Business Idea : નવા વર્ષે નવો ધંધો ! ઘરે બેઠા જ છાપશો મહિનાના ₹15,000 થી ₹25,000; બસ આ એક કામમાં એક્સપર્ટ બની જાઓ
આજના સમયમાં સોશિયલ મીડિયા ફક્ત મનોરંજનનું માધ્યમ નથી, તે આવકનો એક મુખ્ય સ્ત્રોત પણ છે. હાલની તારીખમાં ઘણા લોકો એવા છે કે, જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ઘરે બેઠા સારી કમાણી કરી શકે છે.

સોશિયલ મીડિયા મેનેજમેન્ટ એવું કામ નથી કે, જેમાં મોટું રોકાણ કરવાની જરૂર પડે. આમાં તમારે ફક્ત એક મોબાઇલ ફોન કે લેપટોપ જરૂર છે. એકવાર તમે આ કામ શરૂ કરી લો પછી તમે ધીમે ધીમે દર મહિને 25,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. વધુમાં જેમ જેમ ક્લાયન્ટ્સ વધશે તેમ તેમ આવક વધશે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.

સોશિયલ મીડિયા મેનેજમેન્ટ એટલે કે કંપની, બિઝનેસ અથવા કોઈ ફેમસ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અથવા લિંક્ડઇન એકાઉન્ટને મેનેજ કરવું. આમાં પોસ્ટ્સ બનાવવા, ફોટોઝ-વીડિયોઝ અપલોડ કરવા, પ્રશ્નોના જવાબ આપવા અને કોમેન્ટનું ધ્યાન રાખવું જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ઘણી કંપનીઓ આ કામ માટે લોકોને કાયમી ધોરણે નોકરી પર રાખી શકતી નથી, આથી ઘરેથી કામ કરી શકે તેવા લોકોની માંગ નોંધપાત્ર રીતે વધી છે. ટૂંકમાં તમે એક ફ્રીલાન્સર તરીકે પોતાની ઓળખ બનાવી શકો છો.

આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે ફક્ત એક મોબાઇલ ફોન અથવા લેપટોપ સાથે સાથે સારા ઇન્ટરનેટ કનેક્શનની જરૂર છે. શરૂઆતમાં, તમે નાના વ્યવસાય અથવા મિત્રોના એકાઉન્ટ્સ સંભાળી શકો છો. હવે જેમ જેમ તમારો અનુભવ વધશે અને લોકો તમારા કામથી સંતુષ્ટ થશે, તેમ તેમ તમને મોટા ગ્રાહકો મળવાનું શરૂ થઈ જશે.

આ કામમાં તમે પોસ્ટ કેવી રીતે બનાવવી, કોન્ટેન્ટ કેવી રીતે લખવો, ફોટો એડિટિંગ અને વીડિયો કેવી રીતે બનાવવા તે પણ શીખી શકો છો. ખાસ વાત એ છે કે, આ બધા કામ ઘરેથી પણ કરી શકાય છે.

આમાં કોઈ નિશ્ચિત આવક હોતી નથી; તે તમારા કામ અને ગ્રાહકો પર આધાર રાખે છે. નાના બિઝનેસ માટે દર મહિને 3,000 થી 5,000 રૂપિયા લેવા સામાન્ય છે. જો કે, જ્યારે તમારી પાસે વધુ ક્લાયન્ટ્સ હશે અને સારો પોર્ટફોલિયો હશે, ત્યારે તમે દર મહિને 25,000 રૂપિયા અથવા તેથી વધુ સરળતાથી કમાઈ શકો છો.

આનો સૌથી મોટો ફાયદો એ છે કે, આમાં સમયની કોઈ મર્યાદા નથી હોતી; તમે તમારી પોતાની મરજી મુજબ કામ કરી શકો છો અને તમારા ફ્રી સમયનો અસરકારક રીતે ઉપયોગ કરી શકો છો. આ કામ કરવા માટે સૌ પ્રથમ તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ જેવી એપ્સને સારી રીતે સમજો.

બીજું કે, ટ્રેન્ડ પ્રમાણે કન્ટેન્ટ બનાવવાની કળા વિશે શીખો. નાના ગ્રાહકોથી શરૂઆત કરો અને ધીમે ધીમે આગળ વધો. એકવાર સેટ થઈ જશો પછી તમે પણ ઘણા મોટા ઇન્ફ્લુએન્સરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંભાળી શકશો.

સોશિયલ મીડિયા મેનેજમેન્ટમાં કામ કરવા માટે તમારે ફક્ત મોબાઇલ ફોન અથવા લેપટોપ અને ઇન્ટરનેટ ઍક્સેસની જરૂર છે. આ કામ તમને દર મહિને અંદાજિત ₹15,000 થી ₹25,000 ની કમાણી કરાવી શકે છે.
Disclaimer: આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે. આ વ્યવસાયમાં સંભવિત નફો અને જોખમ બજાર, સ્થાન, સ્કેલ અને ઉત્પાદનની ગુણવત્તાના આધારે બદલાય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા વ્યવસાય સલાહકારની સલાહ લો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
