રાતો રાત સ્ટાર બનેલા કૈલાશ ખેરના પરિવાર વિશે જાણો
કૈલાશ ખેર 14 વર્ષની ઉંમરે મ્યુઝિકમાં કારકિર્દી બનાવવાના સ્વપ્ન સાથે ઘર છોડ્યું હતુ. જોકે, સંગીતમાં માસ્ટર બનવા માટે તેમને ઘણા સંઘર્ષો કરવા પડ્યા હતા.

પોતાના સુમધુર અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરનારા સિંગર કૈલાશ ખેરની કુલ સંપત્તિ, એવોર્ડ અને અન્ય રસપ્રદ વાતો વિશે જાણીએ.કૈલાશે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને અન્ય ઘણી ભાષાઓ સહિત 21 ભાષાઓમાં 2000 થી વધુ ગીતો ગાયા છે.

કૈલાશ ખેરનો જન્મ 7 જુલાઈ 1973ના દિલ્હીમાં થયો છે. કૈલાશ ખેર એક ભારતીય પ્લેબેક સિંગર, લાઈવ પર્ફોર્મર અને સંગીતકાર છે. તેમના સંગીતમાં ભારતીય લોક અને સૂફી ગીત ગાયા છે.

કૈલાશ ખેરનો પરિવાર જુઓ

કૈલાશ ખેરનો જન્મ એક કાશ્મીરી પરિવારમાં થયો હતો. તેમના પિતા મેહર સિંહ ખેર લોક ગાયક હતા, અને તેમની માતા ચંદ્રકાંતા મેહર સિંહ ખેર છે. કૈલાશ ખેરે પણ તેમના બાળપણનો મોટાભાગનો સમય ઉત્તર પ્રદેશના મેરઠમાં વિતાવ્યો છે.

કૈલાશ ખેરને સંગીત પ્રત્યેનો જુસ્સો બાળપણથી જ હતો. એવું કહેવાય છે કે કૈલાશ ખેરે 4 વર્ષની ઉંમરથી જ સંગીતમાં પોતાની પ્રતિભા બતાવવાનું શરૂ કરી દીધું હતું.

પોતાના અવાજના જાદુથી દિલ જીતી લેનારા કૈલાશ ખેરને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કૈલાશ ખેર માટે ગાયકી કારકિર્દી બનાવવી સરળ નહોતી.

તેમના પિતા હસ્તકલાનો વ્યવસાય ચલાવતા હતા, પરંતુ તેમને ગાયનનો શોખ હતો. પોતાના સ્વપ્ન અને જુસ્સાને પૂર્ણ કરવા માટે, તેમણે 14 વર્ષની ઉંમરે પોતાનો પરિવાર છોડી દીધો.

જોકે, ગાયનમાં સફળતા ન મળવાથી નિરાશ કૈલાશ ખેર હતાશ થઈ ગયા. આ સમય દરમિયાન, તેમણે ઋષિકેશના આશ્રમોમાં રહેવાનું શરૂ કર્યું. તેઓ દરરોજ સવારે ગંગા આરતી દરમિયાન ગીતો ગાતા. ગંગા કિનારે ઋષિ-મુનિઓ પણ તેમના મધુર અવાજ પર નાચવા લાગતા.

કૈલાશ ખેરના અવાજમાં એક અનોખો જાદુ છે. એક સંતે તેમને કહ્યું હતું કે, "ચિંતા કરશો નહીં, ભગવાન શિવ બધું ઠીક કરી દેશે." જોકે, સફળતા ન મળવાથી હતાશ થઈને, કૈલાશ ખેરે ગંગામાં કૂદીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

કૈલાશ ખેર શરૂઆતમાં જિંગલ ગાતા હતા, પરંતુ એક દિવસ તેમને ફિલ્મ અંદાજમાં એક સૂફી ગીત ગાવાની તક મળી. આ ગીતનું નામ હતું "રબ્બા ઇશ્ક ના હોવ.

કૈલાશ ખેરે ગીત ગાયું અને રાતોરાત સુપરસ્ટાર બની ગયા. કૈલાશ ખેરના ફેમસ ગીતોમાં "અલ્લાહ કે બંદે," "તેરી દીવાની," અને "નમો નમો"નો સમાવેશ થાય છે.

કૈલાશ ખેર આજે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એક લોકપ્રિય સિંગર બની ગયા છે.

લોકો તેમના ગીતો પર નાચે છે. તેમની કુલ સંપત્તિ આશરે 35 મિલિયન હોવાનો અંદાજ છે. તેમના ગીતો ઉપરાંત, તેઓ લાઇવ પર્ફોર્મન્સમાંથી પણ ઘણી કમાણી કરે છે.

ફેબ્રુઆરી 2009માં કૈલાશ ખેરે શીતલ ભાન સાથે લગ્ન કર્યા, અને તેમને એક પુત્ર છે. કૈલાશે દિલ્હી યુનિવર્સિટીમાંથી કોરસપોન્ડન્ટ કોર્સ દ્વારા સંગીતમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે.

#MeToo ચળવળ દરમિયાન ઘણી મહિલાઓએ કૈલાશ ખેર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો ત્યારે તે વિવાદમાં ફસાઈ ગયા હતા.

સિંગર વર્ષા સિંહ ધનોઆએ એક વીડિયો જાહેર કરીને કૈલાશ ખેર પર આરોપ લગાવ્યો કે તે તેમને મેસેજ કરી રહ્યા છે

વર્ષાએ કૈલાશ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી અને માંગ કરી કે તેમને મળેલ પદ્મશ્રી એવોર્ડ પરત લેવામાં આવે.

કૈલાશે કહ્યું હતું કે તેમ જન્મદિવસ પર કેક કાપવાનું પસંદ નથી. તેના બદલે, તેઓ યજ્ઞ અને હવન સાથે પોતાનો જન્મદિવસ ઉજવે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
