Printer Buying Guide : નવું પ્રિન્ટર ખરીદતા પહેલા રાખો આ 5 વાતનું ધ્યાન, નહીં તો આવશે પસ્તાવાનો વારો
Printer Buying Tips: ટેકનોલોજીના જમાનામાં માત્ર ઓફિસમાં જ નહીં પણ ઘરમાં પણ પ્રિન્ટરની જરુર પડે છે. જો તમે પણ માર્કેટમાંથી નવું પ્રિન્ટર ખરીદવા જઈ રહ્યા છો, તો તમારે તેના માટે આ 5 બાબતોનું ધ્યાન રાખવું પડશે.

બજેટ - સૌથી પહેલા પ્રિન્ટર ખરીદવા માટે બજેટ નક્કી કરો. બજેટ બનાવતી વખતે પ્રિન્ટરનું મેન્ટેનસ કોસ્ટ, સમય અને કિંમતનું ધ્યાન રાખો. જરુર અનુસાર પ્રિન્ટર પસંદ કરો. તમારા બજેટની અંદર પ્રિન્ટરના વિકલ્પ શોધો.

ઉપયોગ - પ્રિન્ટર ખરીદતા પહેલા નક્કી કરો કે તમારા પ્રિન્ટરનો ઉપયોગ વ્યક્તિગત છે, ઓફિસના નાન-મોટા કામ માટે છે કે પછી મોટા સ્તર પર તેનો ઉપયોગ થશે. પ્રિન્ટર તેના ભવિષ્યના ઉપયોગના પ્રમાણે જ ખરીદવું યોગ્ય રહેશે.

પ્રિન્ટિંગ કોસ્ટ - પ્રિન્ટરનો ઉપયોગ કરતી વખતે ઈન્ક અને ટોનર કાર્ટ્રિઝ બદલવાની જરુર પડે છે. તેથી જ પ્રિન્ટરની ડ્યૂરેબિલિટી અને કોસ્ટને ખાસ ધ્યાનમાં રાખો.

કનેક્ટિવિટી - આજના સમયમાં પ્રિન્ટર્સ કનેક્ટિવિટીના વિકલ્પ સાથે આવે છે. તમારી જરુરીયાત અનુસાર બ્લૂટૂથ અને વાઈ-ફાઈ કનેક્ટિવીટી જોઈને ખરીદવું.

સર્વિસ - પ્રિન્ટર્સમાં ખરાબી આવ્યા બાદ કંપનીના સર્વિસ સેન્ટર પર જવું પડે છે. પ્રિન્ટર્સ ખરીદવા પહેલા આફરત સેલ સર્વિસ વિશે જાણકારી મેળવવી જરુરી છે. કેટલીક કંપની તરફથી ફર્મવેયર અપડેટ, ડ્રાઈવર સપોર્ટ અને ટ્રબલશૂટિંગ અસિસ્ટેન્સ જેવી સર્વિસ મળે છે.