15 વર્ષે લગ્ન થયા 36 વર્ષે પતિનું નિધન, જુઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન રહી ચૂકેલા ખાલિદા ઝિયાનો પરિવાર
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને ઢાકાની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તો આજે આપણે ખાલિદા ઝિયાના પરિવાર વિશે જાણીએ.

બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ખાલિદા ઝિયાનું મંગળવારે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ 80 વર્ષના હતા. ચાર દાયકાથી વધુ સમય સુધી ચાલેલી ઝિયાની રાજકીય કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી હતી,

જેમાં એક મુખ્ય પક્ષનું નેતૃત્વ કરવાથી લઈને દેશ પર શાસન કરવાથી લઈને ભ્રષ્ટાચારના આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા અને બાદમાં રાષ્ટ્રપતિ દ્વારા માફી આપવામાં આવી.

ખાલિદા ઝિયાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના પ્રમુખ અને ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે અવસાન થયું છે. ખાલિદા ઝિયાએ 1991 માં પહેલીવાર વડા પ્રધાન પદ સંભાળ્યું હતું.

મોટાભાગની ચૂંટણીઓમાં તેમના મુખ્ય હરીફ શેખ હસીના હતા. જ્યારે ખાલિદા ઝિયા 2001માં બીજા કાર્યકાળ માટે સત્તામાં પાછા ફર્યા, ત્યારે તેમની સાથે સરકારમાં જમાત-એ-ઇસ્લામીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

તેમના બીજા કાર્યકાળ દરમિયાન, ભારત સાથેના સંબંધો એટલા સારા નહોતા અને તેમના પર ભારત વિરોધી નિવેદનોનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી, જ્યારે ખાલિદા ઝિયા વિપક્ષમાં રહ્યા, ત્યારે UPA સરકારના બીજા કાર્યકાળ દરમિયાન સંબંધો સુધારવાના પ્રયાસો કરવામાં આવ્યા.

રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ મુખર્જીએ પોતાની પહેલી વિદેશ યાત્રામાં બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. જોકે, ખાલિદા ઝિયાએ પાછળથી એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેઓ 2013 માં રાષ્ટ્રપતિ મુખર્જીને મળી શક્યા ન હતા કારણ કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

તેમના પિતા ઇસ્કંદર અલી મજુમદાર એક ચાના વેપારી હતા જે જલપાઇગુડીમાં કામ કરતા હતા. ખાલિદા ઝિયા 1991 થી ત્રણ વખત બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે ચૂંટાયેલી પ્રથમ મહિલા હતી.

ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની રાજકીય સફર સંઘર્ષોથી ભરેલી રહી છે,

તેમના લગ્ન 15 વર્ષની ઉંમરે થયા હતા, અને તે સમયે તેમનો પતિ 25 વર્ષના હતા. તેઓ 36 વર્ષની ઉંમરે વિધવા બન્યા. તેમ છતાં, તેમણે હિંમત બતાવી અને આયર્ન લેડી તરીકે ઉભરી આવ્યા.

ઝિયાના પહેલા પુત્ર તારિક રહેમાન રાજકારણમાં જોડાયો અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષના કાર્યકારી અધ્યક્ષ બન્યો હતો.

તેમનો બીજો પુત્ર, અરાફત રહેમાનનું "કોકો"નું 2015માં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતુ.

ઝિયાની બહેન, ખુર્શીદ જહાં 2001-2006 દરમિયાન મહિલા અને બાળ બાબતોના મંત્રી તરીકે સેવા આપી હતી.

ઝિયાની બહેન, ખુર્શીદ જહાં 2001-2006 દરમિયાન મહિલા અને બાળ બાબતોના મંત્રી તરીકે સેવા આપી હતી. તેમનો નાનો ભાઈ, સઈદ ઇસ્કંદર પણ એક રાજકારણી હતો,તેમનો બીજા ભાઈ, શમીમ ઇસ્કંદર બાંગ્લાદેશ વિમાનના નિવૃત્ત ફ્લાઇટ એન્જિનિયર છે. તેમની બીજી બહેન સેલિના ઇસ્લામ છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
