Breaking News : નવું વર્ષ શરૂ થતાં જ ST બસના મુસાફરોને ઝટકો, મધરાતથી ભાડામાં 3% વધારો લાગુ, જુઓ Video
રાજ્યના લાખો મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ગઇકાલ મધરાતથી ST બસના ભાડામાં વધારો અમલમાં મૂકવામાં આવ્યો છે. નિયમિત ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવતા રાજ્યના અંદાજે 27 લાખ દૈનિક મુસાફરો પર વધારાનો બોજ પડશે. જોકે રાહતની વાત એ છે કે 9 કિમી સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

9 મહિના પહેલા ST બસના ભાડામાં 10 ટકાનો વધારો થયો હતો
નિગમ દ્વારા આ વધારો નવ મહિનામાં બીજી વખત કરવામાં આવ્યો છે. અગાઉ 28 માર્ચે ST બસના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. સતત બે વખત ભાડામાં વધારાથી નિયમિત મુસાફરી કરતા નોકરીયાત, વિદ્યાર્થી અને ગ્રામ્ય વિસ્તારના લોકો પર આર્થિક અસર થવાની શક્યતા છે.
એસટી નિગમ દરરોજ રાજ્યભરમાં 8 હજારથી વધુ બસો દોડાવે છે. જેમાં રોજબરોજ અંદાજે 27 લાખ મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોની સંખ્યા અને ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને ભાડામાં વધારો કરાયો હોવાનો નિગમનો તર્ક છે.
સુવિધાઓમાં સુધારો થશે કે નહીં?
તે સાથે જ ST નિગમે સુવિધાઓ વધારવા માટે પણ આયોજન કર્યું છે. વર્ષ 2025-26ના બજેટમાં 2,060 નવી બસો ઉમેરવાની યોજના બનાવવામાં આવી છે. ઉપરાંત 3,084 ડ્રાઇવર અને 1,658 હેલ્પરની નિમણૂક માટે તૈયારી ચાલી રહી છે.ભાડામાં વધારા સાથે સુવિધાઓમાં સુધારો થશે કે નહીં, તે જોવાનું રહ્યું.