નવા વર્ષની શુભ શરૂઆત ! પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ
કેલેન્ડર વર્ષ 2026ના પ્રથમ દિવસે શક્તિ આરાધનાનું મહાકેન્દ્ર એવા યાત્રાધામ પાવાગઢ ખાતે માઇભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી. નવા વર્ષની શુભ શરૂઆત માતાજીના દર્શનથી કરવાની ભાવના સાથે વહેલી સવારથી જ ભક્તો મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. મંગળા આરતી દરમિયાન માતાજીના જયકાર અને જયઘોષથી સમગ્ર મંદિર પરિસર અને ડુંગર ગુંજી ઉઠ્યો હતો.

દેશભરમાં નવા વર્ષની શરૂઆતને લઈ ધાર્મિક સ્થળોએ વિશેષ ભીડ જોવા મળી રહી છે. ત્યારે 51 શક્તિપીઠોમાં સમાવિષ્ટ પાવાગઢ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજીના મંદિરે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. 31 ડિસેમ્બરના રોજ વર્ષને વિદાય આપી નવા વર્ષમાં માતાજીના આશીર્વાદ સાથે પ્રવેશ કરવાની ધાર્મિક માન્યતા મુજબ ભક્તોએ પાવાગઢની યાત્રા કરી હતી.
ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી
ભક્તો ભક્તિના રંગમાં રંગાયા હતા અને માતાજીના દર્શન કરી પરિવાર, સમાજ અને દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. બીજી તરફ ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. દર્શન વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે કતારોનું આયોજન, સ્વચ્છતા વ્યવસ્થા તેમજ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા મંદિર પરિસર અને ડુંગર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વર્ષ 2025ને વિદાય આપી 2026માં માતાજીના આશીર્વાદ સાથે નવી શરૂઆત કરવાનો મહિમા દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું