય શરૂ કર્યો હતો. ચાલો તેમના જન્મદિવસ પર અભિનેતાના જીવન વિશે રસપ્રદ વાતો જાણીએ.

1 / 14
બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ મળી રહી છે. કિશોરાવસ્થામાં તેમનું વજન લગભગ 140  કિલો હતું, આજે આપણે અર્જુન કપૂરના પરિવાર વિશે વાત કરીએ.

2 / 14
અર્જુન કપૂરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો કરીએ

3 / 14
અર્જુન કપૂરનો જન્મ 26 જૂન 1985ના રોજ મુંબઈમાં ફિલ્મ નિર્માતા બોની કપૂર અને મોના શૌરી કપૂરના ઘરે થયો હતો. તેમની એક નાની બહેન અંશુલા કપૂર છે.

4 / 14
 અર્જુન કપૂર અનિલ કપૂર, સંજય કપૂર અને સંદીપ મારવાહના ભત્રીજા છે. અર્જુન કપૂરના પિતરાઈ ભાઈ બહેનો સોનમ કપૂર, મોહિત મારવાહ, હર્ષવર્ધન કપૂર અને રિયા કપૂર છે.

5 / 14
 અર્જુન કપૂરને એક નાની બહેન અંશુલા કપૂર છે. અભિનેત્રી શ્રીદેવી તેની સાવકી માતા હતી, અને તેની બે સાવકી બહેનો પણ છે, ખુશી કપૂર અને જાહ્નવી કપૂર.જ્યારે તેના પિતા તેની માતાથી અલગ થયા ત્યારે તે 11 વર્ષનો હતો.

6 / 14
અર્જુન હવે ખાસ પ્રસંગોએ જ્હાન્વી અને ખુશી સાથે ફોટા શેર કરે છે. જ્યારે પણ અર્જુન આ બંને બહેનો સાથે ફોટા શેર કરે છે, ત્યારે ચાહકો તેમને ખૂબ પસંદ કરે છે.

7 / 14
બાળપણમાં, અભિનેતાને અભ્યાસમાં રસ નહોતો કારણ કે તેમનો શોખ અભિનય હતો. આ પછી, તેમણે અભ્યાસ છોડી દીધો અને 2003 માં ફિલ્મ 'કલ હો ના હો' થી સહાયક દિગ્દર્શક તરીકેની કારકિર્દી શરૂ કરી. આ પછી, અભિનેતાએ તેમના પિતા બોની કપૂર સાથે 'નો એન્ટ્રી' અને 'વોન્ટેડ' ફિલ્મોમાં સહયોગી નિર્માતાની જવાબદારી સંભાળી.

8 / 14
અર્જુન કપૂરનું શિક્ષણ મુંબઈની આર્ય વિદ્યા મંદિર શાળામાં થયું હતું, જ્યાં તેઓ 11મા ધોરણમાં નાપાસ થયા પછી, તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને 12મું ધોરણ પૂર્ણ કર્યું નહીં.

9 / 14
અર્જુન કપૂર એક બોલિવુડ અભિનેતા છે. અર્જુન કપૂરે 2012માં "ઇશ્કઝાદે" થી અભિનયની શરૂઆત કરી હતી, જે વ્યાપારી રીતે સફળ રહી હતી અને તેમને શ્રેષ્ઠ પુરુષ ડેબ્યૂ માટે ઝી સિને એવોર્ડ મળ્યો હતો.અભિનેતાએ 2014ની ફિલ્મો "ગુંડે" અને "2 સ્ટેટ્સ" અને 2016ની ફિલ્મ "કી એન્ડ કા" જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સફળતા પછી સિંઘમ અગેન (2024) માં જોવા મળ્યો હતો.

10 / 14
અર્જુન કપૂરે જણાવ્યું હતુ કે, જ્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ રહ્યા હતા, ત્યારે તેના પિતા કામમાં ખૂબ વ્યસ્ત હતા, જેની તેમના સંબંધો પર અસર પડી. અભિનેતાએ જણાવ્યું કે તે સમયે બોની કપૂર મોટી ફિલ્મો બનાવવામાં વ્યસ્ત હતા.

11 / 14
અભિનેતાએ કહ્યું, 'જ્યારે આ બધી બાબતો થઈ રહી હતી, ત્યારે મારા પિતા બે મોટી ફિલ્મોમાં વ્યસ્ત હતા. તેઓ 'પ્રેમ' અને 'રૂપ કી રાની ચોરોં કા રાજા' બનાવી રહ્યા હતા. તેમની વ્યસ્તતાને કારણે પિતા-પુત્રની નાની-નાની ક્ષણોનો અંત આવ્યો. જેમ કે તે મને સ્કૂલે મૂકવા કે લેવા આવી શકતા ન હતા. તેમના પર ફિલ્મો પૂર્ણ કરવા અને જલ્દી રિલીઝ કરવાનું દબાણ હતું.'આજે પિતા -પુત્રના સંબંધો ખુબ સારા છે.

12 / 14
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા મહિનાઓ પહેલા અલગ થયા હતા, પરંતુ એવું લાગે છે કે બંને વચ્ચેની મિત્રતા હજુ પણ અકબંધ છે. મલાઈકાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે,

13 / 14
અર્જુન કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે અજય દેવગનની ફિલ્મ 'સિંઘમ અગેન'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં, અભિનેતા નેગેટિવ ભૂમિકામાં જોવા મળ્યો હતો, જેનું નામ હતું 'ડેન્જર લંકા'. આ વર્ષે તેની ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી' રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">