કાનુની સવાલ : લોન ચૂકવવામાં મોડું થયું છે અને એજન્ટો તમને ધમકી આપી રહ્યા છે, જાણો તમારા કાનુની અધિકારો શું છે
આપણે જ્યારે જરુર પડે તો બેંક પાસેથી લોન લેતા હોય છીએ. કેટલીક વખત એવી મુસીબત આવે છે કે, આપણે લોનનો હપ્તો ચૂકી જઈએ છીએ અને સમય સર લોન ચૂકવી શકતા નથી.જાણો તમારા કાનુની અધિકારો શું છે

જ્યારે લોન લીધા પછી સમયસર ચૂકવી શકાતા નથી.આ દરમિયાન બેંકના રિકવરી એજન્ટનો ફોન આવે છે. આ એજન્ટ કેટલીક વખત ખોટી રીતે તમારી સાથે વાતો કરે છે. ક્યારેક અપશબ્દો અને ધમકીઓ આપી પરેશાન કરે છે. તો કેટલીક વખત એજન્ટ ઘરના દરવાજા ખટખટાવે છે.

શું તમને લોન કલેક્શન એજન્ટ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે? તમારા કાનૂની અધિકારો જાણો!RBI અને IPC નિયમો તમને ધમકીઓ, દુરુપયોગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી રક્ષણ આપે છે. જો કોઈ એજન્ટ તમને ધમકી આપે છે, દુર્વ્યવહાર કરે છે, વારંવાર ફોન કરે છે, અથવા પરવાનગી વિના તમારા ઘરે આવે છે, તો આ બધું ગેરકાયદેસર છે.

RBIનો સમય નિયમો વિશે જાણીએ.એજન્ટો સવારે 8 વાગ્યા પહેલા અથવા સાંજે 7 વાગ્યા પછી લોન લેનારાઓનો સંપર્ક કરી શકતા નથી. રવિવાર કે રજાના દિવસે પણ ફોન કરવા પર પ્રતિબંધ છે.

કોઈપણ ત્રીજો વ્યક્તિ સાથે તમારી લોનની વિગતો શેર કરવી એ ગંભીર ગુનો છે.કાનૂની કાર્યવાહી કરી શકાય છે. જો કોઈ એજેન્ટ તમને ડરાવે કે નુકસાન પહોંચાડે છે. તો આઈપીસીની કલમ 312 હેઠળ કેસ દાખલ કરી શકો છો.IPCની કલમ 331(1) હેઠળ Criminal Offence માનવામાં આવે છે.

પુરાવા એકત્રિત કરો,ફોન રેકોર્ડિંગ, વીડિયો, તારીખો અને સમય નોંધો.ફરિયાદ નોંધાવતી વખતે આ પુરાવા ખૂબ મદદરૂપ થશે.નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરો.કોર્ટમાં કેસ દાખલ કરો. બેંકના ફરિયાદ સેલ અથવા RBI Ombudsmanનો સંપર્ક કરો.

જો રિકવરી એજન્ટો નિયમોનું ઉલ્લંઘન કરે છે અને તમને માનસિક રીતે હેરાન કરે છે,તો તમે તેમની સામે કાનૂની કાર્યવાહી કરી શકો છો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
