Women’s health : શું મહિલાઓને મેનોપોઝ દરમિયાન બ્રેસ્ટમાં દુખાવો થાય છે? ડૉક્ટર પાસેથી જાણો
મેનોપોઝ દરમિયાન મહિલાઓ વિવિધ લક્ષણોનો અનુભવ થાય છે. ચાલો જાણીએ કે શું મેનોપોઝ દરમિયાન બ્રેસ્ટમાં દુખાવો થઈ શકે છે.સારી રીતે ફિટિંગવાળી, સપોર્ટિવ બ્રા પહેરવાનું શરૂ કરો. પહોળા પટ્ટા અને સપોર્ટિવ કપવાળી બ્રા પસંદ કરો. મહિલાઓ સ્પોર્ટ્સ બ્રા અથવા પેડિંગવાળી બ્રા પણ પહેરી શકે છે.

મેનોપોઝમાં મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર જોવા મળે છે. આ મહિલાઓના શરીરમાં થનારી એક અનિવાર્ય પ્રકિયા છે. ઉંમર વધવાની સાથે દરેક મહિલાઓને મેનોપોઝ થાય છે. આ મહિલાઓમાં પ્રજનન તબક્કાનો અંત દર્શાવે છે. જોકે, આ સમય દરમિયાન મહિલાઓને બ્રેસ્ટમાં દુખાવો પણ થઈ શકે છે.

જેને માસ્ટાલ્જિયા નામની આ સ્થિતિ મેનોપોઝ દરમિયાન મહિલાની લાઈફસ્ટાઈલને અસર કરી શકે છે. ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ મેનોપોઝ દરમિયાન બ્રેસ્ટમાં દુખાવો અને તેને કેવી રીતે અટકાવવો તે અંગે ચર્ચા કરીશું.

મેનોપોઝ દરમિયાન બ્રેસ્ટમાં દુખાવો એક સામાન્ય છે. મેનોપોઝમાં હોર્મોનમાં ઉતાર-ચઢાવ થાય છે. વિશેષ રીતે એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો પણ થાય છે. તેમજ બ્રેસ્ટ ટિશ્યુમાં સંવેદનશીલતાને પ્રભાવિત કરી શકે છે. આ કારણે મહિલાઓના બ્રેસ્ટમાં દુખાવો થાય છે.

આ સિવાય મેનોપોઝ હંમેશા ઉંમર વધવાના કારણે થાય છે. જે બ્રેસ્ટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં જેમ કે સિસ્ટ, ફાઈબ્રોસિસ કે કેન્સરના જોખમનું કારણ બની શકે છે.સાવચેતી રાખીને મહિલાઓની આ સમસ્યા ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવાથી મેનોપોઝ દરમિયાન હેલ્થને સુધારી શકાય. હેલ્ધી લાઈફસ્ટાઈલથી અનેક સમસ્યાઓ ઓછી થઈ જાય છે. આ સિવાય હોર્મોનલમાં ફેરફાર થાય છે તો જ્યુસ પીવાની સાથે કઠોળનું પણ સેવન કરી શકો છો.

કેટલીક મહિલાઓમાં કેફીન અને આલ્કોહોલનું સેવન બ્રેસ્ટના દુખાવા સાથે સંકળાયેલું હોઈ શકે છે. તેથી મહિલાઓએ કોફી, ચા અને સોડા જેવા કેફીનયુક્ત પીણાં મર્યાદિત કરવા જોઈએ અથવા ટાળવા જોઈએ. આને ટાળવા માટે પુષ્કળ પાણી પીવો.

મેનોપોઝ દરમિયાન મહિલાઓએ સ્તનસાથે જોડાયેલી સમસ્યાને અટકાવવા માટે નિયમિતપણે બ્રેસ્ટ તપાસ કરાવવી જોઈએ. તમે મેમોગ્રામ માટે ડૉક્ટરનો સંપર્ક પણ કરી શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
