AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 30 હજાર કરોડનું નુકસાન ! Vi ના શેર 30 મિનિટમાં જ 15% જેટલા તૂટયા, સરકારે રાહત આપી તેમ છતાંય આવું કેમ થયું?

ટેલિકોમ સેક્ટરની મુશ્કેલીઓ વચ્ચે Vi એટલે કે વોડાફોન આઈડિયાને સરકારે મોટી રાહત આપી છે. મળેલી માહિતી મુજબ, કેન્દ્ર સરકારની કેબિનેટે Vi ના રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી કંપનીની નાણાકીય સ્થિતિ સુધરવાની આશા છે. એવામાં સવાલ એ છે કે, શું આ રાહત ખરેખર Vi ને ફરીથી પાછી પાટા પર લાવશે?

| Updated on: Dec 31, 2025 | 4:08 PM
Share
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે કેબિનેટ દ્વારા કંપની માટે પ્રસ્તાવિત રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય Vi માટે ખરેખરમાં મોટી રાહત છે. સૌથી મહત્વની વાત એ છે કે, સરકારે 5 વર્ષના મોરેટોરિયમને મંજૂરી આપી દીધી છે. આનો સીધો અર્થ એ છે કે, Vodafone Idea ને તેના મોટા બાકી દેવાઓ (Outstanding Debts) પર હાલ કોઈ ચૂકવણી કરવી નહીં પડે. આ સમયગાળા દરમિયાન, કંપની પર રોકડનું દબાણ ઘણી હદ સુધી ઘટશે, જે અત્યાર સુધીનો તેનો સૌથી મોટો પડકાર રહ્યો છે.

1 / 10
આ રાહત પેકેજનો બીજો અને સૌથી મહત્વપૂર્ણ ભાગ AGR (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) લેણાં ફ્રીઝ કરવાનો છે. આનો અર્થ એ થયો કે, આગામી 5 વર્ષ સુધી AGR લેણાં પર કોઈ વધારાનું દબાણ નહીં હોય.

2 / 10
આનાથી ન તો વ્યાજનો બોજ વધશે અને ન તો ચુકવણી અંગે કોઈ નવી જવાબદારી આવશે. સરકારના આ નિર્ણય હેઠળ Vodafone Idea ને વર્ષ 2031 થી AGR ચુકવણી શરૂ કરવી પડશે. આનાથી કંપનીને તેનું નેટવર્ક અને સર્વિસ ક્વોલિટી વધુ સારી બનાવવા માટે પૂરતો સમય મળશે.

3 / 10
માર્કેટ નિષ્ણાતો પણ આ નિર્ણયને મહત્વપૂર્ણ માની રહ્યા છે. શરદ અવસ્થીએ જણાવ્યું કે, આ રાહત ચોક્કસ મોટી છે પરંતુ શેરમાં તેજી ત્યારે જ આવશે, જ્યારે કંપની પોતાના બિઝનેસમાં સુધારો દર્શાવશે. બીજીબાજુ ગૌરાંગ શાહનું માનવું છે કે, આ સમાચાર નિશ્ચિત રીતે સકારાત્મક છે પરંતુ આગળની દિશા સંપૂર્ણપણે Vi ના મેનેજમેન્ટની રણનીતિ પર નિર્ભર રહેશે.

4 / 10
તાજેતરના મહિનાઓમાં વોડાફોન આઈડિયાના શેરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ઑગસ્ટમાં Vi નો શેર ₹6.12 ના 52 સપ્તાહના નીચલા સ્તરે હતો, જ્યાંથી તે માત્ર 4 મહિનામાં બમણાથી વધુ વધીને ₹12.36 પર પહોંચી ગયો છે. છેલ્લા એક મહિનામાં શેર લગભગ 25 ટકા અને 6 મહિનામાં 66 ટકા કરતાં વધુ વધી ચૂક્યો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ લગભગ ₹1.34 લાખ કરોડના આસપાસ છે.

5 / 10
જો કે, 31 ડિસેમ્બરના રોજ બપોરે 2:15 વાગ્યે શેર -10% ની Lower Circuit પર પહોંચ્યો. બપોરે 2:33 વાગ્યે શેર વધુ 15% ઘટીને ₹10.25 ના તળિયે પહોંચ્યો. સરળ શબ્દોમાં કહીએ તો, નોંધપાત્ર ઘટાડા પછી ટ્રેડિંગ બંધ કરવામાં આવ્યું હતું.

6 / 10
નિષ્ણાતો કહે છે કે, વોડાફોન આઈડિયાને સરકાર દ્વારા આપવામાં આવેલી રાહત પહેલી નજરે નોંધપાત્ર લાગી શકે છે પરંતુ બજારના દૃષ્ટિકોણથી તે નિરાશાજનક છે. આ જ કારણ છે કે, શેર દબાણ હેઠળ છે. સરકારે ફક્ત 5 વર્ષના મોરેટોરિયમને મંજૂરી આપી છે. આનો અર્થ એ થયો કે, ચુકવણીની સમયમર્યાદા લંબાવવામાં આવી છે પરંતુ AGR લેણાંમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

7 / 10
બજારને આશા હતી કે, સરકાર ઓછામાં ઓછું 50 ટકા AGR વેવરનું એલાન કરશે પરંતુ આવું કંઈ થયું નથી. આ કારણે સેન્ટિમેન્ટ નબળું પડી ગયું હતું. હવે AGRની મહત્વની વાત કરીએ તો, પહેલા Vodafone Idea પર AGR બાકી રકમ લગભગ ₹83,400 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું હતું. હવે તેને ફ્રીઝ કરીને લગભગ ₹87,000 કરોડના લેવલે અટકાવી દેવામાં આવેલ છે.

8 / 10
આનો અર્થ એ થયો કે, બાકી રકમ ઘટી નથી પરંતુ સમય જતાં થોડી વધી અને લોક થઈ ગઈ છે. ટૂંકમાં રાહત માત્ર એટલી છે કે, કંપનીએ આગામી 5 વર્ષ સુધી કોઈ ચુકવણી કરવી પડશે નહીં પરંતુ કુલ જવાબદારી એ જ રહેશે. આ જ અનિશ્ચિતતાના કારણે માનવામાં આવે છે કે, Vodafone Idea નો શેર હાલ દબાણમાં રહી શકે છે. વધુમાં, જ્યાં સુધી AGR પર સીધી રાહત અથવા બિઝનેસમાં મજબૂત સુધારાના સંકેત નથી મળતા, ત્યાં સુધી સ્ટોકમાં તેજી આવવી મુશ્કેલ છે.

9 / 10
નોંધનીય છે કે, આજે સવારે (31 ડિસેમ્બરના રોજ) જ્યારે શેર ટ્રેડ થઈ રહ્યા હતા, ત્યારે કંપનીનું માર્કેટ કેપ વધીને ₹1,38,677 કરોડ થયું હતું. જો કે, શેર તૂટી પડતાં તેમાં 15% નો ઘટાડો થયો અને માર્કેટ કેપ ઘટીને ₹1,11,160 કરોડ થઈ ગયું. આ સમયગાળા દરમિયાન, આશરે ₹30 હજાર કરોડનું નુકસાન થયું.

10 / 10

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">