સાબરમતીની એ.બી. ફોર્ચ્યુન હોટલમાં દારૂની મહેફીલનો પર્દાફાશ, થર્ટી ફર્સ્ટ ઉજવતા 9 નબીરાઓ ઝડપાયા
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન એ.બી. ફોર્ચ્યુન હોટલમાં ચાલી રહેલી દારૂની મહેફીલનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો. પોલીસે 9 નબીરાઓની ધરપકડ કરી અને ₹1.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસ દ્વારા દારૂની મહેફીલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દારૂની મહેફીલ માણી રહેલા નબીરાઓ પર પોલીસે કાર્યવાહી કરી છે. સાબરમતી વિસ્તારમાં આવેલી એ.બી. ફોર્ચ્યુન હોટલમાં કેટલાક નબીરાઓ દ્વારા દારૂની મહેફીલ ચાલી રહી હતી. આ બાબતની ગુપ્ત માહિતીના આધારે પોલીસ ટીમે હોટલ પર રેડ પાડી હતી.
પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂની મહેફીલ માણતા કુલ 9 નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે પોલીસે સ્થળ પરથી ₹1.96 લાખની કિંમતનો દારૂ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને આ કેસમાં વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદા ભંગ ન થાય તે માટે શહેરભરમાં કડક નજર રાખવામાં આવી રહી છે.
2026 ના અંત સુધીમાં AI આ 40 પ્રકારની નોકરી છીનવી લેશે, વાંચવા માટે અહીં ક્લિક કરો
હોટેલમાં દારૂ માણતા 9 નબીરાઓ ઝડપાયા – 1.96 લાખનો મુદ્દામાલ જપ્ત
બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃMLA હિરા સોલંકીની રજૂઆત, PIની બદલી
પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર
પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ

